BSNLના આ ગ્રાહકો મફતમાં જોઇ શકશે લાઇવ ટીવી અને OTT પ્લેટફોર્મ્સ
સરકારી ટેલિકોમ કંપની ભારતીય સંચાર નિગમ લિમિટેડ (BSNL) ગ્રાહકોને આકર્ષવા માટે નવી ઓફર્સ લાવી રહી છે
સરકારી ટેલિકોમ કંપની ભારતીય સંચાર નિગમ લિમિટેડ (BSNL) ગ્રાહકોને આકર્ષવા માટે નવી ઓફર્સ લાવી રહી છે. હવે કંપની તેના ગ્રાહકોને OTT પ્લેટફોર્મ અને નેટફ્લિક્સ, અમેઝોન પ્રાઇમ જેવી ટીવી ચેનલો જોવાનો લાભ મફતમાં આપવા જઈ રહી છે. આ બેનેફિટ કંપનીના ફાઈબર આધારિત બ્રોડબેન્ડ કનેક્શન લેનારા ગ્રાહકોને મળશે. આ હેઠળ તેમને કોઈપણ ખર્ચ વિના કનેક્શન સાથે ઈન્ટ્રાનેટ ટીવી સેવા આપવામાં આવશે. બિહારમાં ટૂંક સમયમાં આ સેવા શરૂ થવા જઈ રહી છે.
આ ગ્રાહકોને લાભ મળશે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, BSNLના ફાઈબર ટુ ધ હોમ (FTTH) નેટવર્કનો ઉપયોગ કરનારા ગ્રાહકો આ સેવાનો લાભ લઈ શકશે. તેમને ઈન્ટ્રાનેટ ફાઈબર લાઈવ ટીવીની સુવિધા મફતમાં મળશે. આમાં કંપની OTT પ્લેટફોર્મ અને ટીવી ચેનલો જોવાની સુવિધા આપે છે. આ સેવા સૌથી પહેલા ગયા, મુઝફ્ફરપુર, ભાગલપુર, પટના અને દરભંગામાં શરૂ થશે. ધીમે ધીમે રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ તેની શરૂઆત કરવામાં આવશે.
તમે મફતમાં OTT પ્લેટફોર્મ જોઈ શકશો
BSNLની આ સર્વિસમાં ગ્રાહકો કોઈપણ વધારાના પૈસા ચૂકવ્યા વિના OTT અને ટીવી ચેનલો જોઈ શકશે. આમાં Netflix અને Disney Hotstar વગેરેનો પણ સમાવેશ થશે. આ સિવાય તેમને આ પ્લાનમાં ગેમિંગ ચેનલ્સ પણ મળશે. આ સુવિધા માત્ર સ્માર્ટ ટીવી પર જ મેળવી શકાશે. આમાં યુઝરને ડેટાની ચિંતા કરવાની જરૂર રહેશે નહીં.
આ ઓફર આ રાજ્યોમાં પણ ચાલી રહી છે
BSNLની આ ઓફર મધ્યપ્રદેશ, તમિલનાડુ અને પંજાબ જેવા રાજ્યોના ઘણા શહેરોમાં પહેલાથી જ ચાલી રહી છે. આ ઓફરની સૌથી ખાસ વાત એ છે કે તેના ફાયદા દરેક FTTH પ્લાન પર ઉપલબ્ધ છે. BSNL હાલમાં આ સેવાની ટ્રાયલ કરી રહી છે અને તે દેશમાં તેની પ્રકારની પ્રથમ સેવા છે. કંપનીનું કહેવું છે કે આમાં ગ્રાહકોને કોઈપણ વિલંબ કે બફરિંગ વિના લાઈવ સ્ટ્રીમિંગ મળી રહ્યું છે. તે સંપૂર્ણપણે BSNL નેટવર્ક પર કામ કરે છે.
TV જોનારાઓને ચૂકવવા પડશે વધુ રૂપિયા, એક ફેબ્રુઆરીથી આટલી વધી જશે કિંમત