Citroen eC3: સિટ્રોએનએ શરુ કરી ઈલેક્ટ્રિક C3 ની બુકિંગ, માત્ર 25 હજાર રુપિયા આપી કરી શકો છો બુક
ફ્રેન્ચ ઓટોમોબાઈલ ઉત્પાદક citroen એ તેની નવી ઇલેક્ટ્રિક કાર eC3 માટે બુકિંગ શરૂ કરવાની જાહેરાત કરી છે. કાર બુક કરવા માટે ગ્રાહકોએ કંપનીની ડીલરશીપ અથવા citroen ની વેબસાઇટની મુલાકાત લેવી પડશે.
Citroen India: ફ્રેન્ચ ઓટોમોબાઈલ ઉત્પાદક citroen એ તેની નવી ઇલેક્ટ્રિક કાર eC3 માટે બુકિંગ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ કાર બુક કરવા માટે ગ્રાહકોએ કંપનીની ડીલરશીપ અથવા citroen ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી પડશે. આ માટે ગ્રાહકોએ ₹25,000ની ટોકન રકમ જમા કરાવવાની રહેશે. આ કારનું લોન્ચિંગ ફેબ્રુઆરી 2023માં થવાની આશા છે અને લોન્ચિંગની સાથે જ આ કારની કિંમતો પણ જાહેર કરવામાં આવશે.
ડિઝાઇન કેવી છે ?
આ કારમાં ફ્રન્ટ ફેન્ડર પર ચાર્જિંગ પોર્ટ આપવામાં આવ્યું છે. બાકીની બાજુ અને પાછળ, કાર તેના ICE મોડલ જેવી જ દેખાય છે. જો કે તેના ઈન્ટીરીયરમાં ચોક્કસ ફેરફાર થશે. ગિયર લીવરની જગ્યાએ ડ્રાઇવ મોડને પસંદ કરવા માટે તેને સેન્ટર કન્સોલમાં બટનો મળે છે.
પાવરટ્રેન કેવુ છે?
Citroen eC3માં સિંગલ ઇલેક્ટ્રિક મોટર સેટઅપ આપવામાં આવ્યું છે, જે 57 hp પાવર અને 143 Nm ટોર્ક જનરેટ કરી શકે છે. આ ઇલેક્ટ્રિક મોટર સાથે, eC3 માત્ર 6.8 સેકન્ડમાં 0-60 kmph થી સ્પિડ મેળવી શકે છે અને તેની ટોપ સ્પિડ 107 kmphની છે. તેમાં પાવર માટે 29.2 kWh સિંગલ બેટરી પેકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેના માટે 3.3 kWનું ઓનબોર્ડ એસી ચાર્જર આપવામાં આવ્યું છે. તેમજ ડીસી ચાર્જરની મદદથી આ કારને માત્ર 57 મિનિટમાં 10 થી 80 ટકા સુધી ચાર્જ કરી શકાય છે. જ્યારે આ કારને AC ચાર્જરથી 10-100 ટકા ચાર્જ કરવામાં 10.5 કલાકનો સમય લાગે છે. આ કાર પ્રતિ ચાર્જ 320 કિમીની રેન્જ આપવામાં સક્ષમ છે.
ફીચર્સ
ઇલેક્ટ્રીક C3 બે વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવશે, લાઇવ અને ફીલ, જેમાં વાયરલેસ Apple CarPlay/Android Auto સાથે 10.2-ઇંચ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, 4-સ્પીકર ઑડિયો સિસ્ટમ અને હાઇટ-એડજસ્ટેબલ ડ્રાઇવર સીટ જેવી સુવિધાઓ છે. આ સાથે EBD અને ABS સાથે ડ્યુઅલ એરબેગ્સ સહિત અન્ય ઘણા ફીચર્સ આપવામાં આવ્યા છે.
Tata Tiago EV સાથે સ્પર્ધા કરશે
Citroenની આ EV Tata Tiago EV અને Tigor EV સાથે સ્પર્ધા કરશે. આ કારના ICE મોડલની એક્સ-શોરૂમ કિંમત રૂ. 5.71 લાખથી રૂ. 8.06 લાખની વચ્ચે છે અને નવી eC3ની એક્સ-શોરૂમ કિંમત રૂ. 10 લાખ (સંભવિત રીતે)ની નજીક હોઈ શકે છે.