શોધખોળ કરો

Shardiya Navaratri 2023: શા માટે મનાવાય છે શારદિય નવરાત્રિ? સૌથી લાંબા ચાલતા આ પર્વનો શું છે ઇતિહાસ

નવરાત્રિએ એ સૌથી લાંબો ચાલતું પર્વ છે. આ પર્વનો ઇતિહાસ અને મહત્વ શું છે સમજીએ. પૌરાણિક કથા અનુસાર દુર્ગા માતાએ મહિષાસુરના વધ કરવા માટે નવ દિવસ યુદ્ધ કર્યું હતું અને દશમા દિવસે તેનો વધ કર્યો હતો

Shardiya Navaratri 2023:નવરાત્રીનો તહેવાર નવ દિવસ સુધી ચાલે છે. આ વર્ષે નવરાત્રી 15 ઓક્ટોબરથી થી શરૂ થશે અને 23 ઓક્ટોબરે પૂર્ણ થશે. 24 ઓક્ટોબરે વિજય દશમી ઉજવાશે. નવરાત્રી ઉજવવા પાછળ ઘણી માન્યતાઓ અને કથાઓ છે, જેનો ઉલ્લેખ ધાર્મિક ગ્રંથો અને શાસ્ત્રોમાં કરવામાં આવ્યો છે.

પંચાંગ અનુસાર આખા વર્ષમાં કુલ ચાર નવરાત્રી ઉજવવામાં આવે છે. તેમાંથી બેને ગુપ્ત નવરાત્રિ, એકને ચૈત્ર નવરાત્રિ અને એકને શારદીય નવરાત્રિ કહેવાય છે. ચૈત્ર અને અશ્વિન મહિનામાં આવતી નવરાત્રિનું મહત્વ છે. શારદીય નવરાત્રિ અશ્વિન મહિનાની પ્રતિપદા તિથિથી શરૂ થઈને દશમી તિથિ સુધી ચાલે છે. આ વર્ષે શારદીય નવરાત્રી રવિવાર  15 ઓક્ટોબરથી શરૂ થશે અને  23 ઓક્ટોબરે પૂર્ણ થશે. દેશના અલગ-અલગ ભાગોમાં નવરાત્રીની ઉજવણી અલગ-અલગ રીતે કરવામાં આવે છે. આ સમય દરમિયાન દેવી ભગવતીના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે, ઉપવાસ કરવામાં આવે છે, ગરબા નૃત્યનું આયોજન કરવામાં આવે છે અને આરતી વગેરે કરવામાં આવે છે.

પરંતુ શું તમે જાણો છો કે, નવરાત્રીનો તહેવાર શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ નવરાત્રિ ઉજવવા સંબંધિત પૌરાણિક માન્યતાઓ અને તેનાથી સંબંધિત ઇતિહાસ વિશે.

નવ દિવસ સુધી નવરાત્રિ ઉજવવા સંબંધિત માન્યતાઓ

ધાર્મિક ગ્રંથો અનુસાર, માતા દુર્ગાએ મહિષાસુર રાક્ષસ સાથે યુદ્ધ કરીને તેનો વધ કર્યો હતો. આ યુદ્ધ નવ દિવસ ચાલ્યું અને દસમા દિવસે માતા દુર્ગાએ મહિષાસુરનો વધ કર્યો. માતા દુર્ગાએ મહિષાસુરનો વધ કરીને આસુરી શક્તિઓનો નાશ કર્યો હતો. એવું કહેવાય છે કે જ્યારે માતા દુર્ગાએ મહિષાસુરનો વધ કર્યો ત્યારે તે અશ્વિન મહિનાનો સમય હતો, તેથી દર વર્ષે અશ્વિન મહિનાની પ્રતિપદાથી નવ દિવસ સુધી નવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવે છે, જેને શારદીય નવરાત્રી કહેવામાં આવે છે.

નવરાત્રિ મનાવવાનો ઇતિહાસ

નવરાત્રીનું પાવન પર્વ દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા સાથે જોડાયેલી છે. એક પ્રચલિત  પૌરાણિક કથા અનુસાર મહિષાસુર રાક્ષસને ભગવાન બ્રહ્મા પાસેથી અમરત્વનું વરદાન મળ્યું હતું. તેમનું મૃત્યુ કોઈ મનુષ્ય, રાક્ષસ કે દેવના હાથે ન હોઈ શકે. એક મહિલાના હાથે જ તેનું મૃત્યુ નિશ્ચિત હતું. આ વરદાન મળ્યા બાદ મહિષાસુરે મનુષ્યો અને દેવતાઓને હેરાન કરવાનું શરૂ કર્યું.

મહિષાસુરના અત્યાચારથી પરેશાન થઈને બધા દેવતાઓ ત્રિદેવ પાસે પહોંચી ગયા. પછી ત્રણ દેવતાઓ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે આદિશક્તિનું આહ્વાન કર્યું. પછી બર્હ્મા વિષ્ણુ અને મહેશના તેજપુંજમાંથી દુર્ગાનું અવતરણ થયું. તેમને મહિષાસુર મર્દિની કહેવામાં આવતા હતા. દેવતાઓ પાસેથી શસ્ત્રોની શક્તિ મેળવ્યા પછી, માતા દુર્ગાએ મહિષાસુરને યુદ્ધ માટે પડકાર્યો.

મહિષાસુર અને દેવી દુર્ગા વચ્ચેનું યુદ્ધ નવ દિવસ ચાલ્યું અને દસમા દિવસે માતા દુર્ગાએ મહિષાસુરનો વધ કર્યો, તેથી નવરાત્રીનો તહેવાર નવ દિવસ સુધી ઉજવવામાં આવે છે. એવું કહેવાય છે કે યુદ્ધ દરમિયાન તમામ દેવતાઓએ નવ દિવસ સુધી દરરોજ પૂજા કરી અને મહિષાસુરને મારવા માટે દેવીને શક્તિ પ્રદાન કરી. એવું માનવામાં આવે છે કે નવરાત્રીના તહેવારની ઉજવણી ત્યારથી શરૂ થઈ છે.

રામકથા સાથે પણ નવરાત્રીનું પર્વ જોડાયેલું છે

અન્ય એક કથા અનુસાર નવ દિવસ સુધી નવરાત્રિ પર્વ મનાવવાની કથા રામ સાથે જોડાયેલી છે. આ મુજબ જ્યારે રાવણે માતા સીતાનું અપહરણ કર્યું હતું. ત્યારબાદ, રાવણ સાથેના યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરવા અને માતા સીતાને મુક્ત કરવા માટે, ભગવાન રામે નવ દિવસ સુધી દેવી દુર્ગાની પૂજા કરવાની વિધિ કરી અને બીજા દિવસે, દેવી દુર્ગાએ પ્રગટ થઈ અને ભગવાન રામને યુદ્ધમાં વિજય માટે આશીર્વાદ આપ્યા. ભગવાન શ્રીરામે દસમા દિવસે રાવણનો વધ કર્યો હતો. આ પછી નવરાત્રિ ઉજવવાની પરંપરા શરૂ થઈ અને દસમા દિવસે રાવણના પૂતળાનું દહન કરવામાં આવે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયુંGujarat Rain Data | છેલ્લા 24 કલાકમાં 217 તાલુકામાં ખાબક્યો વરસાદ , જુઓ ક્યાં કેટલો પડ્યો વરસાદ?Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર
Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર
Junagadh Rain: જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાયા
Junagadh Rain: જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાયા
Embed widget