શોધખોળ કરો

Rahu Ketu Gochar 2025: રાહુ કેતુના ગોચરથી આ 3 રાશિને થશે સૌથી વધુ લાભ, જાણો 12 રાશિ પર શું થશે અસર

Rahu Ketu Gochar 2025: 18 મેએ રાહુનું કુંભમાં અને કેતુનું સિંહમાં ગોચર કેટલીક રાશિ માટે અતિ શુભ નિવડશે, જાણીએ જ્યોતિષાચાર્ય ડો ઋતેષ આર શાહ પાસેથી 12 રાશિ પર રાહુના ગોચરની અસર

Rahu Ketu Gochar 2025:18 મેથી રાહુનું પરિભ્રમણ કુંભ રાશિમાં રવિવારે શરૂ થયું હતું. આ પરિભ્રમણ દરમિયાન કુંભ રાશિનો રાહુ બારે રાશિમાં શું અસર કરશે એની વિસ્તૃત જાણકારી લેતા પહેલા રાહુની ખાસ જાણકારી લઇને કે, રાહુ શું છે અને તેની વિશેષતા શું છે? રાહુ એ છાયા ગ્રહ છે, રાહુ શેડો છે, રાહુ મનુષ્યના જીવનમાં અમૂલ્ય પરિવર્તન લાવેલ છે, રાહુલ રંકમાંથી રાજા બનાવે છે અને રાજામાંથી રંક બનાવવાની તાકાત ધરાવે છે, રાહુ કોઈની પકડમાં આવતો નથી રાહુનુ સમાજ ઉપર અને દરેક ઉપર વ્યક્તિગત રીતે બહુ મોટો પ્રભાવ પાડે છે. આ રાહુની ખાસિયત એ છે કે. રાહુ ગયા જન્મના સંચિત કર્મોનો હિસાબ ગોચરના પરિભ્રમણ દરમિયાન આપે છે. રાહુ અચાનક ઊંચાઈ પર લઈ જાય છે અને રાહુ અચાનક ઊંચાઈ ઉપરથી નીચે ફેંકી પણ  દે છે આ રાહુ જ્યારે આટલો બધો મહત્વનો છે અને તે  જુદી જુદી રાશિઓમાં પરિભ્રમણ કરે છે. જેની બધી અસર રાશિ પર અસર થાય છે. આ ફળ કથન આપણે ચંદ્ર રાશિ પરથી કરી રહ્યા છીએ. ગોચરમાં રાહુનું પરિભ્રમણ ચંદ્ર રાશિ ઉપરથી બહુ જ મહત્વનું સાબિત થાય છે, શનિ પનોતી પણ આપણે સામાન્ય રીતે ચંદ્ર રાશિ ઉપરથી નક્કી કરીએ છીએ રાહુનું એક રાશિમાં ભ્રમણ આશરે દોઢ વર્ષ જેટલું હોય છે રાહુને બારે રાશિ પૂર્ણ કરતા 18 વર્ષ થાય છે એટલે કે, આ વખતે રાહુ આપની રાશિમાં દોઢ વષૅ માટે  પ્રવેશ કરે છે એ રાહુ ફરીથી 18 વર્ષ પછી એ રાશિમાં આવે છે.

મેષ  રાશિ(અ,લ,ઇ)

જે જાતકનું નામ મેષ રાશિ ઉપરથી આવે છે, તે લોકો માટે 18 -5 -2025થી કુંભ રાશિના રાહુનું ભ્રમણ સર્વશ્રેષ્ઠ ફળ આપનારું બની રહેશે, કુંભ રાશિનો રાહુ આ રાશિ વાળા વ્યક્તિઓ માટે રાહુ 11માંસ્થાનથી પસાર થાય છે. રાહુનું ભ્રમણ આ તમામ રાશિના લોકો માટે સોનેપે સુહાગા જેવું સાબિત થશે. તમામ રૂકાવટ દૂર થશે આ રાહુ તમને ખોબે ખોબે આપશે તમારી આવકના સ્તોત્ર વધશે આકસ્મિક લાભ થવાની શક્યતાઓ પ્રબળ છે

ટૂંકમાં રાહુનું 18મેથી થતું દોઢ વર્ષ માટેનું પરિભ્રમણ તમારા માટે તમામ પ્રકારે શ્રેષ્ઠ ફળ આપનારું બની રહેશે તમારે એક જ સૂત્ર યાદ રાખવું “થિંક પોઝિટિવ થાય પોઝિટિવ”

વૃષભ રાશિ (બ, , ઉ)

આ રાશિના જાતકો માટે રાહુનું કુંભ રાશિમાં થનારું ભ્રમણ 10માં સ્થાનમાંથી પસાર  થશે. આ ભ્રમણ વૃષભ રાશિના જાતકો માટે “ઓલ ઇઝ વેલ “ જેવું છે, આ સ્થાનમાં રાહુ યશમાન પ્રતિષ્ઠા આપનારું અને કેરિયર તેમજ પબ્લિક ઈમેજમાં ચાર ચાંદ લગાવનાર બની રહેશે. પ્રોફેશનલ લાઇફમાં  ખૂબ જ યાદગાર બની રહેશે માટે વૃષભ રાશિના જાતકો માટે 18 મેથી  કલ્પના પણ ન કરી હોય એટલો સરસ સમય આવી રહ્યો છે. તમારા પ્લાન તમારુ ગોલ સેટિંગ તમારી મહત્વકાંક્ષાઓ તમારી રિલેશનશિપ , પ્રમોશન ,હાયર સેલેરી ,પદ પ્રાપ્તિ ,ઉચ્ચ પદ , ટ્રાન્સફર , ઘણું જ મોટું કામ સંપન્ન  થશે. આ ગાળામાં તમામ કાર્યો ખૂબ જ યસેસ્વી રીતે પૂર્ણ થાય એવા યોગો બની રહ્યા છે વિદેશ યાત્રાનો યોગ બની રહ્યો છે  જે લોકો બિઝનેસ સાથે સંકળાયેલા છે એમના માટે પણ આ શ્રેષ્ઠ સમય છે ધંધામાં ખૂબ ફાયદો થાય બિઝનેસનો વિસ્તાર કરવાનો આ  શ્રેષ્ઠ સમયગાળો છે, ટૂંકમાં નામ દામ યશ પ્રતિષ્ઠા માનસન્માન માટેનો આ શ્રેષ્ઠ સમય કહી શકાય,એક જ વાક્ય  યાદ રાખવું “વોટ યુ થિંક  ધેટ યુ બી કમ”

મિથુન રાશિ (ક,,ધ)

18 મેથી  કુંભ રાશિમાં રાહુનું ભ્રમણ મિથુન રાશિમાં નવમા સ્થાન માંથી પસાર થશે. આ સ્થાનમાં રાહુનું ભ્રમણ ખાસ કરીને  ભાગ્ય મા રુકાવટ આપશે, સખત મહેનત કરાવશે ,પિતા જોડે વાદ વિવાદની શક્યતા રહેલી છે, તમને માનસિક તણાવ આપશે ,દોડધામ કરાવશે ધાર્મિક યાત્રા અને વિદેશ યાત્રાના પણ યોગનું સર્જન કરશે તેનું “ટુબી ઓર નોટ ટુબી “  જેવી સ્થિતિનું સર્જન કરશે, તમને નર્વસ કરશે હતાશ સ્થિતિનું સર્જન કરશે ઘણી વખત તમારી વાતનું અર્થઘટન  થશે એનો ખોટો મતલબ પણ નીકળી શકે છે આ સાથે એ મહત્વનું છે કે આ રાહુ કુટુંબિક અશાંતિનું સર્જન કરે એવી પણ શક્યતા રહેલી છે તેમ છતાં જ્યોતિષશાસ્ત્રમાં તમામ પૌરાણિક ગ્રંથોમાં રાહુને ત્રિકોણસ્થાનમાં ખૂબ મહત્વનો ગણાવ્યો છે આર્થિક સ્થિતિ માટે આ રાહુ ઘણું મહત્વનું ધરાવે છે ,પદ ઉન્નતી આપી  શકે છે. ટૂંકમાં તમારે એક જ સૂત્ર યાદ રાખવું કે,કોઈપણ સંજોગોમાં “શાંત સ્વસ્થ અને પ્રસન્ન માનસિક પરિસ્થિતિ“ જાળવી રાખવી

કર્ક રાશિ (ડ હ)

કર્ક રાશિના જાતકો માટે કુંભ રાશિના રાહુનું ભ્રમણ 18મેથીથી દોઢ વર્ષ માટે આઠમા સ્થાનેથી પસાર થશે આ સ્થાનમાં રાહુનું ભ્રમણ આ રાશિના જાતકોની ધીરજ સહનશક્તિ સંયમ અને સ્વસ્થતાની  પૂરી રીતે કસોટી કરશે, તમારામાં ધીરજ ખૂટી જાય એવા સંજોગોનું નિર્માણ થશે, તમે કોઈપણ સંજોગોમાં આવેશમાં આવીને ખોટા નિર્ણયો લઈ શકો એવી શક્યતાનું સર્જન થાય કારણ વગર ગુસ્સો આવે ગુસ્સામાં સંબંધો બગડે વાદવિવાદ થાય એવી સ્થિતિનું પણ સર્જન થઈ શકે આ પરિસ્થિતિમાં અસંખ્ય તણાવો અને પારિવારિક સંબંધોમાં પણ તણાવ સર્જાવાની શક્યતા છે આઠમાં સ્થાનમાં રાહુ આકસ્મિક ઘટનાનું સર્જન કરે છે ,આર્થિક રીતે અકસ્મિક સમસ્યાનું સર્જન કરી શકે છે, વાહન ખૂબ સાચવીને ચલાવવું ઇન્ફેક્શન ,એલર્જી ,ઝેરી જીવજંતુઓ , અકસ્માત, એકસીડન્ટ વગેરે બાબતમાં ખૂબ કાળજી રાખવી તાત્કાલિક અને ત્વરિત કોઈપણ નિર્ણય લેવો નહીં નિરર્થક દોડધામ કોઈ પણ ભોગે કરવી નહીં નિરર્થકવાદ વિવાદમાં પડવું નહીં પારિવારિક સુખ શાંતિ જાળવાઈ રહે તેવા પ્રયત્નો કરવા તમારી નીચેનું એક જ સૂત્ર યાદ રાખવું. કોઈપણ સંજોગોમાં “ધીરજ ,સહનશક્તિ ,સંયમ અને  સ્વસ્થતા “ગમે તે સ્થિતિમાં જાળવી રાખવા

સિંહ રાશિ (મ,ટ)

સિંહ રાશિના વ્યક્તિઓ માટે કુંભ રાશિના રાહુનું દોઢ વર્ષ માટે સાતમા સ્થાનમાંથી પસાર થશે આ કેન્દ્રસ્થાન છે, આ સ્થાનમાં રાહુનું ભ્રમણ નવી શરૂઆત કરશે પાર્ટનરશિપના સંબંધોમાં નવી શરૂઆત બિઝનેસના સંબંધોમાં નવી શરૂઆત તમારા વિદેશના ધંધાના સંદર્ભમાં નવી શરૂઆત નવી રિલેશનશિપ તમારી સોશિયલ પેસ્ટિઝમાં વધારો થાય તેવું નવું વાતાવરણ સર્જશે,  નવી જગ્યા નવા લોકો સાથે મુલાકાત થઈ નવી વાટાઘાટ થઇ શકે છે. વિદેશ સંલગ્ન ધંધાથી ફાયદો થશે. તમને ફોરેન ટ્રાવેલ્સથી ખૂબ જ ફાયદો થશે. તમારે માત્ર એક જ કાળજી રાખવાની છે. પાટનરશિપના સંદર્ભમાં કોઈ સંદેહ ઉભો ના થાય કોઈ ગલત વ્યક્તિ સાથે જોડાવાનું ન થાય તેમ જ કોઈ ભ્રમ ઉભો ન થાય એ બાબતમાં કાળજી રાખવાની છે, તમારી શંકા કારણ વગર વધે નહીં તે સાવધાની રાખવી એક જ સૂત્ર યાદ રાખવું  “લેટ ગો”

કન્યા રાશિ (પ,,ણ)

