Hyundai i20નો લૂક બદલાયો, નવા મૉડલમાં મળશે આ ખાસ ફિચર્સ, ફેસલિસ્ટ ટેસ્ટિંગ શરૂ
હ્યૂન્ડાઇની આ કારના લૉન્ચ થયા પછી આ કાર Tata Altroz સાથે સ્પર્ધા કરશે, જેને તાજેતરમાં અપડેટ કરવામાં આવી છે.
Hyundai i20: ભારતમાં ઓટોમોબાઇલ ક્ષેત્ર ખુબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે, અને જુદાજુદા ઇનૉવેશન પણ પણ આપી રહ્યું છે. આ કડીમાં હવે હ્યૂન્ડાઇ એક મોટો ધમાકો કરવાની તૈયારીમાં છે. હ્યૂન્ડાઇ પોતાની નવી કારને લઇને એક્શનમાં છે. જુલાઈ 2023ની શરૂઆતમાં હ્યૂન્ડાઇ કંપની પોતાની નવી માઇક્રૉ એસયુવી Xeter લૉન્ચ કરી શકે છે. આ માટે Hyundaiએ પણ દેશમાં પોતાની હ્યૂન્ડાઇ i20 હેચબેકના ફેસલિફ્ટ વર્ઝનનું ટેસ્ટિંગ શરૂ કરી દીધું છે. ટેસ્ટિંગ મૉડ્યૂલ પુરેપુરી રીતે આવરી લેવામાં આવ્યું હતું, આની તસવીરો પણ હવે સામે આવી છે. આમાં ફરીથી ડિઝાઇન કરેલા એલૉય વ્હીલ્સ અને ટેલલેમ્પ્સ સ્પષ્ટપણે દેખાય છે. નવી 2023 Hyundai i20 ફેસલિફ્ટ તાજેતરમાં યૂરોપિયન માર્કેટ માટે ઓફિશિયલ તસવીરો દ્વારા રિલીઝ કરવામાં આવી હતી, જેમાંથી ઘણી ડિઝાઇન ભારતના સ્પેક મૉડેલમાં પણ જોઈ શકાય છે.
કેવી છે ડિઝાઇન ?
હ્યૂન્ડાઇ i20 હેચબેકના અપડેટેડ વર્ઝનમાં નવા હેડલેમ્પ ક્લસ્ટર સાથે નવા ફ્રન્ટ અને રિયર બમ્પર સાથે જોવા મળશે, LED DRLs અને એરો-આકારના ઇનલેટ્સ મળશે. ટેલલેમ્પ્સને Z આકારના LED ઇન્સર્ટ સાથે અપડેટ કરી શકાય છે. વૈશ્વિક મૉડલની જેમ ભારત-સ્પેક i20 ને કેટલીય નવી રંગ યોજનાઓ મળી શકે છે.
ઇન્ટીરિયર -
હાલમાં નવી 2023 Hyundai i20 ફેસલિફ્ટના ઇન્ટિરિયર વિશે માહિતી ઉપલબ્ધ નથી, પરંતુ આમાં નવી થીમ અને નવી અપહૉલ્સ્ટરી મળવાની અપેક્ષા છે. આમાં એમ્બિયન્ટ લાઇટિંગ, વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ અને એક્સ્ટરની જેમ સ્ટાન્ડર્ડ 6 એરબેગ્સ સાથે ડેશકેમ મળશે. આ સાથે ઓટો ક્લાઈમેટ કન્ટ્રૉલ, સ્માર્ટફોન કનેક્ટિવિટી સાથે 10.25 ઈંચ ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, કનેક્ટેડ કાર ટેક, વાયરલેસ ફોન ચાર્જિંગ અને ક્રૂઝ કન્ટ્રૉલ જેવા ફિચર્સ પણ આપવામાં આવશે.
પાવરટ્રેન -
હ્યૂન્ડાઇની આ નવી કારમાં વર્તમાન મૉડલ જેવું જ એન્જિન સેટઅપ મળે એવી પુરેપુરી શક્યતાઓ છે. નવી 2023 Hyundai i20 ફેસલિફ્ટમાં 1.2L નેચરલી એસ્પિરેટેડ પેટ્રૉલ એન્જિન અને 1.0L ટર્બો પેટ્રૉલ એન્જિન મળવાનું ચાલુ રહેશે. જેમાં 120PSનું આઉટપુટ અનુક્રમે 114 Nm અને 83PS અને 172 Nm સાથે ઉપલબ્ધ છે. આમાં 5-સ્પીડ મેન્યૂઅલ, CVT ઓટૉમેટિક અને 7-સ્પીડ DCT ઓટૉમેટિક ટ્રાન્સમિશનનો ઓપ્શન મળશે.
ક્યારે થશે લૉન્ચ -
હ્યૂન્ડાઇ કંપનીએ હજુ સુધી આ કારના લોન્ચિંગની ડિટેલ્સનો ખુલાસો કર્યો નથી. જોકે, કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નવું 2023 i20 આ વર્ષના તહેવારોની સિઝન સુધીમાં માર્કેટમાં આવી શકે છે. જોકે આની કિંમત થોડી વધારે હોઈ શકે છે. હાલમાં આ કારની એક્સ-શૉરૂમ કિંમત 7.46 લાખથી 11.88 લાખ રૂપિયાની વચ્ચે છે.
ટાટા અલ્ટ્રૉઝ સાથે થશે મુકાબલો -
હ્યૂન્ડાઇની આ કારના લૉન્ચ થયા પછી આ કાર Tata Altroz સાથે સ્પર્ધા કરશે, જેને તાજેતરમાં અપડેટ કરવામાં આવી છે. આ કારમાં 1.2 લિટર પેટ્રૉલ એન્જિન અને CNGનો ઓપ્શન મળે છે.