શોધખોળ કરો
Advertisement
Navratri 2020: 17 ઓક્ટોબરથી શરૂ થશે નવરાત્રી, જાણો ક્યા દિવસે ક્યા માતાજીની પૂજા થશે
નવરાત્રીના સાતમાં દિવસે કલા અને જ્ઞાનની દેવીની પૂજા કરવામાં આવે છે.
Navratri 2020: નવરાત્રીની શરૂઆત થવાઈ જઈ રહી છે. પંચાંગ અનુસાર 17 ઓક્ટોબર 2020થી આસો નવરાત્રીની શરૂઆત થવા જઈ રહી છે. આ નવરાત્રીનું વિશેષ મહત્ત્વ હોય છે. આ જ કારણે આ નવરાત્રીની લોકો રાહ જોતા હોય છે.
નવરાત્રીનો પર્વ 9 દિવસ સુધી મનાવવામાં આવે છે. દરરોજ અલગ અલગ માતા એટલે કે દેવીને સમર્પિત છે. એવું કહેવાય છે કે, નવરાત્રીના પ્રથમ ત્રણ દિવસમાં મા દુર્દાની ઉર્જા અને શક્તિની પૂજા કરવામાં આવે છે. ચોથા, પાંચમાં અને છઠ્ઠા નોરતે લક્ષ્મીજી અને જીવમાં શાંતિ આપનાર દેવીની પૂજા કરવામાં આવે છે. નવરાત્રીના સાતમાં દિવસે કલા અને જ્ઞાનની દેવીની પૂજા કરવામાં આવે છે. આઠમના દિવસે માત મહાગૌરીની પૂજા કરવામાં આવે છે અને અંતિમ દિવસ એટલે કે નોમના દિવસે માં સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે.
પ્રથમ દિવસે માં શૈલપુત્રી અને અંતિમ દિવસમાં માં સિદ્ધિદાત્રીની પૂજા થશે
1- માં શૈલપુત્રીઃ પ્રથમ દિવસ એટલે કે 17 ઓક્ટોબર 2020ના પ્રથમ નોરતે ઘટસ્થાપના અને માં શૈલપુત્રીની પૂજા કરવામાં આવશે.
2- માં બ્રહ્મચારિણીઃ બીજા નોરતે એટલે કે 18 ઓક્ટોબરે માં બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવશે.
3- માં ચંદ્રઘંટાઃ પંચાંગ અનુસાર ત્રીજા નોરતે એટલે કે 19 ઓક્ટોબર 2020ના રોજ માં ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવશે. આ દિવસે સોમવારે છે.
4- માં કુષ્માંડાઃ 20 ઓક્ટોબર 2020 ને ચોથા નોરતે માં કુષ્માંડાની પૂજા કરવામાં આવશે.
5- માં સ્કંદમાતાઃ પાંચમાં નોરતે એટલે કે 21 ઓક્ટોબર 2020 ને બુધારે માં સ્કંદમાતાની પૂજા કરવામાં આવશે.
6- માંત કાત્યાયનીઃ પંચાંગ અનુસાર છઠ્ઠા નોરતે એટલે કે 22 ઓક્ટોબર 2020ના રોજ માંતા કાત્યાયનીની પૂજા કરવામાં આવશે. આ દિવસે ગુરુવારે છે.
7- માં કાલરાત્રિઃ સાતમાં નોરતે એટલે કે 23 ઓક્ટોબર 2020ના રોજ માંત કાલરાત્રિની પૂજા કરવામાં આવશે. એ દિવસે શુક્રવાર છે.
8- માં મહાગૌરીઃ પંચાંગ અનુસાર 24 ઓક્ટોબર 2020 ને આઠમા નોરતે માં મહાગૌરની પૂજા કરવામાં આવશે.
9- માં સિદ્ધિદાત્રીઃ 25 ઓક્ટોબર 2020ના દિવસે રવિવારે પંચાંગ અનુસાર નોમ છે. આ દિવસે માં સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવશે. આ દિવસે મહા અષ્ટમી અને મહા નવમી પૂજાના નામથી પણ ઓળખાય છે.
માં દુર્ગા વિસર્જન
પંચાંગ અનુસાર દશમના દિવસે એટલે કે 26 ઓક્ટોબર 2020ના દિવસે માં દુર્ગાનું વિસર્જન કરવામાં આવશે. આ દિવસે દશેરા પણ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
આરોગ્ય
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion