Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા
ચાંદીના ભાવમાં જબરજસ્ત કડાકો. ચાંદીનો ભાવમાં આજના દિવસમાં 7 હજારનો ઘટાડો. ચાંદીનો હાલનો ભાવ 2 લાખ 38 હજાર. ગઈકાલ સુધીમાં ચાંદીનો ભાવ 2 લાખ 55 હજારની આસપાસ હતો.
silver price crash: ભારતીય બુલિયન માર્કેટમાં (Bullion Market) સોમવારનો દિવસ રોકાણકારો માટે રોલર કોસ્ટર જેવો રહ્યો હતો. સવારે ચાંદીના ભાવ ₹2.54 Lakh ની ઐતિહાસિક સપાટીએ પહોંચીને નવી ટોચ બનાવી હતી, પરંતુ બપોર થતાં જ ચિત્ર બદલાઈ ગયું. માત્ર 1 કલાકના ટૂંકા ગાળામાં જ ચાંદીના ભાવમાં પ્રતિ કિલો ₹21,000 નું તોતિંગ ગાબડું પડતા રોકાણકારો (Investors) સ્તબ્ધ થઈ ગયા હતા. તોખાર તેજી પછી આવેલા આ અચાનક કડાકા પાછળના 6 મુખ્ય કારણો નીચે મુજબ છે.
1. યુદ્ધ વિરામની આશા અને 'સેફ હેવન' ડિમાન્ડમાં ઘટાડો
વૈશ્વિક સ્તરે સોના-ચાંદીને હંમેશા સુરક્ષિત રોકાણ એટલે કે 'સેફ હેવન' (Safe Haven) માનવામાં આવે છે. જ્યારે પણ યુદ્ધ જેવી સ્થિતિ હોય ત્યારે તેમાં રોકાણ વધે છે. પરંતુ તાજેતરમાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના પ્રમુખ ઝેલેન્સકી વચ્ચે રશિયા-યુક્રેન યુદ્ધ (Russia-Ukraine War) અંગે સકારાત્મક વાતચીત થઈ હોવાના અહેવાલો આવ્યા છે. વિશ્વમાં શાંતિ સ્થપાવાની આશાને કારણે રોકાણકારોએ સોના-ચાંદીમાંથી પૈસા પાછા ખેંચીને શેરબજાર (Share Market) જેવા જોખમી વિકલ્પો તરફ વાળ્યા છે, જેનાથી માંગ ઘટી છે.





















