શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતની આ ફાર્મા કંપનીને કોરોના રસીના બીજા તબક્કાનું મળ્યું પોઝિટિવ રિઝલ્ટ, શેરના ભાવમાં આવ્યો ઉછાળો
કેડિલા હેલ્થકેરે શેર બજારને જણાવ્યું કે, મેક્સિકોમાં કોવિડની સારવારમાં ડેસીડુસ્ટેટના બીજા તબક્કાનું પરીક્ષણ સકારાત્મક રહ્યું છે.
અમદાવાદઃ દવા કંપની ઝાયડસ કેડિલાએ સોમવારે કહ્યું કે, મેક્સિકોમાં કોવિડ-19 દર્દીઓ તેની દવા ડેસીડુસ્ટેટના બીજા તબક્કાનું પરીક્ષણ સકારાત્મક રહ્યું છે. ઝાયડસ કેડિલાને જૂન 2020માં મેક્સિકોમાં કોવિડ-19ની સંભવિત સારવારની દવા ડેસીડુસ્ટેટના પરીક્ષણની મંજૂરી મળી હતી.
કેડિલા હેલ્થકેરે શેર બજારને જણાવ્યું કે, કોવિડની સારવારમાં ડેસીડુસ્ટેટના બીજા તબક્કાનું પરીક્ષણ સકારાત્મક રહ્યું છે. કંપનીએ જણાવ્યું કે, આ દવાના ઉપયોગથી રક્તકણના નિર્માણમાં વધારો થયો છે અને ઓક્સિજન સ્તરમાં પણ સુધારો થયો છે. જેના કારણે કંપનીની શેરમાં 34 રૂપિયાનો ઉછાળો આવ્યો હતો અને 1969.70ની સપાટી પર પહોંચ્યો હતો.
દેશમાં કોરોના સંક્રમણની સંખ્યામાં સતત ઘટાડો થયઈ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 13,203 કેસ નોંધાયા હતા અને 131 લોકોના મોત થયા હતા. દેશમાં કોરોના કેસની કુલ સંખ્યા 1,06,67,736 પર પહોંચી છે. એક્ટિવ કેસ 1,84,182 છે અને 1,03,30,084 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. કોરોનાથી કુલ મૃત્યુઆંક 1,53,470 છે.
દેશમાં અત્યાર સુધીમાં 16,15,504 લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચુકી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
આઈપીએલ
રાજકોટ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion