Citroen C3: સિટ્રોને લોન્ચ કર્યુ C3નું ટર્બો શાઈન વેરિઅન્ટ, જાણો કેટલી છે કિંમત
Citroen C3 Turbo Shine Rival: Citroen C3 ટર્બો વેરિઅન્ટમાં જેન III પ્યોરટેક 1.2L 3-સિલિન્ડર ટર્બો પેટ્રોલ એન્જિન છે, જે 110bhp પાવર અને 190Nm ટોર્ક જનરેટ કરી શકે છે.
Citroen C3 Turbo Shine: ગયા વર્ષે કાર ઉત્પાદક Citroen એ તેની C3 હેચબેકને બે વેરિઅન્ટ્સમાં ફીલ અને લાઈવમાં રજૂ કરી હતી. તેની એક્સ-શોરૂમ કિંમત 5.71 લાખથી 8.06 લાખ રૂપિયાની વચ્ચે હતી. આ કિંમત જાન્યુઆરી 2023માં વધારવામાં આવી હતી. C3 હેચબેકના ટોપ-ઓફ-ધ-લાઇન શાઇન ટ્રીમમાં શાઇન, શાઇન વાઇબ પેક, શાઇન ડ્યુઅલ-ટોન વિથ વાઇબ પેક અને શાઇન ડ્યુઅલ-ટોન વેરિઅન્ટ્સનો સમાવેશ થાય છે. આ ટ્રીમ અત્યાર સુધી માત્ર NA પેટ્રોલ એન્જિન સાથે ઉપલબ્ધ હતું. પરંતુ હવે કંપનીએ ટર્બો પેટ્રોલ એન્જિન સાથે શાઈન વેરિઅન્ટ લોન્ચ કર્યું છે.
ટર્બો શાઈન વેરિઅન્ટની કિંમતો
Citroën C3 Turbo Feel DT વેરિઅન્ટની કિંમત રૂ. 8.28 લાખ, C3 Turbo Feel DT Vibe પેકની કિંમત રૂ. 8.43 લાખ, C3 Turbo Shine DTની કિંમત રૂ. 8.80 લાખ, C3 Turbo Shine DT Vibe પેકની કિંમત રૂ. 8.92 લાખ છે. તમામ કિંમતો દિલ્હીના એક્સ-શોરૂમ પ્રમાણે છે.
કંપનીએ શું કહ્યું?
સૌરભ વત્સ, બ્રાન્ડ હેડ, Citroen India, જણાવ્યું હતું કે, “અમને અદ્યતન સલામતી સુવિધાઓ સાથેનું નવું Gen III પ્યોરટેક 110 ટર્બો એન્જિન લોન્ચ કરવામાં આનંદ થાય છે, જે ગ્રાહકોને શહેરમાં અને હાઇવે પર ડ્રાઇવિંગનો એક અલગ અનુભવ પ્રદાન કરશે. C3 ટર્બોની ભૂતકાળમાં પણ ખૂબ માંગ રહી છે અને ગ્રાહકો દ્વારા તેને સારો પ્રતિસાદ મળ્યો છે. આ વેરિઅન્ટની ડિલિવરી મધ્ય મેથી શરૂ થશે.
નવા ફીચર્સ ઉમેરવામાં આવ્યા
ટોપ-એન્ડ શાઇન વેરિઅન્ટમાં ESP, હિલ-હોલ્ડ આસિસ્ટ, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ, એન્જિન સ્ટાર્ટ/સ્ટોપ, ઇલેક્ટ્રિકલી એડજસ્ટેબલ ORVM, રીઅર પાર્કિંગ કેમેરા, ડે/નાઇટ IRVM, 15-ઇંચ ડાયમંડ કટ એલોય, ફ્રન્ટ ફોગ લેમ્પ્સ, રીઅર સ્કિડ પ્લેટ, રીઅર વાઇપર અને વોશર, રીઅર ડીફોગર સહિત 13 નવા ફીચર્સ મળે છે.
પાવરટ્રેન
Citroen C3 ટર્બો વેરિઅન્ટમાં જેન III પ્યોરટેક 1.2L 3-સિલિન્ડર ટર્બો પેટ્રોલ એન્જિન છે, જે 110bhp પાવર અને 190Nm ટોર્ક જનરેટ કરી શકે છે. તેના આગળના વ્હીલ્સ 6-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે જોડાયેલા છે. તેમાં પહેલાથી જ મોજૂદ 1.2L NA પેટ્રોલ એન્જિનનો વિકલ્પ પણ મળે છે. જે 82bhpનો પાવર અને 115 Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે જોડાયેલું છે. આ બંને એન્જિન 19.3kmpl ની ARAI પ્રમાણિત માઈલેજનો દાવો કરે છે.
કોની સાથે થશે સ્પર્ધા
આ કાર Hyundai Grand i10 Nios, Maruti Suzuki Swift અને Tata Tiago જેવી કારને ટક્કર આપે છે. આ તમામ કારમાં 1.2 Lનું પેટ્રોલ એન્જિન છે.