શોધખોળ કરો
Advertisement
રાશિફળ 31 જાન્યુઆરીઃ આજે આ રાશિના જાતકો રહે સાવધાન, જાણો તમામ રાશિનું આજનું રાશિફળ
Today Horoscope: પંચાગ અનુસાર આજનો દિવસ શુભ છે. આજે પોષ વદ ત્રીજની તિથિ છે. આજે ચંદ્ર સિંહ રાશિમાં ગોચર કરી રહ્યો છે.
આજનું રાશિફળઃ પંચાગ અનુસાર આજનો દિવસ શુભ છે. આજે પોષ વદ ત્રીજની તિથિ છે. આજે ચંદ્ર સિંહ રાશિમાં ગોચર કરી રહ્યો છે. નક્ષત્ર પૂર્વા ફાલ્ગુની છે અને શોભન યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આજના દિવસે કેટલીક રાશિએ વિશેષ સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે.
મેષ (અ.લ.ઇ.) : આજના દિવસે બિનજરૂરી પ્રદર્શન કરવાથી બચજો. ગુસ્સામાં આવીને બિલકુલ ન કરતાં. લોકો સાથે તાલ મેલ વધારજો અને ખુદને સક્રિય રાખજો. પરિવારજનોનો સ્નેહ તમારા માટા ફાયદામંદ સાબિત થશે.
વૃષભ (બ.વ.ઉ.) : આજે વિપરિત પરિસ્થિતિમાં આક્રોશ વગર મૌન રહેવું વધારે લાભદાયક રહેશે. નોકરી સાથે જોડાયેલા લોકોએ હતાશાથી દૂર રહેવાની જરૂર છે. મોસાળ પક્ષમાંથી શોક સમાચાર મળવાની સંભાવના છે.
મિથુન (ક.છ.ઘ.) આજના દિવસે ખુશી વધશે. પરિવાર પ્રત્યે પોતાનું કર્તવ્ય બજાવવાથી પીછે હઢ ન કરતાં. દરેક જરૂરિયાતમંદની શક્ય હોય તેટલી મદદ કરવાનો પ્રયાસ કરો.
કર્ક (ડ.હ.) આજના દિવસે તમામ કામ તમારી અપેક્ષા મુજબ થઈ શકે છે. માનસિક રીતે ખુદને વર્કલોડ પ્રત્યે તૈયાર રાખજો. આડઅવળી વાતો કરતાં લોકો પ્રત્યે સજાગતાં રાખજો.
સિંહ (મ.ટ.) આજે કેટલાક લોકો ભટકાવવાનો પ્રયાસ કરી શકે છે. ભ્રમિત થયા વગર કામ પર ધ્યાન કેન્દ્રીત કરજો. તમામને સહયોગ આપજો.
કન્યા (પ.ઠ.ણ.) આજે તમારો વ્યવહાર બીજાને ઠેસ પહોંચાડી શકે છે. ક્રોધ આવે તો પણ વ્યવહારમાં કટુતા ન લાવતાં. જીવનસાથીનો સહયોગ મળશે. તેની વાતોને સન્માન આપજો. ભવિષ્યમાં મોટો લાભ મળી શકે છે.
તુલા (ર.ત.) આજના દિવસે મનને શાંતિ મળશે. કોઈપણ કામ કરતાં પહેલા વડીલોની સલાહ લેજો.
વૃશ્ચિક (ન.ય.) આજના દિવસે મહત્વપૂર્ણ નિર્ણયથી થોડા બચજો. કામ સંદર્ભે બહાર જવું પડી શકે છે. પરિવારમાં વિવાહયોગ્ય લોકોનો સંબંધનો પ્રસ્તાવ આવી શકે છે.
ધન (ભ.ધ.ફ.ઢ.) આજના દિવસે તાલમેલ જાળવી રાખવા મૌન ધારણ કરવું લાભદાયી રહેશે. પરિવારમાં પાર્ટનર સાથે તાલમેલ જાળવી રાખજો. કામકાજમાં તેમનો સહયોગ લાભકારી રહેશે.
મકર (ખ.જ.) આજના દિસે કોઇ મહત્વપૂર્ણ કાર્ય ન થઈ રહ્યું હોય તો પરેશાન ન થતાં. ધીરજથી કામ લેજો.
કુંભ (ગ.શ.ષ.સ.) આજના દિવસે વિલંબમાં પડેલા કામ ઉકેલાતા નજરે પડી રહ્યા છે. જમીન કે મકાન સંબંધી ખરીદીની યોજના બની શકે છે. તમામની સહમતિથી નિર્ણય લેવો લાભદાયી રહેશે.
મીન (દ.ચ.ઝ.થ) આજના દિવસે કામકાજમાં કોઈ ભૂલ ન થાય તે ધ્યાનમાં રાખજો. ઘરે સંબંધીઓ આવવાથી મન પ્રસન્ન રહેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
સુરત
ધર્મ-જ્યોતિષ
Advertisement