શોધખોળ કરો

Auto News: રિવર્સ ગિયરમાં કેટલી સ્પીડે દોડી શકે છે કાર? આખરે કેમ ઓછી રાખવામાં આવે છે સ્પીડ?

Car Reverse Gear Maximum Speed: ગાડી રિવર્સ ગિયરમાં આગળની સરખામણીએ ઓછી સ્પીડથી કેમ ચાલે છે? તેની પાછળ ગિયર રેશિયો, એન્જિન ડિઝાઇન અને સુરક્ષા સાથે જોડાયેલા કારણો જવાબદાર છે. આ જ કારણે કંપનીઓ રિવર્સ સ્પીડને હંમેશાં સીમિત રાખે છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • કાર રિવર્સ ગિયરમાં ધીમી ચાલે છે, ઉંચા ગિયર રેશિયોને કારણે.
  • મોટાભાગની કાર રિવર્સમાં 15-30 કિમી/કલાકની મહત્તમ ગતિએ ચાલે છે.
  • સુરક્ષા હેતુસર રિવર્સમાં ઓછી સ્પીડ, દ્રશ્યતા મર્યાદિત હોવાથી રાખવામાં આવે છે.

Car Reverse Gear Speed: કાર ચલાવતી વખતે તમે જોયું હશે કે કાર આગળની તરફ ખૂબ જ ઝડપી સ્પીડમાં ચાલે છે, પરંતુ જેવી રિવર્સ ગિયરમાં આવે કે તેની સ્પીડ એકદમ ઓછી થઈ જાય છે. ઘણા લોકોના મગજમાં એવો સવાલ આવતો હોય છે કે અવારનવાર એવું કેમ થાય છે. તમને જણાવી દઈએ કે તેનો સીધો સંબંધ ગાડીના ગિયરબોક્સ અને એન્જિનની ડિઝાઇન સાથે હોય છે. એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, રિવર્સ ગિયર વાસ્તવમાં માત્ર એક જ ગિયર હોય છે, જે સામાન્ય રીતે ગિયરબોક્સનો સૌથી વધુ રેશિયો (Gear Ratio) ધરાવતો ગિયર હોય છે. આ જ કારણે રિવર્સમાં સ્પીડ ઓછી થઈ જાય છે. એટલે કે કારને પાછળ લઈ જવા માટે તાકાત (Torque) તો પૂરેપૂરી મળે છે, પરંતુ સ્પીડ જાણીજોઈને મર્યાદિત રાખવામાં આવે છે.

 

રિવર્સ ગિયરમાં કાર કેટલી સ્પીડ સુધી જઈ શકે છે?

જો વાત કરીએ કે આખરે રિવર્સમાં કાર કેટલી સ્પીડ સુધી જઈ શકે છે, તો મોટાભાગના કિસ્સાઓમાં રિવર્સ ગિયરમાં મળતી મહત્તમ સ્પીડ લગભગ પહેલા ગિયર જેટલી જ હોય છે, કારણ કે ઘણી ગાડીઓમાં રિવર્સ ગિયરનો રેશિયો પહેલા ગિયર જેટલો જ રાખવામાં આવે છે. સામાન્ય રીતે જોવામાં આવે તો સામાન્ય કારો રિવર્સમાં અંદાજે 15 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ સુધી પહોંચી શકે છે. જો કે, થિયરીમાં કેટલીક ગાડીઓ આનાથી વધુ સ્પીડે પણ જઈ શકે છે, પરંતુ સેફ્ટી અને મેન્યુફેક્ચરરની લિમિટના કારણે પ્રેક્ટિકલ સ્પીડ ઓછી જ રાખવામાં આવે છે.

આ પણ વાંચો...Tatka Punch ને ટક્કર આપવા Maruti લાવી રહી છે સૌથી નાની અને સસ્તી SUV, જાણો કિંમત અને ફીચર્સ

રિવર્સ ગિયરની સ્પીડ કેમ ઓછી રાખવામાં આવે છે?

આ સ્થિતિમાં દરેક વ્યક્તિના મગજમાં એ સવાલ આવે કે આખરે કંપનીઓ જાણીજોઈને રિવર્સ ગિયરની સ્પીડ કેમ ઓછી રાખે છે? તમને જણાવી દઈએ કે તેની પાછળનું સૌથી મોટું કારણ તમારી સેફ્ટી  છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે રિવર્સ ગિયર પણ પહેલા ગિયર જેવો જ લો ગિયર હોય છે, જે ગાડીને આગળ-પાછળ ખસેડવા માટે પૂરતો હોય છે, પરંતુ તેની સ્પીડ જાણીજોઈને મર્યાદિત રાખવામાં આવે છે કારણ કે રિવર્સમાં વધુ ઝડપે ડ્રાઇવિંગ કરવું યોગ્ય માનવામાં આવતું નથી. વાસ્તવમાં જ્યારે ડ્રાઇવર પાછળની તરફ ગાડી ચલાવે છે, ત્યારે તેની વિઝિબિલિટી આગળ જેટલી સારી નથી હોતી, તેથી ઓછી સ્પીડ રાખવાથી અકસ્માતનો ખતરો ઘણો ઓછો થઈ જાય છે. આ જ કારણ છે કે રિવર્સમાં ગાડીની સ્પીડ ઓછી હોય છે.

Frequently Asked Questions

કાર રિવર્સ ગિયરમાં શા માટે ધીમી ગતિએ ચાલે છે?

કાર રિવર્સ ગિયરમાં ધીમી ચાલે છે કારણ કે તેનો ગિયર રેશિયો સૌથી વધુ હોય છે. આ ડિઝાઇન એન્જિન અને ગિયરબોક્સ સાથે સંબંધિત છે, જે ટોર્ક પૂરો પાડીને સ્પીડ મર્યાદિત રાખે છે.

રિવર્સ ગિયરમાં કાર કેટલી મહત્તમ સ્પીડ પ્રાપ્ત કરી શકે છે?

સામાન્ય રીતે, કાર રિવર્સ ગિયરમાં 15 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ સુધી પહોંચી શકે છે. આ સ્પીડ ઘણીવાર પહેલા ગિયરની સ્પીડ જેટલી જ હોય છે.

કંપનીઓ રિવર્સ ગિયરની સ્પીડ જાણીજોઈને ઓછી કેમ રાખે છે?

કંપનીઓ સુરક્ષાને કારણે રિવર્સ ગિયરની સ્પીડ ઓછી રાખે છે. પાછળ જોવાની દ્રષ્ટિ મર્યાદિત હોવાથી, ઓછી સ્પીડ અકસ્માતોનું જોખમ ઘટાડે છે.

