Bajaj Freedom 125: બજાજે લોન્ચ કરી દુનિયાની પ્રથમ CNG બાઇક, કિંમત અને માઇલેજ જાણી ચોંકી જશો
Bajaj Freedom 125: બજાજ ઓટોએ આજે સત્તાવાર રીતે વિશ્વની પ્રથમ CNG બાઇક બજાજ ફ્રીડમ વેચાણ માટે લોન્ચ કરી છે
Bajaj Freedom 125 CNG BIKE: દેશની ટોચની ટુ-વ્હીલર ઉત્પાદક બજાજ ઓટોએ એવું કર્યું છે જે આજ સુધી વિશ્વમાં કોઈએ કર્યું નથી. બજાજ ઓટોએ આજે સત્તાવાર રીતે વિશ્વની પ્રથમ CNG બાઇક બજાજ ફ્રીડમ વેચાણ માટે લોન્ચ કરી છે. આ ઐતિહાસિક મોટરસાઈકલના લોન્ચિંગ સમયે કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ હાઈવે મંત્રી નીતિન ગડકરી પણ હાજર હતા, જેમણે તેને ગેમ ચેન્જર ગણાવી હતી. આકર્ષક દેખાવ અને સ્પોર્ટી ડિઝાઇનથી સજ્જ આ બાઇકની પ્રારંભિક કિંમત 95,000 રૂપિયા (એક્સ-શોરૂમ) નક્કી કરવામાં આવી છે.
The world of innovations continues. #CountdownBegins #BajajAuto #GameChanger #WorldsFirstCNGBike 🏍️
— Bajaj Freedom (@FirstCNGBike) July 5, 2024
Witness it live here: https://t.co/1bPtNHSfQ5 pic.twitter.com/UUihpSTPLG
કેવી છે દુનિયાની પહેલી CNG BIKE
બજાજ ઓટોએ આ બાઇકને કોમ્યુટર સેગમેન્ટમાં લોન્ચ કરી છે. પરંતુ ટીમે આ બાઇકના લુક અને ડિઝાઇન પર શાનદાર કામ કર્યું છે. જ્યારે તમે આ બાઇકને પહેલી નજરમાં જોશો ત્યારે તમારા મનમાં પહેલો પ્રશ્ન આવશે તે છે CNG સિલિન્ડર. આ બાઈકને જોઈને તમે કદાચ અંદાજ પણ નહીં લગાવી શકો કે કંપનીએ આ બાઈકમાં CNG સિલિન્ડર ક્યાં મૂક્યું છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પણ તેની પ્રશંસા કરી હતી.
📍𝐏𝐮𝐧𝐞 | Live from the launch of World’s 🌏 First CNG Motorcycle 🏍️ of Bajaj Auto
— Nitin Gadkari (@nitin_gadkari) July 5, 2024
https://t.co/1CpxcySoEU
સીએનજી સિલિન્ડર ક્યાં છે
બજાજ ઓટો દાવો કરે છે કે આ બાઇક સેગમેન્ટમાં સૌથી લાંબી સીટ (785MM) ધરાવે છે જે આગળના ભાગમાં ફ્યુઅલ ટાંકીને ઘણી હદ સુધી આવરી લે છે. આ સીટ નીચે સીએનજી ટાંકી મૂકવામાં આવી છે. આમાં લીલો રંગ CNG અને નારંગી રંગ પેટ્રોલનું પ્રતિનિધિત્વ કરે છે. આ બાઈકને એક મજબૂત ટ્રેલીસ ફ્રેમ આપવામાં આવી છે જે ન માત્ર બાઇકને લાઇટ બનાવે છે પરંતુ તેને મજબૂત પણ બનાવે છે. કંપનીનું કહેવું છે કે આ બાઇકે ઇન્ડસ્ટ્રીના 11 અલગ-અલગ ટેસ્ટ પાસ કર્યા છે જે તેને સંપૂર્ણપણે સુરક્ષિત બનાવે છે. આ બાઇકને આગળથી, બાજુથી, ઉપરથી અને ટ્રકની નીચે કચડીને પણ ટેસ્ટ કરવામાં આવી છે.
પાવર અને પરફોર્મન્સ
વિશ્વની પ્રથમ CNG બાઇક બજાજ ફ્રીડમમાં કંપનીએ 125 સીસી ક્ષમતાનું પેટ્રોલ એન્જિન આપ્યું છે. આ એન્જિન 9.5PSનો પાવર અને 9.7Nmનો ટોર્ક જનરેટ કરે છે. જેમાં કંપનીએ 2 લીટર પેટ્રોલ ફ્યુઅલ ટેન્ક અને 2 કિલો ક્ષમતાની CNG ટેન્ક આપી છે. કંપનીનો દાવો છે કે આ બાઇક સંપૂર્ણ ટાંકીમાં (પેટ્રોલ + CNG) 300 કિમી સુધીની ડ્રાઇવિંગ રેન્જ આપે છે.
વેરિઅન્ટ અને કિંમત
કંપનીએ બજાજ ફ્રીડમને કુલ ત્રણ વેરિઅન્ટમાં રજૂ કર્યું છે. જે ડિસ્ક બ્રેક અને ડ્રમ બ્રેક બ્રેકિંગ સિસ્ટમ બંને સાથે આવે છે. આ બાઇક કુલ 7 રંગોમાં વેચાણ માટે ઉપલબ્ધ છે. જેમાં કેરેબિયન બ્લુ, ઇબોની બ્લેક-ગ્રે, પ્યુટર ગ્રે-બ્લેક, રેસિંગ રેડ, સાયબર વ્હાઇટ, પ્યુટર ગ્રે-યેલો, ઇબોની બ્લેક-રેડ કલર્સનો સમાવેશ થાય છે.
વેરિઅન્ટ અને કિમત (એક્સ શો રૂમ)
Bajaj Freedom Drum-95,000 રૂપિયા
Bajaj Freedom Drum LED- 1,05,000 રૂપિયા
Bajaj Freedom Disk LED-1,10,000 રૂપિયા
75,000 રૂપિયાની બચત
બજાજ ઓટોનો દાવો છે કે આ બાઇકની રનિંગ કોસ્ટ કોઈપણ પેટ્રોલ મોડલ કરતા ઘણી ઓછી છે. દૈનિક ઉપયોગ દરમિયાન તેના ઓપરેશન ખર્ચમાં આશરે 50 ટકાનો ઘટાડો થશે. આ રીતે વાહન માલિક આ બાઇકનો ઉપયોગ કરીને આગામી 5 વર્ષમાં અંદાજે 75,000 રૂપિયા બચાવી શકે છે.