કન્યા રાશિ માટે 18 5 2025 થી દોઢ વર્ષ માટે રાહુનું આ  ભ્રમણ છઠ્ઠા સ્થાનમાંથી પસાર થશે રાહુનું  આ પરિભ્રમણ આ રાશિ વાળા જાતકો માટે શ્રેષ્ઠ ફળ આપનાર  નિવડશે. શત્રતા   દૂર કરવાનો ,શત્રુને જીતવા માટેનો આ  સમય છે. કોર્ટ કચેરીના તમામ કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય અથવા તમામ કેસોનો નિકાલ આવે તેવો સમય છે.  જમીન પ્રોપર્ટી લેવા માટે આ સારો સમય છે. વિદેશ યાત્રા માટેના યોગ છે. સ્માર્ટ વર્ક કરવાથી ખૂબ ફાયદો થશે. તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય, ઇચ્છાઓ પૂર્તિ માટે આ સમય ઘણો સારો સમય છે. પ્રમોશન મળે એવા સુંદર યોગનું રાહુ સર્જન કરે છે તમને કોઈ પણ વાતને બહુ સારી રીતે તોડી મટોળીને રજૂ કરી શકશો. તમારા શત્રુને તમારી વાતોથી હંફાવી શકશો. તમે તમારા શત્રુને પણ મિત્ર બનાવી શકશો. ચેરીટી કરવાથી ખૂબ ફાયદો થાય કોઈની પણ સ્વાર્થ વગર જરૂરિયાતમંદોની સેવા કરવાથી ખૂબ ફાયદો થશે એક જ સૂત્ર યાદ રાખવું “ઓલ ઇઝ વેલ “

તુલા રાશિ (ર,ત)

તુલા રાશિના જાતકો માટે 18 5 2025 થી  દોઢ વર્ષ માટે કુંભ રાશિના રાહુનું  ભ્રમણ પાંચમા સ્થાનમાંથી થશે  આ ત્રિકોણ સ્થાન છે. આ સ્થાન રાહુ માટે બળવાન બને છે. આ સ્થાનમાં રાહુ આધ્યાત્મિકતા તરફ  અને મંત્ર સાધના માટે આ દોઢ વર્ષનું પરિભ્રમણ ખૂબ સારું છે. આ સ્થાન ગયા જન્મના સંચિત કર્મો સાથે સંકળાયેલું સ્થાન છે. ગયા જન્મના સંચિત કર્મોનું ફળ આ જન્મમાં આપવા માટે રાહુ પોતે પ્રખ્યાત છે. આ ગાળા દરમિયાન શેર -શટ્ટા , લોટરીથી અચાનક લાભ થાય, સંતાન પ્રાપ્તિ માટે કુંભનો રાહુ શ્રેષ્ઠ છે. પ્રેમ સંબંધ લવ રિલેશનશિપમાં થોડી સાવધાની રાખવી. આ સ્થાન સંબંધી રાહુ મિશ્ર ફળ આપશે. સોશિયલ મીડિયા માટે આ રાહુ બેસ્ટ છે. રાહુ આ સ્થિતિમાં ઘણો એક્ટિવેટ બને છે પરંતુ રાહુની ખાસિયત એ છે કે, તે ભ્રમ , સંદેહ અને  વહેમ ઉત્પન્ન કરે છે,  મનને વિચલિત કરે છે. જે વિદ્યાર્થીઓ અભ્યાસ સાથે સંલગ્ન હોય તેમને પૂરેપૂરી એકાગ્રતા જાળવી રાખવી અને મનને વિચલિત થવા દેવુ નહીં બાકી રાહુ તમારી અંદરની ક્રિએટિવિટીને બહાર કાઢવા માટે આ  દોઢ વર્ષે તમને ખૂબ સહાય કરશે આ દોઢ વર્ષમાં તમારી ક્રિએટિવિટી સંપૂર્ણપણે બહાર આવશે અને તમને આગળ વધવામાં મદદગાર થશે તમારે એક જ સૂત્ર યાદ રાખવું “” હેન્ડલ ધ સ્ટ્રેસ હેન્ડલ ધ સક્સેસ  “

વૃશ્ચિક રાશિ (ન,ય)

