MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
પાટણ શહેરના નાગરિકોની સમસ્યાનો ઉકેલ લાવવા ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ આવ્યા મેદાનમાં. નિર્મળ નગર સોસાયટી સહિતના આસપાસના વિસ્તારોમાં વરસાદી સમસ્યાનો ઉકેલ લાવવા માટે ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે આ સ્થળ મુલાકાત લીધી.. ડોક્ટર કિરીટ પટેલે સ્વ ખર્ચે રોડ-રસ્તાના સમારકામની કામગીરી શરૂ કરાવી. ડોક્ટર કિરીટ પટેલે નગરપાલિકા અને GUDC પર બેદરકારીનો આરોપ લગાવ્યો.. બહુચર માતા પમ્પિંગ સ્ટેશનની રાઈઝિંગ પાઈપ છેલ્લા નવ મહિનાથી તુટેલી હોવા છતા પ્રશાસન તરફથી તેના રિપેરિંગ માટે ટેન્ડર બહાર પાડવામાં ન આવ્યું હોવાનો અને ચીફ ઓફિસરે પણ સ્થાનિક મહિલાઓની રજૂઆતો પ્રત્યે બેદરકારી દાખલી હોવાનો ધારાસભ્યએ આરોપ લગાવ્યો.. ધારાસભ્યએ ચેતવણી આપી કે જો એક અઠવાડિયા કે 10 દિવસમાં પમ્પિંગ સ્ટેશન અને રસ્તાનું કામ શરૂ નહીં થાય તો તેઓ મુખ્યમંત્રી અને શહેરી વિકાસ મંત્રીને રજૂઆત કરશે. સાથે જ જીયુડીસીની ઓફિસમાં ભુખ હડતાલ અને ધરણા પ્રદર્શન કરશે..




















