પેટ્રોલના વધતા ભાવ અને EV ચાર્જિંગના ટેન્શન વચ્ચે હાઇબ્રિડ કાર ગ્રાહકોને બેલેન્સ્ડ વિકલ્પ પૂરો પાડે છે. તે પેટ્રોલ એન્જિન અને ઇલેક્ટ્રિક મોટરના કારણે 27-29 કિમી/લિટર સુધીની શાનદાર માઈલેજ આપે છે.
પેટ્રોલ-CNG ભૂલી જશો! 29 kmpl માઈલેજવાળી આ હાઇબ્રિડ કાર્સની બજારમાં ભારે ડિમાન્ડ
Best hybrid cars 2026: ઈલેક્ટ્રિક કારના ચાર્જિંગનું ટેન્શન નહીં અને પેટ્રોલ-CNG કરતાં વધુ માઈલેજ! જાણો કેમ ભારતીય ગ્રાહકો હવે હાઇબ્રિડ કાર તરફ વળી રહ્યા છે અને કયા મોડલ છે બેસ્ટ.

- પેટ્રોલના વધતા ભાવ વચ્ચે હાઇબ્રિડ કાર સંતુલિત વિકલ્પ છે.
- વિક્ટોરિસ, ગ્રાન્ડ વિટારા 29 kmpl માઇલેજ સાથે લોકપ્રિય છે.
- ઉત્તમ માઈલેજ, પ્રીમિયમ ફીચર્સ અને એડવાન્સ સેફ્ટી આપે છે.
Best hybrid cars 2026: ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં અત્યારે હાઇબ્રિડ કારનો જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. પેટ્રોલના વધતા ભાવ અને ઈલેક્ટ્રિક કાર (EV) ચાર્જ કરવાના ટેન્શન વચ્ચે, ગ્રાહકોને હાઇબ્રિડ કાર એક બેસ્ટ અને બેલેન્સ્ડ ઓપ્શન લાગી રહ્યો છે. આ કાર્સમાં પેટ્રોલ એન્જિનની સાથે ઈલેક્ટ્રિક મોટર પણ આપવામાં આવે છે, જેના કારણે 27 થી 29 કિમી પ્રતિ લિટર સુધીની શાનદાર માઈલેજ મળે છે અને ઈંધણનો ખર્ચ ઘટે છે. માઈલેજ અને પ્રીમિયમ ફીચર્સના આ કમાલના કોમ્બિનેશનને કારણે હવે લોકો પેટ્રોલ અને CNG છોડીને હાઇબ્રિડ કાર્સની ખરીદી કરવા તરફ વળી રહ્યા છે.
માઈલેજ અને પર્ફોર્મન્સમાં આ કાર્સનો કોઈ જવાબ નહીં
માર્કેટ રિપોર્ટ્સ અનુસાર, મારુતિ સુઝુકીની નવી વિક્ટોરિસ 29 કિમી પ્રતિ લિટરની માઈલેજ આપવાનો દાવો કરે છે, જે તેને માર્કેટની સૌથી વધુ ફ્યુઅલ-એફિશિયન્ટ કાર્સમાંની એક બનાવે છે. આ ઉપરાંત, મારુતિની ગ્રાન્ડ વિટારા સ્ટ્રોંગ હાઇબ્રિડ અને ટોયોટાની અર્બન ક્રૂઝર હાઈરાઈડર સ્ટ્રોંગ હાઇબ્રિડ પણ તેમની જોરદાર માઈલેજ માટે ગ્રાહકોની ફેવરિટ બની છે.
આ બંને SUV રિયલ લાઈફ ડ્રાઇવિંગમાં પણ બહુ ઓછું પેટ્રોલ વાપરે છે. સિટીના ભારે ટ્રાફિકમાં આ કાર્સ ઈલેક્ટ્રિક મોટરની મદદથી પેટ્રોલ બચાવે છે, જ્યારે હાઈવે પર પેટ્રોલ એન્જિન અને ઈલેક્ટ્રિક મોટર બંને સાથે મળીને જોરદાર પર્ફોર્મન્સ આપે છે. જે લોકોને લાંબી મુસાફરી કરવાની હોય છે, તેમના માટે આ કાર્સ પહેલી પસંદ બની ગઈ છે. પેટ્રોલ અને CNG મોડલ કરતાં આ કારનું બેલેન્સ તેને સાવ અલગ પાડે છે.
