શોધખોળ કરો

Chaitra Navratri 2024: નવરાત્રિમાં દુર્લભ યોગના કારણે ભૌતિક સંપદા માટે કરો આ ત્રણ સિદ્ધ ઉપાય

Chaitra Navratri 2024: આ વર્ષે 9 દુર્ગાનું મહત્વ વધુ વધી ગયું છે, કારણ કે આ વખતે 2 શુભ યોગ બની રહ્યા છે. એવું માનવામાં આવે છે કે આ યોગોમાં પૂજા કરવાથી શીઘ્ર ફળ મળે છે.

Chaitra Navratri 2024:નવરાત્રીનો તહેવાર 9 દિવસ સુધી ચાલે છે અને માતાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. ઉપરાંત, નવરાત્રીનો પ્રથમ દિવસ હિંદુ કેલેન્ડરના નવા વર્ષની શરૂઆત દર્શાવે છે. જ્યારે આ વર્ષે ચૈત્ર નવરાત્રી 09 એપ્રિલ 2024થી શરૂ  થઇ છે  જે 17 એપ્રિલ 2022 સુધી ચાલશે. ઉપરાંત, આ વર્ષે અમૃત સિદ્ધિ યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગની રચના થઈ રહી છે.

ચૈત્ર નવરાત્રી દરમિયાન ધાર્મિક વિધિઓ -

ચૈત્ર નવરાત્રીમાં નવ દિવસ સાધક  ઉપવાસ કરે છે  અને આ સાથે તે કોઇ પણ મંત્રોના જાપ કરીને અનુષ્ઠાન પણ કરે છે. ચૈત્ર નવરાત્રીના પ્રથમ ત્રણ દિવસ દેવી દુર્ગાને સમર્પિત છે. આગામી ત્રણ દિવસ સંપત્તિની દેવી મા લક્ષ્મીને સમર્પિત છે અને છેલ્લા ત્રણ દિવસ જ્ઞાનની દેવી મા સરસ્વતીને સમર્પિત છે. ચૈત્ર નવરાત્રીના દરેક નવ દિવસની પૂજા વિધિ નીચે આપેલ છે.

પૂજા પદ્ધતિ -

નવરાત્રિના પ્રથમ દિવસે ઘટસ્થાપન સૌથી જરૂરી છે, જે બ્રહ્માંડનું પ્રતીક છે અને ઘરની શુદ્ધિ અને સમૃદ્ધિ માટે પવિત્ર સ્થાન પર મૂકવામાં આવે છે.

અખંડ જ્યોતિઃ

નવરાત્રી જ્યોતિ ઘર અને પરિવારમાં શાંતિનું પ્રતિક છે. તેથી, નવરાત્રિની પૂજા શરૂ કરતા પહેલા તમારે દેશી ઘીનો દીવો કરવો જરૂરી છે. તે તમારા ઘરની નકારાત્મક ઉર્જા ઘટાડવામાં મદદ કરે છે અને ભક્તોમાં માનસિક સંતોષ વધારે છે.

જ્વારા વાવવા

નવરાત્રિ દરમિયાન ઘરમાં જવ વાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જવ આ બ્રહ્માંડનો પ્રથમ પાક હતો, તેથી જ તેને હવનમાં પણ ચઢાવવામાં આવે છે. વસંતઋતુમાં આવનાર પ્રથમ પાક જવ છે, જે ચૈત્ર નવરાત્રી દરમિયાન માતા દેવીને અર્પણ કરવામાં આવે છે.

નવ દિવસનો ભોગ (9 દિવસ માટે અર્પણ)

દરરોજ એક દેવીનું પ્રતિનિધિત્વ કરવામાં આવે છે અને દરેક દેવીને 9 પ્રકારના પ્રસાદ નીચે મુજબ  અર્પણ કરવાનું વિધાન છે.