ટોપ સ્ટોરી

વી ઇલેક્ટ્રિક SUV ખરીદવી છે? ટૂંક સમયમાં ભારતમાં આવી રહી છે આ 4 શાનદાર EVs, જુઓ લિસ્ટ
વી ઇલેક્ટ્રિક SUV ખરીદવી છે? ટૂંક સમયમાં ભારતમાં આવી રહી છે આ 4 શાનદાર EVs, જુઓ લિસ્ટ
દિવાળીમાં ખરીદો બેસ્ટ માઈલેજ આપતી આ 5 સસ્તી બાઈક: કિંમત 80,000 થી ઓછી અને માઈલેજ 75 કિમી
દિવાળીમાં ખરીદો બેસ્ટ માઈલેજ આપતી આ 5 સસ્તી બાઈક: કિંમત 80,000 થી ઓછી અને માઈલેજ 75 કિમી
Diwali Offers on Cars: દિવાળી પર સસ્તી મળી રહી છે આ હેચબેક કાર,મળી રહી છે બમ્પર ઓફર
Diwali Offers on Cars: દિવાળી પર સસ્તી મળી રહી છે આ હેચબેક કાર,મળી રહી છે બમ્પર ઓફર
56.2 KM માઈલેજ, કિંમત બજેટમાં,પરિવાર માટે Hero નું નવું સ્કૂટર લોન્ચ, જાણો ફીચર્સ 
56.2 KM માઈલેજ, કિંમત બજેટમાં,પરિવાર માટે Hero નું નવું સ્કૂટર લોન્ચ, જાણો ફીચર્સ 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | દુષ્કાળ વચ્ચે માવઠું
Hun To Bolish | હું તો બોલીશ | સરદારનું ભારત
Rashtriya Ekta Diwas: ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ભવ્ય પરેડ, એકતા પરેડમાં ગુજરાતની ઝાંખીની ઝલક
Rashtriya Ekta Diwas: ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ભવ્ય પરેડ, 'નક્સલ મુક્ત ભારત'ની થીમ પર કાર્યક્રમ
Gandhinagar Protest News: ગાંધીનગરમાં વન કર્મચારીઓનો વિરોધ, ગ્રેડ પે સહિત 5 પડતર પ્રશ્નોનો ઉકેલ ક્યારે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બંગાળની ખાડીમાં સક્રિય થયું ખતરનાક વાવાઝોડું: આગામી 48 કલાકમાં 8 રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી
બંગાળની ખાડીમાં સક્રિય થયું ખતરનાક વાવાઝોડું: આગામી 48 કલાકમાં 8 રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી
અમેરિકા-યુરોપમાં 72 કલાકથી 2 અઠવાડિયાનું રાશન રાખવા સરકારે આપી સલાહ, શું યુદ્ધની તૈયારી છે?
અમેરિકા-યુરોપમાં 72 કલાકથી 2 અઠવાડિયાનું રાશન રાખવા સરકારે આપી સલાહ, શું યુદ્ધની તૈયારી છે?
સૌરાષ્ટ્ર પર આકાશી આફત: દ્વારકા, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં માવઠાથી ભારે નુકસાન
સૌરાષ્ટ્ર પર આકાશી આફત: દ્વારકા, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં માવઠાથી ભારે નુકસાન
આવતીકાલનું હવામાન: બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય, 13 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી
આવતીકાલનું હવામાન: બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય, 13 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી
નવેમ્બર 2026માં બેંકો 16 દિવસ બંધ રહેશે: દિવાળી અને છઠ પૂજાની રજાઓનું સંપૂર્ણ લિસ્ટ
નવેમ્બર 2026માં બેંકો 16 દિવસ બંધ રહેશે: દિવાળી અને છઠ પૂજાની રજાઓનું સંપૂર્ણ લિસ્ટ
WTC પોઈન્ટ ટેબલમાં મોટો ઉલટફેર: ઓસ્ટ્રેલિયા ટોપ-2 માંથી બહાર, ભારત ક્યાં છે?
WTC પોઈન્ટ ટેબલમાં મોટો ઉલટફેર: ઓસ્ટ્રેલિયા ટોપ-2 માંથી બહાર, ભારત ક્યાં છે?
Weather : ગુજરાતમાં હજુ 24 કલાક કમોસમી વરસાદની આગાહી, 10થી વધુ જિલ્લામાં માવઠાની ચેતવણી
Weather : ગુજરાતમાં હજુ 24 કલાક કમોસમી વરસાદની આગાહી, 10થી વધુ જિલ્લામાં માવઠાની ચેતવણી
NZ વનડે શ્રેણી માટે ફરી ટીમ ઈન્ડિયામાં ફેરફાર, BCCI એ પ્રસિદ્ધ ક્રિષ્નાના રિપ્લેસમેન્ટની કરી જાહેરાત
NZ વનડે શ્રેણી માટે ફરી ટીમ ઈન્ડિયામાં ફેરફાર, BCCI એ પ્રસિદ્ધ ક્રિષ્નાના રિપ્લેસમેન્ટની કરી જાહેરાત
Embed widget