Rajkot News : રાજકોટના જેતપુરમાં ગેસ સિલિન્ડર માટે લાગી લાઈન
ઇરાન ઇઝરાયલ અને યુએસનું યુદ્ધ હવે ગેસ અને તેલની અછતને વધારી રહ્યું છે. સૌથી મોટી સમસ્યા એલપીજી પુરવઠાની છે. લોકોને ઘરેલુ અને કોમર્શિયલ સિલિન્ડર મેળવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ગેસ બુકિંગમાં ભારે વિલંબનો લોકો સામનો કરી રહ્યાં છે અને કાળાબજાર પણ શરૂ થઈ ગયું છે. ઘણા લોકો તો સિલિન્ડર ખરીદવા માટે ચાર ગણા ભાવ ચૂકવી રહ્યાં છે. ગેસની અછતને કારણે, ઘણા રેસ્ટોરાં અને ફૂડ સ્ટોર્સ બંધ થઈ ગયા છે. ક્રૂડ ઓઇલની અછતથી પણ ચિંતા વધી છે, જેના કારણે ઘણી એરલાઇન્સ દ્વારા હવાઈ ભાડામાં વધારો કરવામાં આવ્યો છે.
અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધથી હવે ગેસ અને તેલની અછત વધી રહી છે. ઓનલાઈન બુકિંગમાં ભારે વિલંબને લીધે ગ્રાહકો ગેસ એજન્સી પર લાઈન લગાવવા મજબુર બન્યા છે. વીડિયોના આ દ્રશ્યો જેતપુરના છે.. જ્યાં સવારના સાત વાગ્યાથી ગ્રાહકો ગેસ સિલિન્ડર માટે લાઈન લગાવતા જોવા મળી રહ્યા છે.. લાઈનમાં ઉભા હોવા છતા ગેસ સિલિન્ડર ન મળતા હોવાનો ગ્રાહકોનો આરોપ ચે.. તો બીજી તરફ ગેસ સિલિન્ડર પૂરતા પ્રમાણમાં હોવાનો અને ઓનલાઈન બુકિંગ ન થતુ હોવાથી ગ્રાહકો એજન્સીની ઓફિસ પહોંચ્યા હોવાનો સંચાલકો દાવો કરી રહ્યા છે.





