વૃશ્ચિક રાશિના જાતકો માટે તારીખ 18 મેથી દોઢ વર્ષ માટે કુંભ રાશિનું પરિભ્રમણ તેમની કુંડળીમાં ચોથા સ્થાનમાંથી પસાર થાય છે. રાહુ કેન્દ્ર સ્થાનમાં હંમેશા શ્રેષ્ઠ ફળ આપે છે. ખાસ કરીને પ્રોપર્ટીના સંદર્ભમાં ઘણું સારું  ફળ આપશે. રાહુ તમારું મકાન વેચવા માટે મકાન લેવા માટે ,નવી પ્રોપર્ટી લેવા માટે ,નવું ઘર લેવા માટે આ સમય  ઘણી બધી રીતે અનુકૂળ છે, ટ્રાન્સફર માટેનો પણ અનુકૂળ સમય છે. વિદેશ યાત્રા માટેનો પણ અનુકૂળ સમય છે. આ સમયમાં તમે માતાની કે માતા તુલ્ય વ્યક્તિની સલાહ લો એ તમને ખૂબ જ મદદરૂપ થશે. રિયલ એસ્ટેટ ,નવું વાહન ,નવી પ્રોપર્ટી, કોઈપણ નવી  લકઝરી વસ્તુ લેવા માટે આ રાહુનો આ અનુકૂળ સમય છે. રાહુ ચોથા સ્થાનમાં અંતઃકરણમાં ઉચાટ - ઉદ્વેગ આપે છે. ધારેલું કરવા માટે તમને તલ પાપડ બનાવશે. તમને ઉશ્કેરાટ પણ આપશે. બહુ જલ્દીથી તમને કોઈ વસ્તુ કરવા માટે ઉતાવળા બનાવી દેશે. તમારી એક જ સૂત્ર યાદ રાખવું “”ગમે તે ઘટના બને પેટનું પાણી ન હલવું જોઇએ.

ધન રાશિ (ભ,ફ,ધ,ઢ)

ધન રાશિના જાતકો માટે કુંભ રાશિના રાહુનું આ  ભ્રમણ દોઢ વર્ષ માટે ત્રીજા સ્થાનમાંથી પસાર થાય છે આ સ્થાનમાં રાહુના  ભ્રમણને શ્રેષ્ઠ કહ્યું છે, આત્મવિશ્વાસમાં વધારો કરશે નેગેટિવિટી દૂર થશે. નવી જિંદગીના પ્રારંભની શરૂઆત થશે તમારા આત્મબળમાં વધારો થશે તમારી કોમ્યુનિકેશન સ્કીલમાં વધારો થશે નાની મોટી મુસાફરીના ઘણા બધા  યોગ બનશે. જો તમે સ્પોર્ટ સાથે સંકળાયેલા છો તો અનુકૂળ સમય છે. જે કોમ્પ્યુટરના  ક્ષેત્ર સાથે સંકળાયેલા છે તેમજ મીડિયા સાથે સંકળાયેલા છે, એ લોકો માટે આ સુંદર સમય છે નવા નવા આઈડિયા નવા નવા પ્લાન તમારા માટે નવી પ્રોડક્ટ લોન્ચ કરવા માટે આ સુંદર સમય છે આ સમયમાં તમને ખૂબ જ ફાયદો થશે. માર્કેટિંગમાં માટે આ સમય ખૂબ સારો છે. આ રાહુ તમને બહુ ઊંચા લઈ જશે. તમારી ઈચ્છા શક્તિ મજબૂત થશે. તમારી જિજ્ઞાસા વૃતિ વધશે.  આ આ સ્થાનમાં રાહુ ભ્રમણ ખાસ કરીને કુટુંબિક સંબંધોમાં કોઈ ભ્રમ કે સંદેહ પેદા ન કરે તેની વિશેષ કાળજી રાખવી. આ રાહુ તમારા આત્મવિશ્વાસમાં ગજબનો વધારો કરશે એટલે વધુ પડતા સેલ્ફ કોન્ફિડન્સમાં આવી તમારી જાતને કોઈ નુકસાન ન કરો. તમારે એક જ વસ્તુ યાદ રાખવુી “”ચેન્જ ઓફ ધ એક્ટિવિટી ને જ વિશ્રામ માનનારા મનુષ્ય  આ દુનિયા માં ધારેલી પ્રગતિ કરી શકે છે “”

મકર (ખ, જ)

