શોધખોળ કરો

Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની

Commonwealth Games 2026: 2030 કોમનવેલ્થ ગેમ્સ ગુજરાતના અમદાવાદમાં યોજાશે. સમાપન સમારોહ દરમિયાન સ્કોટિશ અધિકારીઓએ ભારતીય પ્રતિનિધિઓને સત્તાવાર CWG ધ્વજ અને બેટન સોંપ્યા હતા.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ગ્લાસગોમાં 2026 કોમનવેલ્થ ગેમ્સ સમાપ્ત, ભારત 2030ની યજમાની કરશે.
  • ભારતીય પ્રતિનિધિઓને CWG ધ્વજ-બેટન અપાયા, મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.
  • ભારતે 2026માં 39 મેડલ સાથે ચોથું સ્થાન મેળવ્યું હતું.
  • ભારત બીજીવાર CWGની યજમાની કરીને ઇતિહાસ રચશે.

Commonwealth Games 2026: સ્કોટલેન્ડના ગ્લાસગોમાં 11 દિવસ સુધી ચાલેલા 2026 કોમનવેલ્થ ગેમ્સનું સમાપન થયું છે. આ સાથે ભારતને 2030 કોમનવેલ્થ ગેમ્સના 100 વર્ષ પુરા થનારા શતાબ્દી સંસ્કરણનું આયોજન કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. 2030 કોમનવેલ્થ ગેમ્સ ગુજરાતના અમદાવાદમાં યોજાશે. સમાપન સમારોહ દરમિયાન સ્કોટિશ અધિકારીઓએ ભારતીય પ્રતિનિધિઓને સત્તાવાર CWG ધ્વજ અને બેટન સોંપ્યા હતા.  ભારતનું પ્રતિનિધિત્વ કરતા ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા ભાલા ફેંકનાર ખેલાડી નીરજ ચોપરા, ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA) ના પ્રમુખ પી.ટી. ઉષા અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આ ક્ષણના સાક્ષી બનવા માટે હાજર રહ્યા હતા.

ભારત-સ્કોટિશ સંસ્કૃતિનું સુંદર મિશ્રણ

કોનવેલ્થ ગેમ્સના સમાપન સમારોહની શરૂઆતમાં સ્કોટલેન્ડના સમૃદ્ધ અને જટિલ સાંસ્કૃતિક વારસાનું પ્રદર્શન કરવામાં આવ્યું. આ દરમિયાન ભારત અને સ્કોટલેન્ડના સંગીતકારો અને ડાન્સર્સની "જુગલબંધી" એ તેમના ઉત્તમ પ્રદર્શનથી સ્ટેડિયમના પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા, જેનાથી સમાપન સમારોહ યાદગાર બન્યો.

ભારત 39 મેડલ સાથે ચોથા સ્થાને રહ્યું

ભારતીય ટીમ ગ્લાસગોથી અત્યંત સંતુષ્ટ અને ગર્વ અનુભવતી બહાર નીકળી હતી. ભારતીય ખેલાડીઓએ 2026ની ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેમાં કુલ 39 મેડલ જીત્યા હતા. આમાં 13 ગોલ્ડ, 17 સિલ્વર અને 9 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. આ ઉત્કૃષ્ટ પ્રદર્શનથી ભારત મેડલ ટેલીમાં ચોથું સ્થાન મેળવ્યું હતું.

ભારત ઇતિહાસ રચવાના માર્ગ પર

ભારત 2030માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરીને ઇતિહાસ રચશે. ઓસ્ટ્રેલિયા પછી ભારત એકથી વધુ વખત ગેમ્સનું આયોજન કરનારો વિશ્વનો બીજો દેશ બનશે. અગાઉ, ભારતે 2010માં નવી દિલ્હીમાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કર્યું હતું.                                                                      

Frequently Asked Questions

2030 કોમનવેલ્થ ગેમ્સ ક્યાં યોજાશે?

2030ની 100 વર્ષ પુરા થનારા કોમનવેલ્થ ગેમ્સનું આયોજન ભારત કરશે. આ ગેમ્સ ગુજરાતના અમદાવાદ શહેરમાં યોજાશે.

2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે કેવું પ્રદર્શન કર્યું?

2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે કુલ 39 મેડલ જીત્યા હતા, જેમાં 13 ગોલ્ડ, 17 સિલ્વર અને 9 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. ભારતીય ટીમ મેડલ ટેલીમાં ચોથા સ્થાને રહી હતી.

ભારત કેટલી વાર કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરી ચૂક્યું છે?

ભારત 2030માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરીને ઇતિહાસ રચશે. આ પહેલા ભારતે 2010માં નવી દિલ્હીમાં આ ગેમ્સનું આયોજન કર્યું હતું.

2026 કોમનવેલ્થ ગેમ્સના સમાપન સમારોહમાં ભારતનું પ્રતિનિધિત્વ કોણે કર્યું?

ભારતીય પ્રતિનિધિઓમાં ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપરા, ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ પી.ટી. ઉષા અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
Advertisement

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Independence Day: 1947 નહીં પરંતુ 1961 માં આઝાદ થયું હતું ભારતનું આ રાજ્ય, અત્યારે પ્રવાસીઓનું હોટ ફેટવીટ છે આ સ્ટેટ
Independence Day: 1947 નહીં પરંતુ 1961 માં આઝાદ થયું હતું ભારતનું આ રાજ્ય, અત્યારે પ્રવાસીઓનું હોટ ફેટવીટ છે આ સ્ટેટ
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Embed widget