Valentine's Day આપના લવ પાર્ટનરને ભૂલથી પણ ન આપો આ વસ્તુની ગિફ્ટ, સંબંધોમાં આવી શકે છે કડવાશ
વેલેન્ટાઇન ડે 2022ના અવસરે લવર્સ એકબીજાને કેટલીક ભેટ આપે છે. આ ભેટ તેમના પ્રેમની નિશાની છે. તેથી, આ ભેટ એવી હોવી જોઈએ કે, તે તમારા મનની લાગણીઓને વ્યક્ત કરી શકે. એવું પણ કહેવાય છે કે ભેટ આપવાથી સંબંધો મજબૂત થાય છે. તમે જેને ગિફ્ટ આપી રહ્યા છો, તે પણ તેને પસંદ કરે છે અને ખુશ થાય છે
Valentine's Day :વેલેન્ટાઇન ડે 2022ના અવસરે લવર્સ એકબીજાને કેટલીક ભેટ આપે છે. આ ભેટ તેમના પ્રેમની નિશાની છે. તેથી, આ ભેટ એવી હોવી જોઈએ કે, તે તમારા મનની લાગણીઓને વ્યક્ત કરી શકે. એવું પણ કહેવાય છે કે ભેટ આપવાથી સંબંધો મજબૂત થાય છે. તમે જેને ગિફ્ટ આપી રહ્યા છો, તે પણ તેને પસંદ કરે છે અને ખુશ થાય છે
વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કેટલીક એવી વસ્તુઓ છે. જે ક્યારેય પણ ગિફ્ટમાં ન આપવી જોઈએ. આ તમારા સંબંધો પર નકારાત્મક અસર કરી શકે છે. જો તમે ભૂલથી પણ તમારા લવ પાર્ટનરને આ વસ્તુઓ આપી દો છો તો નજીકના ભવિષ્યમાં તમારું બ્રેકઅપ થઈ શકે છે અને પતિ-પત્ની વચ્ચે છૂટાછેડાની સ્થિતિ આવી શકે છે. તો આ વસ્તુની વેલેન્ટાઈન ડે 2022 પર ગિફ્ટ આપવાનું ટાળો. જાણીએ કઇ ગિફટ ન આપવી જોઇએ.
વેલેન્ટાઈન ડે પર, પ્રેમીઓ ઘણીવાર એકબીજાને તાજમહેલની શોપીસ ગિફ્ટ કરે છે. તાજમહેલ સાથે ઘણી નકારાત્મક બાબતો પણ જોડાયેલી છે, જે તેની નકારાત્મક અસરને વધારે છે. તાજમહેલને ઘરમાં રાખવાથી નકારાત્મકતા વધે છે. જો તમે તાજમહેલને ભેટમાં ન આપો તો સારું રહેશે.
વેલેન્ટાઈન ડે પર પાર્ટનરને કોઇ ધારદાર વસ્તુઓ કે છરીને ભેટમાં ન આપવી જોઇએ। આવી ધારદાર વસ્તુઓ પણ નકારાત્મકતા વધારે છે. તેથી, ભૂલીને પણ આવી વસ્તુઓ તમારા લવ પાર્ટનરને ન આપો. આ તમારા સંબંધોને જોખમમાં મૂકી શકે છે.
કેટલાક પ્રેમી યુગલો એક જ ક્ષેત્રમાં કામ કરે છે અને તે જ ક્ષેત્ર અનુસાર એકબીજાને ભેટ પણ આપે છે. આવું ન કરવું જોઈએ, તેનાથી વેપાર, ધંધા અને નોકરી વગેરેમાં પરેશાની થઈ શકે છે.
વાસ્તુમાં પેન કે ઘડિયાળ ભેટમાં આપવી પણ અશુભ માનવામાં આવે છે. તેનાથી સંબંધોમાં સંઘર્ષ પણ થઈ શકે છે. જો કે આ વસ્તુઓ ખૂબ જ સામાન્ય ભેટ છે, પરંતુ શક્ય હોય ત્યાં સુધી આ વસ્તુને લેવી ટાળવી જોઇએ.
કેટલાક લોકોને ડાન્સ ખૂબ જ ગમે છે, તેથી લોકો ઘણીવાર તેમને નટરાજની મૂર્તિ ગિફ્ટ કરે છે. જો જોવામાં આવે તો નટરાજ ભગવાન શિવનું ઉગ્ર સ્વરૂપ છે. તેથી તમારા જીવનસાથીને નટરાજની મૂર્તિ ભેટમાં ન આપો.
ફેંગશુઈ અનુસાર, જો રૂમાલ ભેટમાં આપવામાં આવે છે, તો તે આપનાર અને લેનાર બંને પર ખરાબ અસર કરે છે. કોઈપણ શુભ અવસર પર ક્યારેય કોઈને રૂમાલ અથવા રૂમાલ સંબંધિત કોઈ વસ્તુ ભેટમાં ન આપો. આમ કરવાથી તમારી અંદર નકારાત્મક ઉર્જા આવે છે અને તમારા પરસ્પર સંબંધ બગડી શકે છે