આ પણ વાંચોઃ માત્ર ₹6.99 લાખમાં 360-ડિગ્રી કેમેરાવાળી 5 બેસ્ટ કાર, મોંઘી SUV ના ફીચર્સ પણ ફિક્કા લાગે
ફીચર્સ અને કમ્ફર્ટમાં પણ એકદમ સુપર
આજની આધુનિક હાઇબ્રિડ કાર્સ માત્ર માઈલેજ પૂરતી જ મર્યાદિત નથી, તેમાં તમને પ્રીમિયમ ફીચર્સ, લેટેસ્ટ સેફ્ટી ટેકનોલોજી અને એકદમ કમ્ફર્ટેબલ કેબિન પણ મળે છે.
એડવાન્સ ફીચર્સ: ગ્રાન્ડ વિટારા અને હાઈરાઈડર જેવા મોડલ્સમાં મોટી ટચસ્ક્રીન, 360-ડિગ્રી કેમેરા, કનેક્ટેડ કાર ટેકનોલોજી અને ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલ જેવી સુવિધાઓ આપવામાં આવી છે.
સેફ્ટી અને ડિઝાઈન: નવી વિક્ટોરિસની ડિઝાઈન પણ એકદમ મોડર્ન છે અને તેમાં એડવાન્સ સેફ્ટી ફીચર્સથી ભરેલી કેબિન મળે છે.
આ પણ વાંચોઃ પેટ્રોલના ટેન્શનને કહો બાય-બાય! 1 કિલો CNGમાં 34 કિમી સુધી માઇલેજ આપતી આ ટોપ 5 કાર
ભવિષ્યનો મજબૂત વિકલ્પ
ઓટો એક્સપર્ટ્સનું માનવું છે કે, જે ગ્રાહકો ઈલેક્ટ્રિક વાહનો જેવો ઓછો ખર્ચ ઈચ્છે છે પણ ચાર્જિંગ સ્ટેશન શોધવાની માથાકૂટમાં પડવા માંગતા નથી, તેમના માટે હાઇબ્રિડ કાર બેસ્ટ છે. ભારત જેવા દેશમાં હાઇબ્રિડ ટેકનોલોજી ભવિષ્યનો એક બહુ જ મજબૂત વિકલ્પ છે. બેસ્ટ માઈલેજ, શાનદાર ફીચર્સ અને ભરોસાપાત્ર પર્ફોર્મન્સના કારણે આવનારા વર્ષોમાં હાઇબ્રિડ કાર્સનું સેગમેન્ટ ખૂબ જ ઝડપથી આગળ વધશે.
Frequently Asked Questions
ભારતમાં હાઇબ્રિડ કાર્સ શા માટે લોકપ્રિય બની રહી છે?
હાઇબ્રિડ કાર્સ સામાન્ય રીતે કેટલી માઈલેજ આપે છે?
હાઇબ્રિડ કાર્સ 27 થી 29 કિમી પ્રતિ લિટર સુધીની શાનદાર માઈલેજ આપે છે. મારુતિ સુઝુકીની નવી વિક્ટોરિસ 29 કિમી/લિટરની માઈલેજ સાથે સૌથી વધુ ઇંધણ-કાર્યક્ષમ કાર્સમાંની એક છે.
આધુનિક હાઇબ્રિડ કાર્સમાં કઈ પ્રીમિયમ સુવિધાઓ ઉપલબ્ધ છે?
આધુનિક હાઇબ્રિડ કાર્સમાં મોટી ટચસ્ક્રીન, 360-ડિગ્રી કેમેરા, કનેક્ટેડ કાર ટેકનોલોજી અને ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલ જેવી પ્રીમિયમ સુવિધાઓ હોય છે. તેમાં એડવાન્સ સેફ્ટી ફીચર્સ અને કમ્ફર્ટેબલ કેબિન પણ મળે છે.
હાઇબ્રિડ કાર્સ સિટી અને હાઈવે ડ્રાઇવિંગમાં કેવું પર્ફોર્મન્સ આપે છે?
સિટી ટ્રાફિકમાં કાર ઇલેક્ટ્રિક મોટરથી પેટ્રોલ બચાવે છે. હાઈવે પર, પેટ્રોલ એન્જિન અને ઇલેક્ટ્રિક મોટર બંને મળીને જોરદાર પર્ફોર્મન્સ આપે છે, જે લાંબી મુસાફરી માટે આદર્શ છે.





















