Cheapest Bikes: આ છે ભારતમાં મળતી સૌથી સસ્તી બાઇક,ઓછી કિંમતમાં પણ આપે છે હાઈ માઇલેજ
Cheapest Bikes In India: બાઇક ખરીદતી વખતે, લોકો તેની કિંમત તેમજ માઇલેજ વિશે જાણવા માંગે છે. ભારતીય બજારમાં ઘણી એવી મોટરસાઇકલો છે, જેની કિંમત ઓછી છે અને સારી માઇલેજ પણ આપે છે.
Mileage Comparison Of Cheapest Bikes: ભારતીય બજારમાં ઘણી શાનદાર બાઇકો છે. આ મોટરસાઈકલ (Bikes) ની કિંમત હજારોથી લઈને લાખો રૂપિયા સુધીની છે. માર્કેટમાં આવા ઘણા મોડલ છે જેની કિંમતો ઘણી ઓછી છે અને આ બાઈક સારી માઈલેજ પણ આપે છે. લોકો તેમના રોજિંદા કામ માટે આ બાઇકનો ઉપયોગ કરે છે. ઓછી કિંમત અને સારી માઈલેજ આપતી મોટરસાઈકલની યાદીમાં હીરોથી લઈને હોન્ડા સુધીના મોડલનો સમાવેશ થાય છે. ચાલો જાણીએ આ બાઇકની કિંમત શું છે અને કઈ બાઇક શ્રેષ્ઠ પરફોર્મન્સ આપે છે.
હીરો સ્પ્લેન્ડર (Hero Splendor)
હીરો સ્પ્લેન્ડર (Hero Splendor) દેશમાં વેચાતી સૌથી લોકપ્રિય મોટરસાઇકલ છે. આ બાઇકમાં એર કૂલ્ડ, 4-સ્ટ્રોક, સિંગલ-સિલિન્ડર, OHC એન્જિન છે. આ એન્જિન 8,000 rpm પર 5.9 kW નો પાવર પ્રદાન કરે છે અને 6,000 rpm પર 8.05 Nm ટોર્ક જનરેટ કરે છે. આ બાઇકમાં પ્રોગ્રામ્ડ ફ્યુઅલ ઇન્જેક્શન સિસ્ટમ છે. આ બાઇક 70 kmplની માઇલેજ આપવાનો દાવો કરે છે. હીરો સ્પ્લેન્ડરની એક્સ-શોરૂમ કિંમત 75,441 રૂપિયાથી શરૂ થાય છે. તમને જણાવી દઈએ કે, સ્પ્લેન્ડર તમને દરેક રસ્તા પર જોવા મળશે. ગામડાથી લઈને શહેરોમાં પણ સ્પ્લેન્ડર મળે છે,
હોન્ડા શાઇન (Honda Shine)
વધુ સારી માઈલેજ આપતી બાઈકની યાદીમાં હોન્ડા શાઇન (Honda Shine) પણ સામેલ થઈ શકે છે. આ હોન્ડા બાઇકમાં 4-સ્ટ્રોક, SI, BS-VI એન્જિન છે. આ એન્જિન સાથે, આ બાઇક 7,500 rpm પર 7.9 kW નો પાવર જનરેટ કરે છે અને 6,000 rpm પર 11 Nmનો ટોર્ક પણ ઉપલબ્ધ છે. આ બાઇક એક લિટર પેટ્રોલમાં 55 કિલોમીટરનું અંતર કાપવાનો દાવો કરે છે. Honda Shineની એક્સ-શોરૂમ કિંમત 81,251 રૂપિયાથી શરૂ થાય છે અને 85,251 રૂપિયા સુધી જાય છે.
બજાજ પલ્સર 125 (Bajaj Pulsar 125)
બજાજ પલ્સર 125 એ બજારમાં સૌથી લોકપ્રિય બાઇક છે. આ મોટરસાઇકલ 50 kmplની માઇલેજ આપવાનો દાવો કરે છે. આ બાઇકમાં 4-સ્ટ્રોક, 2-વાલ્વ, ટ્વિન સ્પાર્ક BS-VI DTS-i એન્જિન છે, જે 8500 rpm પર 8.68 kW પાવર અને 6500 rpm પર 10.8 Nm ટોર્ક પ્રદાન કરે છે. બજાજની આ બાઇકની એક્સ-શોરૂમ કિંમત 89,606 રૂપિયાથી શરૂ થાય છે.
આ પણ વાંચો...
Maruti Suzuki એ આપ્યો મોટો ઝટકો! હવે કાર ખરીદવી થશે મોંઘી, આટલી વધી જશે કિંમત