  •  પ્રથમ નોરતે માતાજીને  કેળા અર્પણ કરો
  • બીજા નોરતે ગાયના દૂધમાં સાકર મિક્ત કરીને અર્પણ કરો
  • ત્રીજા નોરતે માખણને કરો અર્પણ
  • ચોથા દિવસે માતાજીને મિસરી અર્પણ કરો
  • પાંચમાં દિવસે  ખીર અથવા દૂધ અર્પણ કરો
  • છઠ્ઠા દિવસે માતાજીને માલપુઆ અર્પણ કરો
  • સાતમા  દિવસે મધનો ભોગ ચઢાવો
  • આઠમા નોરતે  ગોળ અથવા નાળિયેર અર્પણ કરો
  • નવમા નોરતે માતાજીને હલવો ઘરાવો

નવરાત્રિમાં  દુર્ગા સપ્તશતીનો પાઠ અચૂક કરો

દુર્ગા સપ્તશતી એ શાંતિ, સમૃદ્ધિ, ઐશ્વર્ય અને શાંતિનું પ્રતિક છે અને નવરાત્રિના 9 દિવસ દરમિયાન દુર્ગા સપ્તશતીનો પાઠ કરવાથી સુખ સમૃદ્ધિના આશિષ મળે છે.

નવ દિવસ માટે નવ રંગો:

સારા નસીબ અને ખુશી માટે, લોકો નવરાત્રીના નવ દિવસો દરમિયાન નવ જુદા જુદા રંગો પહેરે છે:

  • પ્રથમ નોરતે - લીલો
  • બીજો નોરતે - વાદળી
  • ત્રીજા નોરતે -  લાલ
  • ચોથા નોરતે - નારંગી
  • પાંચમા નોરતે – પીળો
  • છઠ્ઠા નોરતે -વાદળી
  • સાતમા નોરતે-  જાંબલી
  • આઠમા નોરતે ગુલાબી
  • નવમા નોરતે - સોનેરી રંગ

કન્યા પૂજા:

કન્યા પૂજા એ મા દુર્ગાના પ્રતિનિધિઓ (કન્યા)ને તેમની સ્તુતિ કરીને વિદાય આપવાની એક વિધિ છે.  કન્યા ભોજ કરાવીને તેમને ફૂલો, એલચી, ફળો, સોપારી, મીઠાઈઓ, શૃંગારની વસ્તુઓ,  આપો.

ધાર્મિક વિધિના કેટલાક ખાસ નિયમો:

નવરાત્રિમાં સાધક આ નિયમોનું પાલન કરીને અનુષ્ઠાન કરે છે

  • પ્રાર્થના અને ઉપવાસ ચૈત્ર નવરાત્રીની ઉજવણીને ચિહ્નિત કરે છે. તહેવાર શરૂ થાય તે પહેલાં, લોકો તેમના ઘરમાં દેવીનું સ્વાગત કરવા માટે ઘરની સફાઈ કરે છે.
  • સદાચારી જીવન જીવવો પણ એક નિયમ છે. અનુષ્ઠાન કરનાર સાધક  જમીન પર સૂવે છે. સાત્વિક આહાર જ ગ્રહણ કરે છે.
  • ઉપવાસ કરતી વખતે સાત્વિક ખોરાક જેમ કે દૂધ, ફળો વગેરે લઇ શકાય છે.
  • નવરાત્રિ દરમિયાન આહાર વ્યવહારમાં  શિસ્ત જાળવો અને તમારા વર્તન પર પણ નજર રાખો, દા.ત. બિનઆરોગ્યપ્રદ ખોરાક (જંક ફૂડ) ખાશો નહીં. સત્સંગ ધ્યાન યોગ  કરો.આ સમય દરમિયાન ચામડાનો ઉપયોગ ન કરો. કોઇ પર પણ  ગુસ્સો ન કરો.  ઓછામાં ઓછા 2 કલાક મૌન રહો. ધાર્મિક વિધિના અંતે, ક્ષમા યાચના કરવાનું પણ વિધાન છે.

ચૈત્ર નવરાત્રીનું મહત્વ અને મોક્ષ પ્રાપ્તિ

જો નવરાત્રિમાં સાધક કોઇ પણ સ્વાર્થ કે ઇચ્છાપૂર્તિની લાલચ વિના જ નિસ્વાર્થભાવે માતાજીનું પૂજન અર્ચન કરે છે તો સાધકને અચૂક મોક્ષની પ્રાપ્તિ થાય છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget