શોધખોળ કરો
Advertisement
Puja Path: ભય, સંકટ અને શત્રુઓથી મુક્તિ મેળવવા ઈચ્છતા હો તો કરો કાળ ભૈરવની પૂજા, જાણો પૂજાનો દિવસ અને મંત્ર
Puja Path: આપણા દેશમાં અનેક એવા પરિવાર છે, જ્યાં ભગવાન ભૈરવની કુળ દેવતા તરીકે પૂજા થાય છે. કાળ ભૈરવનું નામ સાંભળીને જ આમ તો લોકો ગભરાઈ જાય છે પરંતુ સાચા મથી ભગવાન ભૈરવની આરાધના કરવાથી વ્યક્તિનું જીવન બદલાઈ જાય છે.
Puja Path: આપણા દેશમાં અનેક એવા પરિવાર છે, જ્યાં ભગવાન ભૈરવની કુળ દેવતા તરીકે પૂજા થાય છે. કળિયુગમાં ભગવાન ભૈરવની પૂજા કરવાથી ભય, સંકટ અને શત્રુઓથી જલદી મુક્તિ મળતી હોવાની માન્યતા છે. કાળ ભૈરવનું નામ સાંભળીને જ આમ તો લોકો ગભરાઈ જાય છે પરંતુ સાચા મથી ભગવાન ભૈરવની આરાધના કરવાથી વ્યક્તિનું જીવન બદલાઈ જાય છે. જે વ્યક્તિની કુંડળીમાં શનિ, રાહુ અથવા કેતુની મહાદશા હોય તે લોકો ભગવાન ભૈરવની પૂજા કરે તો વ્યક્તિને સંકટોછી મુક્તિ મળી જાય છે.
ભગવાન ભૈરવ ભક્તોની આઠ દિશાથી કરે છે રક્ષા
ભગવાન ભૈરવના કુલ 8 સ્વરૂપ (ચંડ ભૈરવ, બટુક ભૈરવ, રુરુ ભૈરવ, ક્રોધ ભૈરવ, ઉન્મત ભૈરવ, કપાલ ભૈરવ, ભીષણ ભૈરવ અને સંહાર ભૈરવ) માનવામાં આવ્યા છે. જે વ્યક્તિ ભગવાન ભૈરવના આઠ સ્વરૂપોના નામનું સ્મરણ કરે છે તેમની આઠેય દિશામાંથી રક્ષા થતી હોવાનું કહેવાય છે.
આ દિવસે કરવી જોઈએ પૂજા
આમ તો ભગવાન ભૈરવની પૂજા કોઈપણ દિવસે કરી શકાય છે. પરંતુ ભૈરવ અષ્ટમી, રવિવાર, બુધવાર અને ગુરુવારના દિવસે પૂજા કરવાથી શ્રેષ્ઠ અને વિશેષ ફળદાયી માનવામાં આવે છે.
ભગવાન ભૈરવની પૂજાનો મંત્ર
જે રીતે કોઈ દેવી-દેવતાની પૂજામાં મંત્ર જાપનું વિશેષ મહત્વ હોય છે તેવી જ રીતે ભગવાન ભૈરવના મંત્રોનો જાપ વિશેષ ફળદાયી હોય છે. ભગવાન ભૈરવના મંત્રોનો જાપ સ્ફટિકની માળાથી કરવાથી જીવનની તમામ પ્રકારની બાધા કે સંકટ ખતમ થઈ જાય છે.
ભગવાન ભૈરવના મંત્ર
ॐ कालभैरवाय नमः |
ॐ भयहरणं च भैरवः |
ॐ भ्रां कालभैरवाय फट् |
ॐ ह्रीं बटुकाय आपदुद्धारणाय कुरु कुरु बटुकाय ह्रीं |
Aadhar Card માં હવે મોબાઈલ નંબર અપડેટ કરાવવાનહીં પડે કોઈ ડોક્યુમેંટની જરૂર, આ રીતે કામ થશે આસાન
ગુજરાતની આ ફાર્મા કંપનીને કોરોના રસીના બીજા તબક્કાનું મળ્યું પોઝિટિવ રિઝલ્ટ, શેરના ભાવમાં આવ્યો ઉછાળો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion