શોધખોળ કરો

Diwali 2025 : આ વર્ષે પંચપર્વ નહિ પરંતુ 6 દિવસની છે દિપોત્સવી,જાણો શુભ તિથિ અને મુહૂર્ત

Diwali 2025: દિવાળીના પંચ પર્વનો પ્રારંભ ધનતેરસથી થાય છે. આ વર્ષે કઇ તારીખે આવશે પાંચેય પર્વ જાણીએ તારીખ અને શુભ મૂહૂર્ત

Diwali 2025: આ વર્ષે, દિવાળી છ દિવસ માટે ઉજવવામાં આવશે, જેની શરૂઆત 19  ઓક્ટોબરના રોજ ધનતેરસથી થશે. આ સમયગાળા દરમિયાન, કાળી ચૌદશ, દિવાળી, ગોવર્ધન પૂજા અને ભૈયાબીજ જેવા તહેવારો ઉજવવામાં આવશે. દરેક દિવસે ખાસ ગ્રહોની ગોઠવણી પણ  હશે, જે તહેવારનું મહત્વ વધુ વધારશે. ધનતેરસ પર સોનું, ચાંદી અને વાસણો ખરીદવાને શુભ માનવામાં આવે છે, જે સંપત્તિ અને સમૃદ્ધિનું પ્રતીક છે. 

ત્રિગ્રહી સંયોગ બ્રહ્મયોગ

દિવાળી 2025: પ્રકાશનું પર્વ  18 ઓક્ટોબરથી શરૂ થશે, જે કાર્તિક મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિ છે. ત્રયોદશી તિથિ 18 ઓક્ટોબરે બપોરે 1:22 વાગ્યે શરૂ થશે અને 19 ઓક્ટોબરે બપોરે 1:55 વાગ્યા સુધી ચાલશે. ધનતેરસ શનિવારે ઉજવવામાં આવશે. શનિ પ્રદોષની સાથે, સૂર્ય, બુધ અને મંગળ તુલા રાશિમાં ગોચર કરશે. બ્રહ્મ યોગ પણ જોવા મળશે.

21મીએ અમાસ, 22મીએ ગોવર્ધન પૂજા

 દેવી લક્ષ્મી સમુદ્ર મંથનમાંથી કળશ સાથે પ્રગટ  થયા હતા. ધનતેરસના દિવસે, વ્યક્તિએ સંપત્તિ અને સમૃદ્ધિમાં વધારો કરવાની ઇચ્છા સાથે આના પ્રતીક તરીકે સોનું, ચાંદી, વાસણો, વાહનો અને ભૌતિક સુખ-સુવિધાઓ ખરીદવી જોઈએ. ગોવર્ધન પૂજા દિવાળી પછીના દિવસે થતી હતી, પરંતુ આ વખતે અમાસ દિવાળી પછીના દિવસે આવશે. આ કારણે ગોવર્ધન પૂજા 22મી ઓક્ટોબરે થશે. મહાવીર સ્વામીનો નિર્વાણ દિવસ પણ આ દિવસે ઉજવવામાં આવશે, જ્યારે ગોવર્ધન પૂજા 22મી ઓક્ટોબરે થશે.

ક્યારે શું ઉજવવામાં આવશે?

-18 ઓક્ટોબરે, કાર્તિક મહિનાના કૃષ્ણ પક્ષની દ્વાદશી તિથિ સાંજે 6:31 વાગ્યા સુધી છે. ત્રયોદશી તિથિ સાંજે 6:32 વાગ્યાથી શરૂ થશે. પ્રદોષ વ્રત પણ આ સાથે સંકળાયેલું છે. દીપદાન સાંજે કરવામાં આવે છે. આ તિથિએ ધનતેરસનો તહેવાર ઉજવવામાં આવશે. મુખ્ય દરવાજા પર ચાર દીવા પ્રગટાવવાથી અકાળ મૃત્યુના ભયથી રાહત મળે છે. દેવી લક્ષ્મી, ગણેશ, કુબેર અને ઇન્દ્રની પૂજા કરવાની પ્રથા છે.

-19 ઓક્ટોબરે, કાર્તિક મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ બપોરે 1:55 વાગ્યે શરૂ થશે.આ દિવસ કાળીમાતા અને હનુમાનજીને સમર્પિત છે. જે અનિષ્ટનો નાશ કરે છે અને ઇષ્ટની પ્રાપ્તિ કરાવે છે

-20 ઓક્ટોબરે દિવાળીનું પર્વ મનાવવામાં આવશે,  સાંજ આ દિવસે લક્ષ્મી પૂજાનું વિધાન છે.  

. ઑક્ટોબર 20, 2025, સોમવાર:

સૂર્યાસ્ત: લગભગ 5:42 PM (IST),

પ્રદોષ કાલ શરૂ થાય છે: સાંજે 5:42

અમાવસ્યા તિથિ શરૂ થાય છે: બપોરે 3:45

-22 ઓક્ટોબરે કાર્તિક શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ સાંજે 6:18 વાગ્યા સુધી રહેશે. આ તિથિએ ગોવર્ધન પૂજા કરવામાં આવશે. ગાયના છાણનો પર્વત બનાવીને તેની પૂજા કરવાથી ધન, સમૃદ્ધિ અને લક્ષ્મી પ્રાપ્ત થાય છે.

-23 ઓક્ટોબરે કાર્તિક શુક્લ પક્ષના બીજા દિવસે ભૈયા બીજનો તહેવાર ઉજવવામાં આવશે. બહેનો તેમના ભાઈઓ માટે આશીર્વાદ માંગશે અને તેમના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરશે. આ દિવસે યમરાજના સંદેશવાહક ચિત્રગુપ્ત અને કલમ અને શાહીની પૂજા કરવામાં આવે છે.આ દિવસે ભાઇ બહેનના ઘરે જાય છે બહેન તેમને તિલક કરી રક્ષાસૂત્ર બાંધે છે અને ભોજન કરાવે છે. ભાઇ બહેનને ભેટ સોગાત આપે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
Embed widget