મકર રાશિ માટે કુંભ રાશિના રાહુનું દોઢ વર્ષ માટે 18મેથી તમારા બીજા સ્થાનમાંથી પસાર થાય છે. રાહુનું ભ્રમણ આ સ્થાન માટે ખૂબ મહત્વનું સાબિત થનાર છે. તમારા વિચારોમાં ઘણું પરિવર્તન આવશે. તમારો અભિગમ કમ્ફર્ટ ઝોન તરફ જવાનો રહેશે તમે મટીરીયાલીસ્ટીક ચીજો તરફનો ક્રેસ વધતો જશે. ધન પ્રાપ્તિ માટે તમે  ધણા પ્રયાસ કરશો. જે લોકો સોશિયલ મીડિયા ,youtube સાથે જે સંકળાયેલા છે, તેમના માટે આ ખૂબ અનુકૂળ સમય છે. તમારું ફોકસ મની માઇન્ડર રહેશે. ફેમિલીની બાબતમાં તમારે વધારે પડતા પઝેસીવ બનો એવો આ સમય છે. ધંધા મકાન માટે લોન પણ તમને આસાનીથી પ્રાપ્ત થાય, એવા યોગનું સર્જન થશે, તમારે ખાસ કરીને બચત ઉપર ધ્યાન આપવું અને અપેક્ષા ઉપર કાબુ રાખવો ,વાણીની બાબતમાં ખાસ કાળજી રાખવી. તમે જે બોલો એની કંઇ ગેરસમજ ન થાય એ બાબતમાં ઘણી કાળજી રાખવી. એક જ સૂત્ર યાદ રાખવું  “”થીંક બીફોર યુ સ્પીક””

કુંભ રાશિ (ગ,શ,સ,ષ)

કુંભ રાશિના જાતકો માટે કુંભ રાશિના રાહુનું દોઢ વર્ષ માટે 18મેથી  આ ભ્રમણ લગ્ન સ્થાન ઉપરથી પસાર થશે. આ સ્થાન રાહુ માટે કેન્દ્રનું સ્થાન છે. આ સ્થાનમાં તમારું નામ ,તમારી નવી ઓળખ, ,પ્રતિષ્ઠા આપનારું સાબિત થશે. આ સ્થાનમાં રાહુ તમને ખાસ કરીને આઈ વોન્ટ ટુ ડુ ફોર માય સેલ્ફ , વાળો અભિગમ આપશે, સ્માર્ટ વર્ક તેમજ ક્રિએટિવિટીમાં વધારો કરશે ,આત્મવિશ્વાસમાં વધારો કરશે ,આ સ્થાનમાં રાહુ તમને એવા  ભ્રમમાં કાખશે કે, હું જે ધારું છું એવું થાય છે.ઈચ્છાપૂર્તિ માટે આ શ્રેષ્ઠ સમય છે. તમને દોડવા માટે પ્લાનિંગ કરવા માટે આ ખૂબ સારો સમય છે.  રાહુ આ સમયમાં તમને થોડા  અસંતૃષ્ઠ બનાવશે ,તમારા તેજ અને પ્રભાવમાં વધારો થશે. તમને સંઘર્ષ સાથે સફળતા મળશે ,તમારી સમજવાની શક્તિમાં વધારો કરશે. તમારે લાલચથી દૂર રહેવું જોઇએ. નવા સાહસ માટે આ અનુકૂળ પરિભ્રમણ છે.  ચંદ્ર ઉપર જ્યારે રાહુનું પરિભ્રમણ થાય ત્યારે માનસિક રીતે તેમને સંદેહ, ભ્રમણા , શંકા એવી સ્થિતિનું નિર્માણ થાય છે આ  સાથે સાથે રાહુનું ગોચર તમને યશમાન પ્રતિષ્ઠા પણ આપશે .

મીન રાશિ (દ,ચ,ઝ,થ)

મીન રાશિના જાતકો માટે 18મેથી દોઢ વર્ષ માટે રાહુનું ભ્રમણ બારમા સ્થાનમાંથી પસાર થશે. આ સ્થાનમાં રાહુનું પરિભ્રમણ ઘણું વિચાર માગી લે તેવું છે. આ સ્થાન ખાસ કરીને વિદેશ જવા માટે ,વિદેશ વસવાટ માટે ,વિદેશ ફરવા માટેનું શ્રેષ્ઠ સમય છે પરંતુ સાથે સાથે આ સ્થાનમાં  રાહુ વધુ પડતો ખર્ચ , ખોટી રીતે નાણાકીય વ્યય પણ કરાવશે ,આકસ્મિક ઘટના આકસ્મિક પરિવર્તનના યોગ છે.

અસ્થાનમાં રાહુ અણધારી આફત આપી શકે છે આ સ્થાનમાં  રાહુ હોય ત્યારે ખાસ કરીને ચેરીટીને  લગતું કાર્ય વૃદ્ધાશ્રમની સેવા ,અનાથ આશ્રમની સેવા કરવાથી ખૂબ ફાયદો થાય છે. આ સ્થાનમાં રાહુ દગો ફટકો વિશ્વાસઘાત ચીટીંગ જેવી બાબત આપી શકે છે. માટે આ બાબતમાં ખૂબ કાળજી રાખવી ઘણીવાર વધારે પડતી હિંમત વધારે પડતું સાહસ તમારું નુકસાન ના  કરી શકે છે. દાંપત્યજીવનમાં પારિવારિક  સંબંધોમાં નેગેટિવિટી આવવાની શક્યતા છે અણધારી જવાબદારી ,અણધાર્યા પરિવર્તન , અણધારી તકલીફ  આપવી એ  આ સ્થાનમાં રાહુની ખાસિયત છે. આ બધી બાબતમાં  ખાસ કાળજી રાખવી ઊંઘની તકલીફ ,ઈન્ફેક્શન હાડકાને લગતી સમસ્યા નાણાંનો પાણીની જેમ વ્યય થાય એવી શક્યતાઓ આ રાહુ આપી શકે છે, સમજો તો લાભ નહીંતર નુકસાન  એ વાત યાદ રાખવી, સેવા કાર્યમાં  મન ને જોડેલું રાખવું  ,આત્મખોજ ,આત્મવિકાસ ,માનસિક શાંતિ ,આધ્યાત્મિક શાંતિ વગેરે બાબત ઉપર પૂરેપૂરું ધ્યાન  આપવું કારણ વગરની શંકા,વહેમ વગેરેથી ખૂબ સાવધાની રાખવી તમારી એક જ સૂત્ર યાદ રાખવું “”નદીમાં પડવાથી કદી મૃત્યુ થતું નથી મૃત્યુ એટલા માટે થાય છે કે, પાણીમાં તરતા નથી આવડતું આ જ પ્રમાણે પરિસ્થિતિ ક્યારે પણ સમસ્યા નથી બનતી સમસ્યા એટલા માટે બને છે કે તમને સમસ્યા સામે લડતા નથી આવડતું “”

ખુબ જ મહત્વપૂર્ણ નોંધ

1- આ ફળ કથન ચંદ્રરાશિ ઉપરથી  માત્રને માત્ર રાહુના પરિભ્રમણ પર આધારિત છે. રાહુની ગુરુની જેમ ત્રણ દ્રષ્ટિ છે, પરંતુ ગોચરમાં રાહુનુંસ્થાન પરીભ્રમણ જ હંમેશા ખૂબ મહત્વનું સાબિત થાય છે

2-  આ સાથે કેતુ પણ દોઢ વર્ષ માટે  સિંહ રાશિમાં 18 મેથી ગોચર કરી રહ્યો છે એનું પરિભ્રમણ પણ એટલું જ મહત્ત્વનું પુરવાર થાય છે

3- આ સાથે ગુરુનું પણ તારીખ 14 મેથી   મિથુન રાશિમાં પરિભ્રમણ શરૂ થયું છે.ગુરુનું પરિભ્રમણ  ઉપરાંત ગુરુની પાંચમી સાતમી ને નવમી દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. અલગ અલગ રાશિમાં ગુરુની અલગ અલગ દ્રષ્ટિ અને ગુરુનું પરિભ્રમણ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે

4-આ સાથે જન્મ કુંડળીના ગ્રહો અને તેમની દ્રષ્ટિઓ પણ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે

5- આ સાથે તમારી કુંડળીમાં કયા ગ્રહની કઈ મહાદશા ચાલે છે? કઈ આંતર દશા ચાલે છે એ પણ એટલું જ મહત્વનું છે

6- વધુમાં 29 માર્ચ 2025 થી શનિનું મીન રાશિમાં પરિભ્રમણ થયું છે આ ભ્રમણ પણ અઢી વર્ષ માટે થનાર છે દરેક રાશિ માટે આ પરિભ્રમણ પણ ખૂબ જ મહત્વનો ભાગ ભજવશે વધુમાં શનિની ત્રીજી સાતમી અને દસમી દ્રષ્ટિ પણ એટલી જ મહત્વની છે, ટૂંકમાં આ ફળ કથન માત્રને માત્ર રાહુના આધારે છે. ટૂંકમાં આ 6 મુદ્દાનો  સમન્વય કરીને જ સચોટ ભવિષ્ય કથન કરી શકાય.

