Bikes Under 75,000: આ 5 બાઇક ભારતમાં ઉપલબ્ધ સૌથી સસ્તી બાઇક છે, આમા હીરો-હોન્ડાથી લઈને TVS સુધીની શ્રેષ્ઠ બાઇકોનો સમાવેશ થાય છે
Cheapest Bikes In India 2024: ભારતીય બજારમાં 75 હજાર રૂપિયાની રેન્જમાં પણ શાનદાર બાઇકો ઉપલબ્ધ છે. આ બાઈક ઘણા લેટેસ્ટ ફીચર્સથી સજ્જ છે અને વધુ સારી માઈલેજ પણ આપે છે.
![Bikes Under 75,000: આ 5 બાઇક ભારતમાં ઉપલબ્ધ સૌથી સસ્તી બાઇક છે, આમા હીરો-હોન્ડાથી લઈને TVS સુધીની શ્રેષ્ઠ બાઇકોનો સમાવેશ થાય છે cheapest bikes in india 2024 hero hf 100 splendor honda cd tvs sport bajaj ct 110x popular motorcycle price read article in Gujarati Bikes Under 75,000: આ 5 બાઇક ભારતમાં ઉપલબ્ધ સૌથી સસ્તી બાઇક છે, આમા હીરો-હોન્ડાથી લઈને TVS સુધીની શ્રેષ્ઠ બાઇકોનો સમાવેશ થાય છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/10/22/cc78f2f236e12998d6eaa9c45c1bde3717295913363411050_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Cheapest Bikes In India: ભારતીય બજારમાં ઘણી સસ્તી અને સારી બાઇકો છે. આ બાઇકની યાદીમાં હીરો, હોન્ડા, ટીવીએસ અને બજાજના મોડલનો સમાવેશ થાય છે. જો આ મોટરસાઈકલની કિંમતની વાત કરીએ તો તેની કિંમત 50 હજારથી 75 હજાર રૂપિયાની રેન્જમાં છે.
હીરો HF100
Hero MotoCorpની સૌથી સસ્તી બાઇકમાં Hero HF 100નું નામ સામેલ છે. આ બાઇક રેડ-બ્લેક અને બ્લુ-બ્લેકના કલર કોમ્બિનેશન સાથે આવે છે. હીરોની આ બાઇકમાં 97.2 cc, એર કૂલ્ડ, 4-સ્ટ્રોક, સિંગલ-સિલિન્ડર, OHC એન્જિન છે. આ એન્જિન 8,000 rpm પર 5.9 kW ની શક્તિ પ્રદાન કરે છે અને 6,000 rpm પર 8.05 Nm ટોર્ક જનરેટ કરે છે. આ બાઇક 70 kmplની માઇલેજ આપે છે. Hero HF100ની એક્સ-શોરૂમ કિંમત 59,018 રૂપિયાથી શરૂ થાય છે. હીરોની સૌથી લોકપ્રિય બાઇક સ્પ્લેન્ડર પ્લસ છે. આ મોટરસાઇકલની એક્સ-શોરૂમ કિંમત 75,441 રૂપિયાથી શરૂ થાય છે.
ટીવીએસ સ્પોર્ટ
TVS સ્પોર્ટમાં સિંગલ સિલિન્ડર, 4-સ્ટ્રોક, ફ્યુઅલ ઈન્જેક્શન એન્જિન છે. આ બાઇકમાં લાગેલું એન્જિન 7,350 rpm પર 6.03 kW ની શક્તિ પ્રદાન કરે છે અને 4,500 rpm પર 8.7 Nm ટોર્ક જનરેટ કરે છે. આ બાઇકમાં 5-સ્પીડ કોન્સ્ટન્ટ મેશ ટ્રાન્સમિશન છે. TVSની આ બાઇક 90 kmphની ટોપ સ્પીડ આપે છે. TVS સ્પોર્ટની એક્સ-શોરૂમ કિંમત 59,881 રૂપિયાથી શરૂ થાય છે.
બજાજ સીટી 110X
Bajaj CT 110Xમાં DTS i-એન્જિન છે. આ એન્જીન 8.6 PSનો પાવર આપે છે અને 9.81 Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ બાઇકની ઇંધણ ક્ષમતા 11 લીટર છે. બજાજ આ બાઇક સાથે 70 kmplની માઇલેજ આપવાનો દાવો કરે છે. આ બાઇકમાં આગળ અને પાછળ બંને તરફ ડ્રમ બ્રેક્સ છે. બજાજની આ બાઇકની એક્સ-શોરૂમ કિંમત 70,176 રૂપિયાથી શરૂ થાય છે.
હોન્ડા સીડી 100
Honda CD 110 Dream Deluxe પણ એક શાનદાર બાઇક છે. આ બાઇકમાં 4-સ્ટ્રોક, SI, BS-VI એન્જિન છે, જે 7,500 rpm પર 6.47 kWનો પાવર પ્રદાન કરે છે અને 5,500 rpm પર 9.30 Nmનો ટોર્ક જનરેટ કરે છે. બાઈકની ઈંધણ ટાંકીની ક્ષમતા 9.1 લીટર છે. હોન્ડાની આ બાઇક ચાર કલર વેરિઅન્ટમાં માર્કેટમાં ઉપલબ્ધ છે. દિલ્હીમાં આ હોન્ડા બાઇકની એક્સ-શોરૂમ કિંમત 74,401 રૂપિયા છે. દેશના અન્ય શહેરોમાં આ બાઇકની કિંમતમાં તફાવત હોઈ શકે છે.
આ પણ વાંચો : ટાટા પંચનું ટોપ મોડલ ખરીદવું કે નેક્સનનું બેઝ મોડલ, કયું તમારા માટે ફાયદામાં છે?
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)