શોધખોળ કરો

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું

Kirit Patel resignation: પાટણના ધારાસભ્ય અને કોંગ્રેસના દિગ્ગજ નેતા કિરીટ પટેલે પ્રદેશ નેતૃત્વ સામે બાયો ચડાવી છે.

Kirit Patel resignation: ગુજરાત કોંગ્રેસમાં (Gujarat Congress) ચાલી રહેલો આંતરિક કલેશ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે હવે આરપારની લડાઈના મૂડમાં આવી ગયા છે. પક્ષમાં પોતાની અવગણના અને ખોટી નિમણૂકોથી નારાજ થઈને તેમણે આવતીકાલે પક્ષના દંડક (Party Whip) પદેથી રાજીનામું (Resignation) આપવાની જાહેરાત કરી દીધી છે. આ ઘટનાથી ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

આવતીકાલે રાજીનામું: પ્રદેશ નેતૃત્વ સામે ખુલ્લો બળવો

પાટણના ધારાસભ્ય અને કોંગ્રેસના દિગ્ગજ નેતા કિરીટ પટેલે પ્રદેશ નેતૃત્વ સામે બાયો ચડાવી છે. પાટણમાં અનુસૂચિત જાતિ મોરચાના (SC Morcha) પ્રમુખની નિમણૂકને લઈને તેઓ અત્યંત નારાજ છે. તેમણે સ્પષ્ટ ચીમકી આપી હતી કે જો તેમની વાત સાંભળવામાં નહીં આવે તો તેઓ કડક પગલું ભરશે. આખરે, તેમની માંગણીઓ ન સંતોષાતા તેમણે જાહેરાત કરી છે કે તેઓ આવતીકાલે વિધિવત રીતે કોંગ્રેસના દંડક પદેથી રાજીનામું ધરી દેશે.

'હરાવનારાઓને હોદ્દા અને જીતાડનારાની અવગણના'

કિરીટ પટેલનો આક્ષેપ છે કે પક્ષમાં સાચા કાર્યકરોની કદર થતી નથી. તેમણે પ્રદેશ નેતાગીરી (Leadership) પર પ્રહારો કરતા કહ્યું કે, "ચૂંટણીમાં જે લોકોએ મને હરાવવા માટે રાત-દિવસ એક કર્યા હતા, તેમને જ આજે સંગઠનમાં મોટા હોદ્દા આપવામાં આવી રહ્યા છે." ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને વિશ્વાસમાં લીધા વગર જ નિર્ણયો લેવાતા હોવાથી તેમણે ભારે રોષ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે છેલ્લા 1 મહિનાથી પ્રદેશ અને જિલ્લા પ્રમુખ માત્ર વાયદાઓ કરી રહ્યા છે, કોઈ નક્કર પગલાં લેવાયા નથી.

2027 ની ચૂંટણીને લઈ ભયાનક ભવિષ્યવાણી

પક્ષમાં ચાલી રહેલા જૂથવાદ (Factionalism) અંગે કિરીટ પટેલે ગંભીર ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ નેતાઓ જૂથવાદ છોડવા તૈયાર નથી, જેના કારણે સામાન્ય જનતાનો ભરોસો તૂટી રહ્યો છે. જો આ જ સિસ્ટમ ચાલુ રહી તો 2027 ની વિધાનસભા ચૂંટણીમાં (Assembly Election 2027) કોંગ્રેસના સૂપડા સાફ થઈ જશે અને પાર્ટીનું અસ્તિત્વ ખતમ થઈ જશે.

કાર્યકરો આક્રમક મૂડમાં, તોડફોડની ભીતિ

કિરીટ પટેલે માત્ર રાજીનામાની વાત નથી કરી, પરંતુ પરિસ્થિતિ વણસી શકે છે તેવો ઈશારો પણ કર્યો છે. તેમણે જણાવ્યું કે પાટણ કોંગ્રેસના પાયાના કાર્યકરો (Party Workers) આ નિર્ણયોથી ખુબ ગુસ્સામાં છે. જો આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો નારાજ કાર્યકરો તોડફોડ કરતા પણ અચકાશે નહીં. જો પ્રદેશ નેતાઓ આ બાબતે ગંભીર નહીં બને તો પાટણ જેવી આગ અન્ય શહેરોમાં પણ ફેલાઈ શકે છે.

અમિત ચાવડાનો બચાવ: 'ઘરનો મામલો છે, ઉકેલી લઈશું'

એક તરફ કિરીટ પટેલે રાજીનામાનું શસ્ત્ર ઉગામ્યું છે, તો બીજી તરફ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા (Amit Chavda) ડેમેજ કંટ્રોલના પ્રયાસમાં લાગ્યા છે. તેમણે સ્વીકાર્યું હતું કે SC વિભાગની નિમણૂકને લઈને અસંતોષ છે, પરંતુ તેમણે આને "ઘરનો આંતરિક મામલો" ગણાવ્યો હતો. ચાવડાએ દાવો કર્યો છે કે બંને જૂથોને સાથે બેસાડીને આ વિવાદનો સુખદ અંત લાવવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

તલાટીઓની લાંબા સમયની માંગ આખરે સરકારે સ્વીકારી, પંચાયત- મહેસૂલ તલાટીની ફરજો કરાઈ સ્પષ્ટ
તલાટીઓની લાંબા સમયની માંગ આખરે સરકારે સ્વીકારી, પંચાયત- મહેસૂલ તલાટીની ફરજો કરાઈ સ્પષ્ટ
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
ગુજરાતના BLO અને સુપરવાઇઝરો સરકારે જાહેર કર્યું ખાસ ભથ્થું, જાણો ખાતામાં કેટલ જમા થશે
ગુજરાતના BLO અને સુપરવાઇઝરો સરકારે જાહેર કર્યું ખાસ ભથ્થું, જાણો ખાતામાં કેટલ જમા થશે
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
તલાટીઓની લાંબા સમયની માંગ આખરે સરકારે સ્વીકારી, પંચાયત- મહેસૂલ તલાટીની ફરજો કરાઈ સ્પષ્ટ
તલાટીઓની લાંબા સમયની માંગ આખરે સરકારે સ્વીકારી, પંચાયત- મહેસૂલ તલાટીની ફરજો કરાઈ સ્પષ્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
Embed widget