-જ્યોતિષાચાર્ય, ડો ઋતેષ આર શાહ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અરુણાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના: મજૂરોને લઈ જતો ટ્રક સેંકડો ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો, 22 લોકોના મોત
અરુણાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના: મજૂરોને લઈ જતો ટ્રક સેંકડો ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો, 22 લોકોના મોત
ચકચારી રાજકુમાર જાટના શંકાસ્પદ મોત મામલે મોટા સમાચાર! ગણેશ જાડેજાનો કરવામાં આવ્યો નાર્કો ટેસ્ટ
ચકચારી રાજકુમાર જાટના શંકાસ્પદ મોત મામલે મોટા સમાચાર! ગણેશ જાડેજાનો કરવામાં આવ્યો નાર્કો ટેસ્ટ
Indigo Flight: ઈન્ડિગોની મોટી જાહેરાત! જેમની ફ્લાઇટ રદ થઈ હશે તેમને મળશે 10 રુપિયા હજારનું વળતર
Indigo Flight: ઈન્ડિગોની મોટી જાહેરાત! જેમની ફ્લાઇટ રદ થઈ હશે તેમને મળશે 10 રુપિયા હજારનું વળતર
Goa nightclub fire: ગોવા અગ્નિકાંડ પર મોટા સમાચાર, ક્લબના માલિક લૂથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
Goa nightclub fire: ગોવા અગ્નિકાંડ પર મોટા સમાચાર, ક્લબના માલિક લૂથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અરુણાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના: મજૂરોને લઈ જતો ટ્રક સેંકડો ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો, 22 લોકોના મોત
અરુણાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના: મજૂરોને લઈ જતો ટ્રક સેંકડો ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો, 22 લોકોના મોત
ચકચારી રાજકુમાર જાટના શંકાસ્પદ મોત મામલે મોટા સમાચાર! ગણેશ જાડેજાનો કરવામાં આવ્યો નાર્કો ટેસ્ટ
ચકચારી રાજકુમાર જાટના શંકાસ્પદ મોત મામલે મોટા સમાચાર! ગણેશ જાડેજાનો કરવામાં આવ્યો નાર્કો ટેસ્ટ
Indigo Flight: ઈન્ડિગોની મોટી જાહેરાત! જેમની ફ્લાઇટ રદ થઈ હશે તેમને મળશે 10 રુપિયા હજારનું વળતર
Indigo Flight: ઈન્ડિગોની મોટી જાહેરાત! જેમની ફ્લાઇટ રદ થઈ હશે તેમને મળશે 10 રુપિયા હજારનું વળતર
Goa nightclub fire: ગોવા અગ્નિકાંડ પર મોટા સમાચાર, ક્લબના માલિક લૂથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
Goa nightclub fire: ગોવા અગ્નિકાંડ પર મોટા સમાચાર, ક્લબના માલિક લૂથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
ટ્રમ્પે લોન્ચ કર્યો 'ગોલ્ડ કાર્ડ' વિઝા પ્રોગ્રામ, અમેરિકન નાગરિકતા મેળવવા માટે આપવા પડશે 10 લાખ ડૉલર
ટ્રમ્પે લોન્ચ કર્યો 'ગોલ્ડ કાર્ડ' વિઝા પ્રોગ્રામ, અમેરિકન નાગરિકતા મેળવવા માટે આપવા પડશે 10 લાખ ડૉલર
IND vs SA 2nd T20I : ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે આજે બીજી ટી-20 મેચ, જાણો પ્લેઈંગ-11 અને લાઈવ સ્ટ્રીમિંગની ડિટેઈલ્સ
IND vs SA 2nd T20I : ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે આજે બીજી ટી-20 મેચ, જાણો પ્લેઈંગ-11 અને લાઈવ સ્ટ્રીમિંગની ડિટેઈલ્સ
Gandhinagar: રાજ્યમાં વધુ 11 તાલુકા વિકાસશીલ જાહેર,  વિકાસ કામો માટે મળશે ત્રણ કરોડની વાર્ષિક ગ્રાન્ટ 
Gandhinagar: રાજ્યમાં વધુ 11 તાલુકા વિકાસશીલ જાહેર,  વિકાસ કામો માટે મળશે ત્રણ કરોડની વાર્ષિક ગ્રાન્ટ 
ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, જખૌ નજીક 11 પાકિસ્તાની માછીમાર ઝડપાયા
ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, જખૌ નજીક 11 પાકિસ્તાની માછીમાર ઝડપાયા
Embed widget