Lord Shiva Rashi: આ 3 રાશિના જાતકે શ્રાવણમાં અચૂક કરવી શિવ પૂજા, મહાદેવની શીઘ્ર વરસશે છે કૃપા
જ્યોતિષ શાસ્ત્ર્ મુજબ આ ત્રણ રાશિ એવી છે જેના પર મહાદેવની અસીમ કૃપા રહે છે. આ ત્રણ રાશિના લોકોએ શ્રાવણમાં મહાદેવની સેવા પૂજા અચૂક કરવી જોઇએ. જેના શીઘ્ર સાધનાનું ફળ મળે છે.
![Lord Shiva Rashi: આ 3 રાશિના જાતકે શ્રાવણમાં અચૂક કરવી શિવ પૂજા, મહાદેવની શીઘ્ર વરસશે છે કૃપા Worship Shiva regularly in Shravan for these 3 zodiac signs, the grace of Mahadev will soon be showered Lord Shiva Rashi: આ 3 રાશિના જાતકે શ્રાવણમાં અચૂક કરવી શિવ પૂજા, મહાદેવની શીઘ્ર વરસશે છે કૃપા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/18/aecaf5b84b751445bf7414d26439ed76169236331525281_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Lord Shiva Rashi:જ્યોતિષમાં 12 રાશિઓ જણાવવામાં આવી છે. દરેક રાશિની પોતાની વિશિષ્ટતા અને વિશેષતા હોય છે. વિવિધ ગ્રહોની ચાલ પણ આ રાશિઓને હકારાત્મક અને નકારાત્મક રીતે અસર કરે છે. આ ચિહ્નો જોઈને દરેક વ્યક્તિ માટે અનુમાન લગાવવામાં આવે છે. આવો જાણીએ મહાદેવની પ્રિય રાશિઓ કઇ છે. જેના પર મહાદેવ શીઘ્ર કૃપા કરે છે.
શ્રાવણનો પવિત્ર મહિનો ભગવાન શિવને સમર્પિત છે. શિવલિંગ પર જળ ચઢાવવાથી જ ભોલેનાથ પ્રસન્ન થઈ જાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે કેટલીક રાશિના લોકો પર હંમેશા ભોલેનાથની કૃપા રહે છે. આવો જાણીએ કઈ કઈ રાશિ છે જેના પર મહાદેવની કૃપા રહે છે.
મહાદેવની આરાધના માટે શ્રાવણ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં મેષ રાશિના લોકો પર ભગવાન શિવની વિશેષ કૃપા બની રહે છે. મંગળને આ રાશિનો સ્વામી માનવામાં આવે છે. ભોલેનાથની પ્રિય રાશિ હોવાને કારણે મેષ રાશિના લોકો મહાદેવની સાધના કરે તો તેને મનોવાંછિત ફળ મળે છે.
શનિદેવના પણ આશીર્વાદ મળે છે
શનિદેવ આ રાશિના સ્વામી છે, તેથી મકર રાશિના લોકો પર ભગવાન શિવ અને શનિદેવની કૃપા વરસે છે. જો આ રાશિના લોકો સાચા મનથી શિવની પૂજા કરે છે તો તેમને જીવનમાં ક્યારેય નિષ્ફળતાનો સામનો કરવો પડતો નથી.
આ રાશિના લોકો ભાગ્યશાળી હોય છે
કુંભ રાશિ પણ ભગવાન શિવની પ્રિય રાશિઓમાંની એક છે. આ સાથે આ રાશિ પણ શનિદેવને પ્રિય છે. આ રાશિના લોકોને મહાદેવના આશીર્વાદ મેળવવા માટે વધારે મહેનત કરવી પડતી નથી. આ જ કારણ છે કે આ રાશિના લોકો પર શિવજીની અસીમ કૃપા રહે છે. બીજી તરફ ભગવાન શિવની પૂજા કરવાથી કુંભ રાશિના લોકોના જીવનમાં સુખ-સમૃદ્ધિ રહે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)