(Source: ECI/ABP News/ABP Majha)
Rahu Gochar 2022: આવતા વર્ષ સુધી આ રાશિ પર રહેશે રાહુની કૃપા દષ્ટી, નોકરી, વ્યવસાયમાં મળશે અપાર સફળતા
Rahu Gochar 2022: જન્મકુંડળીમાં ગ્રહના રાશિ પરિવર્તનથી જીવન પર શુભ અને અશુભ પ્રભાવ પડે છે. રાહુના રાશિ પરિવર્તનને કારણે તેની કૃપા આ રાશિઓ પર 2023 સુધી બની રહેશે.
Rahu Rashi Parivartan 2022: જન્મકુંડળીમાં ગ્રહના રાશિ પરિવર્તનથી જીવન પર શુભ અને અશુભ પ્રભાવ પડે છે. રાહુના રાશિ પરિવર્તનને કારણે તેની કૃપા આ રાશિઓ પર 2023 સુધી બની રહેશે.
કુંડળીમાં ગ્રહોના રાશિ પરિવર્તનથી તમામ રાશિના જાતક પર શુભ અને અશુભ પ્રભાવ પડે છે. રાહુ ગ્રહના રાશિ પરિવર્તનને જ્યોતિષમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. રાહુ-કેતુની અશુભ અસરો, જેને છાયા ગ્રહો પણ કહેવાય છે, તે તમામ 12 રાશિઓ સાથે જોડાયેલા વ્યક્તિના જીવનમાં ઘણી અસર કરે છે. 12 એપ્રિલે રાહુનું રાશિ પરિવર્તન થયું છે. વિદેશ યાત્રા, મહામારી, રાજનીતિ વગેરેના કારક ગ્રહો માનવામાં આવે છે. રાહુ રાશિ પરિવર્તનની શુભ અસર આગામી વર્ષ (2023) સુધી આ 3 રાશિઓ પર જોવા મળશે.
મેષ રાશિ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મેષ રાશિના લોકો માટે રાહુનું ગોચર શુભ માનવામાં આવે છે. આ દરમિયાન તેમને ધનલાભ થઇ શકે છે. રાહુ મેષ રાશિના 11મા ભાવમાં ગોચર કરી રહ્યો છે. જેને સંપત્તિ વૃદ્ધિન ભાવ કહેવામાં આવે છે. આ રાશિના લોકોને વેપારમાં લાભ થશે. નોકરીમાં પ્રમોશન મળશે.
કર્ક રાશિ
રાહુનું આ રાશિ પરિવર્તન કર્ક રાશિના દસમા ભાવમાં થયું છે. જ્યોતિષમાં આ ઘરને કાર્યક્ષેત્ર અથવા નોકરીનું સ્થાન કહેવામાં આવે છે. તેથી, આ સમયે આ રાશિના લોકોને નવી નોકરીની ઓફર અથવા પ્રમોશન મળી શકે છે. વેપારીઓ કમાણી કરશે. નવો વ્યવસાય શરૂ કરવા માટે આ શ્રેષ્ઠ સમય છે.
મીન રાશિ
રાહુ મીન રાશિના બીજા ભાવમાં ગોચર કરી રહ્યો છે. જે પૈસા અને વાણીનું ઘર કહેવાય છે. આ રાશિના જાતકોને અચાનક ધન લાભ થઈ શકે છે. કરિયરમાં તમને સફળતા મળશે. શક્તિમાં વધારો થશે અને ગુપ્ત શત્રુઓનો નાશ થશે. રોકાણ માટે સમય સારો છે. આર્થિક લાભ થશે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABP અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.