(Source: ECI/ABP News/ABP Majha)
BMWએ લૉન્ચ કરી 200 કિમીની રેન્જ આપનારી હાઇ સ્પીડ સુપર સ્પોર્ટ્સ બાઇક, જાણો કિંમતથી લઇને ફિચર્સ
બાઇકની શરૂઆતી કિંમત 12.30 લાખ રૂપિયા (એક્સ શૉ રૂમ, દિલ્હી) નક્કી કરવામાં આવી છે. ઓથોરાઇઝ્ડ ડીલરશીપ પર આનુ બુકિંગ શરૂ થઇ ચૂક્યુ છે.
નવી દિલ્હીઃ ભારતીય માર્કેટમાં બીએમડબલ્યૂ આ વર્ષની મોટી તૈયારીમાં છે. આ વર્ષમાં બીએમડબલ્યૂ ડઝનેક વાહન ભારતીય માર્કેટમાં ઉતારવાની છે. આમાં કારો અને મૉટરસાયકલ, બન્ને સામેલ છે. આ કડીમાં બીએમડબલ્યૂ મોટરરાડ ઇન્ડિયાએ ભારતમાં પોતાની નવી બાઇક એફ 900 એક્સઆર (BMW F900XR) લૉન્ચ કરી દીધી છે.
બાઇકની શરૂઆતી કિંમત 12.30 લાખ રૂપિયા (એક્સ શૉ રૂમ, દિલ્હી) નક્કી કરવામાં આવી છે. ઓથોરાઇઝ્ડ ડીલરશીપ પર આનુ બુકિંગ શરૂ થઇ ચૂક્યુ છે.જોકે, ડિલીવરી જૂન સુધીમાં શરૂ થશે.
200 કીમી પ્રતિ કલાકથી પણ વધુ છે ટૉપ સ્પીડ -
બાઇક માત્ર 3.6 સેકન્ડમાં 0-100 કિમી/કલાકની સ્પીડ પકડવામાં સક્ષમ છે, જો ટૉપ સ્પીડની વાત કરીએ તો બાઇકની ટૉપ સ્પીડ 200 કિમી/કલાકથી પણ વધુ છે. BMW F900XR બહુજ ફાસ્ટ છે. આ દેશમાં પુરેપુરી રીતે બિલ્ટ-અપ યૂનિટ (CBU) ની રીતે રજૂ કરવામાં આવી છે. બાઇક 6.5 ઇંચની ફૂલ કલર ટીએફટી મલ્ટી ફન્ક્શનલ ઇન્સ્ટ્રૂમેન્ટ સ્ક્રીન મળે છે. આ કનેક્ટિવિટી કન્ફક્શન વાળી છે. કંપનીનુ કહેવુ છે કે યૂઝર વિના એપ ઇન્સ્ટૉલ કરે મોબાઇલ ફોન અને અને મીડિયા ફન્ક્શનને યૂઝ કરી શકે છે.
એન્જિન અને ટક્કર -
BMW F900XRમાં 895 સીસી વૉટર કૂલ્ડ- 4 સ્ટ્રૉ ઇન લાઇન 2- સિલિન્ડર એન્જિન છે, જે 8500 આરપીએમ પર 105 એચપી પાવર (77 કિલોવૉટ) અને 6500 આરપીએમ પર 92 એનએમ ટૉર્ક જનરેટ કરી શકે છે. માર્કેટમાં બાઇકનો મુકાબલો Kawasaki Versys 1000, Ducati Monster અને Triumph Speed Twin જેવી બાઇક્સથી થવાની છે.
BMW F900XRમાં મળનારા અન્ય ફિચર્સ -
BMW F900XRમાં બીએમડબલ્યૂ મૉટરરાડ કનેક્ટિવિટી એપ, રૂટ ઇમ્પૉર્ટની સાથે પ્રેક્ટિકલ એરો નેવિગેશન અને ડિસ્પ્લે પર મલ્ટીપલ વેપૉઇન્ટ ગાઇડન્સ જેવા તમામ એડવાન્સ ફિચર્સ છે. આ ઉપરાંત કેટલાય સ્ટાન્ડર્ડ ફિચર્સ જેવા કે ડાયનેમિક ઇએસએ, કીલેસ રાઇડ અને સેન્ટર સ્ટેન્ડ છે. એટલુ જ નહીં બાઇકમાં રાઇડિંગ મૉડ્સ પ્રૉ, ડાયનેમિક એન્જિન બ્રેક કન્ટ્રૉલ (MSR), હીટેડ ગ્રિપ્સ, ડાયનેમિક ટ્રેક્શન કન્ટ્રૉલ અને ABS પ્રૉ જેવા સેફ્ટી ફિચર્સ પણ છે.
આ પણ વાંચો.......
આજથી ગુજરાતમાં પ્રચંડ ગરમીનો વધુ એક રાઉન્ડ, ખેડૂતો માટે હવમાન વિભાગે આપ્યા સારા સમાચાર, જાણો વિગતે
Maharashtra News: મહારાષ્ટ્રના સોલાપુરમાં માત્ર 1 રૂપિયે લિટર વેચાયું પેટ્રોલ, જાણો શું છે ઘટના
અમદાવાદમા અસદુદ્દીન ઔવેસીનો કરાયો વિરોધ, સ્થાનિકોએ કાળા વાવટા ફરકાવી કર્યો સૂત્રોચ્ચાર
મધ્યમવર્ગને મોંઘવારીનો મારઃ કપાસિયા અને સિંગતેલના ભાવમાં થયો વધારો, જાણો હવે એક ડબ્બો કેટલામાં મળશે
હાર્દિક પટેલે કર્યો મોટો ઘટસ્ફોટ, “કોંગ્રેસ નેતાઓ મારી હકાલપટ્ટી કરવા માંગે છે”