Pushya Nakshtra : આજે સંકટ ચતુર્થી અને પુષ્યનક્ષત્રનો શુભ સંયોગ, હોવાથી આર્થિક તંગીને દૂર કરવા માટે સિદ્ધ પ્રયોગ કરો, અચૂક મળશે સફળતા
December 2021, Pushya Nakshtra : પંચાગ અનુસાર 22 ડિસેમ્બર 2021ના દિવસે આ શુભ કાર્ય કરવા માટે ઉત્તમ યોગ બનાવી રહ્યો છે.
December 2021, Pushya Nakshtra : પંચાગ અનુસાર 22 ડિસેમ્બર 2021ના દિવસે આ શુભ કાર્ય કરવા માટે ઉત્તમ યોગ બનાવી રહ્યો છે.22 ડિસેમ્બર 2021 બુધવારે પોષ માસની કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિ છે. આ દિવસે પુષ્યનક્ષત્રનો યોગ બની રહ્યો છે. શાસ્ત્ર અનુસાર બધા જ નક્ષત્રમાં પુષ્યનક્ષત્રને શ્રેષ્ઠ નક્ષત્ર માનવામાં આવે છે. આ નક્ષત્રને બધા જ શુબ કાર્ય કરવા માટે શુભ મનાય છે. આ સમયે સોનું-ચાંદી, વાહન, આભૂષણ વગેરેની ખરીદી કરી શકાય છે. આ વસ્તુની ખરીદી માટે બુધવારનો દિવસ શ્રેષ્ઠ છે.
પુષ્યનક્ષત્ર મુહૂર્ત
પંચાગ અનુસાર પુષ્ય નક્ષત્રનો આરંભ 21 ડિસેમ્બર 2021, મંગળવાર રાત્રે 10 વાગ્યાના 25 મિનિટથી થયો. જેનું સમાપન 23 ડિસેમ્બર 2021, ગુરૂવારે 12 કલાકને 45 મિનિટે થશે,.
સંકટ ચતુર્થી2021
22 ડિસેમ્બરે ચતુર્થી તિથિ છે. આ તિથિને સંકષ્ટી ચતુર્થી પણ કહેવાય છે. આ દિવસ ગણેશજીને સમર્પિત છે. આજના દિવસે ગણપતિની વિશેષ પૂજા કરવામાં આવે છે. આ વર્ષ 2021ની અંતિમ સંકષ્ટી ચતુર્થી છે. વિશેષ વાત તો એ છે કે, આ વર્ષ 2021ની અંતિમ સંકષ્ટી છે. ગણેશ ચતુર્થી અને બધુવારનો સંયોગ પણ વિશેષ મનાય છે કારણ કે બુધવાર ગણેશજીનો વાર છે. બુધવાર ગણેશજીને સમર્પિત છે. ગણેશજી જે દરેક દેવતામાં પ્રથમ મનાય છે. ગણેશ ચતુર્થીની સાથે પુષ્યનક્ષત્ર હોવાથી આજના દિવસના આ શુભ સંયોગના કારણે મહત્વ વધી જાય છે.
પુષ્ય નક્ષત્રનું મહત્વ
- પુષ્ય નક્ષત્રના દિવસે સોનાના આભૂષણની ખરીદીથી સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે.
- પુષ્યનક્ષત્રના દિવસે વાહન, જમીન, મકાનની ખરીદી શુભ મનાય છે
- પુષ્ય નક્ષત્રના દિવસે દક્ષિણાવર્તી શંખને આપની દુકાન કે ઓફિસમાં મૂકવાથી વ્યાપારમાં વૃદ્ધિ થાય છે.
- પુષ્ય નક્ષત્રના દિવસે ચાંદીની એક ચોકોરનો ટુકડો ખરીદીને તેનું પૂજન કરવાથી આર્થિક સંકટ દૂર થાય છે.
- પુષ્ય નક્ષત્રના દિવસે વિષ્ણુ ભગવાનની સાથે માતા લક્ષ્મીની પૂજા અને શ્રીયંત્રકની ખરીદીથી સમૃદ્ધી આવે છે.
- પુષ્યનક્ષત્રના દિવસે બાળકને શાળા પ્રવેશ કરાવવો શુભ મનાય છે તેમજ આજના દિવસ બાળકને વિદ્યારંભ સંસ્કાર પણ કરાવી શકાય છે.
- પુષ્ય નક્ષત્રના દિવસે નવા વેપારની શરૂઆત કરવી શ્રેષ્ઠ મનાય છે.
- પુષ્યનક્ષત્રનો દિવસ મંત્ર તંત્રની સિદ્ધિ માટે પણ શ્રેષ્ઠ મનાય છે.
- પુષ્યનક્ષત્રના દિવસે ગાયને ગોળ ખવડાવવાથી પણ આર્થિક લાભ થાય છે.