શોધખોળ કરો

હોળીના તહેવારમાં કાર થઇ જાય ખરાબ તો આ રીતે કરો વૉશ, થઇ જશે પહેલા જેવી ચકચકાટ, જાણો 7 ટિપ્સ.............

આજે અમે તમને એવી ટ્રિક બતાવી રહ્યાં છીએે જેની મદદથી તમે ઓછી કિંમતે પોતાની કારેને એકદમ નવી જેવી ચમકદાર બનાવી શકો છો.

નવી દિલ્હીઃ ભારતીય સંસ્કૃતિમાં હોળીના તહેવારનુ અદભૂત મહત્વ છે, ભારતીય હોળીના તહેવાર પર હોળી રમે છે, કેટલાક લોકો કલરથી તો કેટલાક લોકો રંગ, અબીલ, ગુલાલથી હોળી રમે છે. પરંતુ ઘણીવાર હોળી રમતી વખતે કેટલીક વસ્તુઓ અને સાધનો-વ્હીકલો પર પણ હોળીના રંગો ચોંટી જાય છે. હોળીના તહેવારમાં લોકો સામેવાળાને રંગો લગાડવાની સાથે સાથે તેમના ઘરની બહાર રાખેલા કાર-બાઇક સહિતના વ્હીકલોને પણ રંગોથી રંગી નાંખતા હોય છે. પરંતુ હોળી પુરી થયા પછી આવા રંગોને કાર કે બાઇક પરથી કાઢવા ખર્ચનો સામનો કરવો પડે છે. જો તમારી કાર પર આવા રંગો લાગેલા હોય તો તમે આસાન ટિપ્સ અપનાવી ઘરે જ વૉશિંગ કરીને કારને ચમકાવી શકો છે. જાણો ઘરે કઇ રીતે કરી શકાય કારને વૉશ અને ક્લિન.....

આજે અમે તમને એવી ટ્રિક બતાવી રહ્યાં છીએે જેની મદદથી તમે ઓછી કિંમતે પોતાની કારેને એકદમ નવી જેવી ચમકદાર બનાવી શકો છો. જોકે ઘરે કારને ક્લિન કરતી વખતે કેટલીક ખાસ વાતોનુ ધ્યાન રાખવુ જરૂરી છે. જાણો ટિપ્સ વિશે.....

કારને ક્લિન કરવા માટેની ટિપ્સ.....

1- કારને સાફ કરવા માટે વૉશિંગ પાઉડર, ડિશ વૉશિંગ સોપ કે વાળમાં લગાવવાના શેમ્પૂનો યૂઝ ના કરવુ જોઇએ. લાંબા સમય સુધી આનો યૂઝ તમારી કારની પેઇન્ટને ખરાબ કરી શકે છે. કારને વૉશ કરવા માટે કાર ક્લિનર કાર શેમ્પૂનો જ યૂઝ કરવો જોઇએ.

2- કાર જો તડકામાં ઉભી રહી હોય તો તેને તરતજ વૉશ ના કરવી જોઇએ. તડકામાં રહેવાથી કારની બૉડી ગરમ થઇ જાય છે, અને આ સમયે કાર વૉશ કરવાથી કારની પેઇન્ટ થોડી ફિક્કી પડી જાય છે.

3- શેમ્પૂથી વૉશ કર્યા બાદે કારને સુખવવા માટે સુતરાઉ કપડાંની જગ્યાએ ફાઇબરે ક્લૉથે કે બેબી વાઇપ જેવા કપડાંનો યૂઝ કરો. આ ઉપરાંત ક્યારેય કૉટનના સુકા કપડાંથી પણ કાર ડાયરેક્ટના લુછો, આનાથી કાર પર સ્ક્રેચ પડી શકે છે.

4- જો કારને ઘરમાં વૉશ કરી રહ્યાં છો તો પાઇપનો ઉપયોગ કરો. કોઇ નળમાં પાઇપ લગાવીને તેને ધારથી કાર ઝડપથી સાફ થઇ જાય છે. ડોલમાં પાણી ભરીને કાર વૉશ કરવાથી કાર બરાબર સાફ નથી થઇ શકતી. વારંવાર ક્લિનિંગ સ્પંચે ડોલમાં નાંખવાથી ડોલનુ પાણી ગંદુ થઇ જાય છે, અને ધૂળ માટી વાળુ પાણી કાર પર લાગે છે.

5- કાર વૉશના સમયે કાચ અને તમામ વિન્ડો બરાબર બંધ કરી દો. ક્લિનિંગ દરમિયાને પાણી અંદર જવાથી કારના ઇન્ટિરીયરને નુકશાન પહોંચી શકે છે.

6- બહારથી કારને વૉશ કર્યા બાદ અંદરથી પણ કારને બરાબર સાફ કરવી જરૂરી છે. ડેશબોર્ડ, લેગસ્પેસ અને બાકી ઇન્ટીરિયરની જો યોગ્ય રીતે સફાઇ ના થાય તો ફંગલ આવી શકે છે. આ ઉપરાંત કારની સીટોની પણ સારી રીતે સફાઇ જરૂરી છે.

7- કારની હેડલાઇટ કે ટેલલેમ્પ સાફ કરવા માટે વિન્ડો ક્લિનર યૂઝ કરી શકો છો. વિન્ડો ક્લિનરને હેડલાઇટ પર સ્પ્રે કરો અને સૉફ્ટ કપડાં કે બેબી વાઇપથી લુછવા માટે હેડલાઇટે ચમકવા લાગશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget