(Source: ECI/ABP News/ABP Majha)
Friday Upay: શુક્રવારે આ 4 વૃક્ષોની પૂજાથી મળશે અપાર વૈભવ,ધન સંકટ થશે દૂર
શુક્રવારે કેટલાક ખાસ ઉપાય કરવાથી જીવનની તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે. શુક્રવારે આ 4 વૃક્ષની પૂજા કરવાથી ધન, નામ, કીર્તિના આશિષ સહિત પુણ્યની પ્રાપ્તિ થાય છે.
Lakshmi ji: શુક્રવારે કેટલાક ખાસ ઉપાય કરવાથી જીવનની તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે. શુક્રવારે આ 4 વૃક્ષની પૂજા કરવાથી ધન, નામ, કીર્તિના આશિષ સહિત પુણ્યની પ્રાપ્તિ થાય છે.
હિંદુ ધર્મમાં, પૂજનીય વૃક્ષની પૂજા કરવી એ દેવી-દેવતાઓને પ્રસન્ન કરવાનો શ્રેષ્ઠ ઉપાય માનવામાં આવે છે. મા લક્ષ્મીની કૃપા મેળવવા માટે વ્યક્તિ અનેક પ્રકારના પ્રયત્નો કરે છે. ધનની દેવીને પ્રસન્ન કરવા માટે શુક્રવારનો દિવસ શુભ માનવામાં આવે છે. જેને દેવી લક્ષ્મીની કૃપા હોય છે. તેને જીવનમાં કોઈ પણ વસ્તુની કમી નથી રહેતી. તે દરેક સુખ-સુવિધાઓથી ભરપૂર હોય છે.
એવું માનવામાં આવે છે કે શુક્રવારે કેટલાક ખાસ ઉપાય કરવાથી જીવનની તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે. શુક્રવારે કોઈ ખાસ વૃક્ષની પૂજા કરવાથી ધન, નામ, કીર્તિ જેવા અનેક પુણ્ય પ્રાપ્ત થાય છે, કારણ કે તેમાં દેવી લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે.
આંબળા
એવું કહેવાય છે કે જે ઘરના આંગણામાં આબળાનું ઝાડ હોય તો ત્યાં લક્ષ્મીનો વાસ હોય છે. ઘરમાં ક્યારેય પૈસાની અછત નથી રહેતી. શુક્રવારે સવારે સ્નાન કર્યા પછી આમળાના ઝાડને જળ અર્પિત કરો અને નિયમ પ્રમાણે તેની પૂજા કરો અને પછી તેની નીચે કનકધારા સ્તોત્રનો પાઠ કરવાથી દેવી લક્ષ્મી સાધક પર કૃપા કરે છે. આમ કરવાથી ધનના દ્વાર ખુલે છે. દંતકથા અનુસાર, દેવી લક્ષ્મીએ પોતે આમળા હેઠળ ભગવાન શિવ અને વિષ્ણુની પૂજા કરી હતી.
લક્ષ્મણા
લક્ષ્મણના છોડ સાથે માતા લક્ષ્મીનો સીધો સંબંધ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે તે લક્ષ્મીને આકર્ષે છે. જો ઘરમાં હોય તો પૈસાની કમી નથી રહેતી. જેના કારણે ઘરમાં આશીર્વાદ બની રહે છે. આર્થિક સંકટને દૂર કરવામાં તે ખૂબ જ ફળદાયી છે.
કેળાં
કેળાના ઝાડમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી બંનેનો વાસ છે. ધન અને સમૃદ્ધિ માટે કેળાના વૃક્ષની પૂજા કરવામાં આવે છે. ગુરુવાર અને શુક્રવારે કેળાના ઝાડના મૂળમાં થોડું કાચું દૂધ અને ગંગાજળ ચઢાવો. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો 21 વાર જાપ કરો. શુક્રવારે મા લક્ષ્મીને કેળાનો ભોગ ધરાવો. તેનાથી સમૃદ્ધિ આવે છે, મિલકત સંબંધિત કામમાં અવરોધો દૂર થાય છે.
તુલસીનો છોડ
સનાતન ધર્મમાં તુલસીની પૂજા શ્રેષ્ઠ માનવામાં આવી છે. આમ તો રોજ તુલસીને જળ અર્પણ કરવાથી ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે, પરંતુ શુક્રવારે તુલસીને જળ અર્પણ કરવાથી અને સાંજે ઘીનો દીવો પ્રગટાવવાથી અને 11 પરિક્રમા કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે. આર્થિક તંગીનો સામનો કરી રહેલા લોકોએ નિયમિત રીતે તુલસીની પૂજા કરવી જોઈએ. આનો ફાયદો તમને શીઘ્ર જ મળશે.
Disclaimer: આ આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી પદ્ધતિ,ઉપચાર,ડાયટ, દવા,ઉપાયની પુષ્ટી abp અસ્મિતા નથી કરતું, આ પદ્ધતિ, રીત, વિધિ, ઉપાય, ડાયટને અનુસરતા પહેલા જેતે વિષયના નિષ્ણાતની સલાહ અવશ્ય લો