શોધખોળ કરો

Suraya Grahan 2023: 20 એપ્રિલે સૂર્યગ્રહણ કયા સમયે થશે શરૂ અને સમાપ્ત થશે, અહીં જાણો

વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ 20 એપ્રિલે થશે. આ વખતનું સૂર્યગ્રહણ એટલા માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે આ દિવસે વૈશાખ મહિનાની અમાવાસ્યાનો દિવસ પણ છે

Solar Eclipse 2023 Effects: વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ 20 એપ્રિલે થશે. આ વખતનું સૂર્યગ્રહણ એટલા માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે આ દિવસે વૈશાખ મહિનાની અમાવાસ્યાનો દિવસ પણ છે.

પ્રથમ સૂર્યગ્રહણ આવતીકાલે એટલે કે 20મી એપ્રિલે થવાનું છે. જ્યોતિષમાં સૂર્યગ્રહણનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. જ્યારે સૂર્ય ને પૃથ્વીની વચ્ચે ચંદ્રમા આવે છે, ત્યારે આ સ્થિતિને સૂર્યગ્રહણ કહેવામાં આવે છે. આવી સ્થિતિમાં સૂર્યપ્રકાશ પૃથ્વી સુધી પહોંચતો નથી. જો કે સૂર્યગ્રહણને વિજ્ઞાનમાં ખગોળીય ઘટના માનવામાં આવે છે, પરંતુ જ્યોતિષમાં તેને ખૂબ જ અશુભ માનવામાં આવે છે. ચાલો જાણીએ ગ્રહણનો સમય અને અસર.

સૂર્યગ્રહણનો સમય

20 એપ્રિલે થનારું સૂર્યગ્રહણ સવારે 07.05 કલાકે થશે. આ ગ્રહણ બપોરે 12.29 કલાકે સમાપ્ત થશે. સૂર્યગ્રહણનો કુલ સમયગાળો 5 કલાક 24 મિનિટનો રહેશે. આ ગ્રહણ મેષ રાશિમાં કૃષ્ણ પક્ષની અમાવાસ્યાના દિવસે અશ્વિની નક્ષત્રમાં થશે. આ વખતનું સૂર્યગ્રહણ એટલા માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે, આ દિવસે વૈશાખ મહિનાની અમાવાસ્યાનો દિવસ પણ છે. આ દિવસે દાન કાર્ય કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.

ક્યાં દેખાશે સૂર્ય ગ્રહણ

20 એપ્રિલે થનારું સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં. આ ગ્રહણ કંબોડિયા, ચીન, અમેરિકા, માઈક્રોનેશિયા, મલેશિયા, ફિજી, જાપાન, સમોઆ, સોલોમન, બરુની, સિંગાપોર, થાઈલેન્ડ, એન્ટાર્કટિકા, ઓસ્ટ્રેલિયા, વિયેતનામ, તાઈવાન, પાપુઆ ન્યુ ગિની, ઈન્ડોનેશિયા, ફિલિપાઈન્સ, દક્ષિણ હિંદ મહાસાગરમાં જોઈ શકાશે. દક્ષિણ પેસિફિક સમુદ્ર, અને ન્યુઝીલેન્ડમાં જોઈ શકાય છે. ગ્રહણ દરમિયાન, સૂર્ય ગ્રસિત  થાય છે, જે દરેકને અસર કરે છે.

સુતક સમયગાળો માન્ય રહેશે નહીં

સૂર્યગ્રહણનો સૂતક સમયગાળો સૂર્યગ્રહણના 12 કલાક પહેલા શરૂ થાય છે.જ્યોતિષમાં સુતક કાળ અશુભ માનવામાં આવે છે. આ સમય દરમિયાન કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી. જો કે આ સુતક કાળ ત્યારે જ માન્ય છે જ્યારે ગ્રહણ દેખાય. 20 એપ્રિલે થનારું ગ્રહણ ભારતમાં દેખાશે નહીં. તેથી જ અહીં સુતક કાળ પણ ધ્યાનમાં લેવામાં આવશે નહીં. આ દરમિયાન મંદિરના દરવાજા બંધ કરવામાં આવશે નહીં અને તમામ ધાર્મિક કાર્યો કરી શકાશે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે,abp અસ્મિતા  કોઈપણ પ્રકારની  માહિતી, ઉપાય, કે સારવાર પદ્ધતિની  પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતા પર  કાર્ય કરતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

ટોપ સ્ટોરી

Navratri 2026: લગ્નમાં વિલંબ સહિતની સમસ્યાને દૂર કરવા માટે નવરાત્રિમાં કરો આ સિદ્ધ ઉપાય
Navratri 2026: લગ્નમાં વિલંબ સહિતની સમસ્યાને દૂર કરવા માટે નવરાત્રિમાં કરો આ સિદ્ધ ઉપાય
Navratri Upay: નવરાત્રિ દરમિયાન શુક્રવારે કરો આ ઉપાય, ધનધાન્યમાં થશે વૃદ્ધિ
Navratri Upay: નવરાત્રિ દરમિયાન શુક્રવારે કરો આ ઉપાય, ધનધાન્યમાં થશે વૃદ્ધિ
Navratri 2026: નવરાત્રીનો છઠ્ઠો માતા કાત્યાયનીને સમર્પિત, જાણો પૂજા વિધિ મંત્ર અને મહત્વ
Navratri 2026: નવરાત્રીનો છઠ્ઠો માતા કાત્યાયનીને સમર્પિત, જાણો પૂજા વિધિ મંત્ર અને મહત્વ
Today's Horoscope: શુક્રવારનો દિવસ આ રાશિને ફળશે, જાણો 12 રાશિનું રાશિફળ
Today's Horoscope: શુક્રવારનો દિવસ આ રાશિને ફળશે, જાણો 12 રાશિનું રાશિફળ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
ફટાકડા લવર્સને લાગશે ઝટકો, આ દિવાળી પર 20% સુધી મોંઘા મળશે ફટાકડા
ફટાકડા લવર્સને લાગશે ઝટકો, આ દિવાળી પર 20% સુધી મોંઘા મળશે ફટાકડા
ગાંધીનગર મનપાના મેયરને લઇને મંથન, આ સાત નામ પર ચર્ચા, 4 નામ રેસમાં આગળ
ગાંધીનગર મનપાના મેયરને લઇને મંથન, આ સાત નામ પર ચર્ચા, 4 નામ રેસમાં આગળ
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Embed widget