Driving Tips: રાત્રે ડ્રાઈવિંગ કરો છો ? આ વાતો રાખો ધ્યાનમાં નહીંતર થઈ શકે છે પરેશાની
Driving tips: ઘણા લોકો રાત્રિ ડ્રાઇવિંગનો વિકલ્પ પસંદ કરે છે. જો તમે રાત્રે ડ્રાઇવિંગ કરી રહ્યા છો તો તમારે કેટલીક બાબતો ધ્યાનમાં લેવી જ જોઇએ.
Tips: સામાન્ય રીતે જ્યારે કોઈ વ્યક્તિ લાંબી મુસાફરી પર નીકળે ત્યારે તે ભીડભાડ વાળો રસ્તો ન મળે તેમ ઈચ્છે છે. આ કારણે અનેક વખત લોકો રાત્રે મુસાફરી કરવાનું નક્કી કરે છે. જોકે રાત્રે ડ્રાઈવિંગ કરવું ઘણું મુશ્કેલ હોય છે. પરંતુ તેમ છતાં ઘણા લોકો રાત્રિ ડ્રાઇવિંગનો વિકલ્પ પસંદ કરે છે. જો તમે રાત્રે ડ્રાઇવિંગ કરી રહ્યા છો તો તમારે કેટલીક બાબતોની કાળજી લેવી જ જોઇએ. આ માટે કેટલીક ટિપ્સ અહીં આપવામાં આવી છે.
ખુદને રાખો ફ્રેશઃ રાત્રે ડ્રાઇવિંગ કરતી વખતે સૌથી પડકાર ઉંઘ આવવાનો હોય છે. જો ડ્રાઇવ કરતી વખતે ઝોકું આવે તો દુર્ઘટનાનો ખતરો વધી જાય છે. રાત્રે ડ્રાઇવિંગ વખતે તમને લાગે તે નીંદર આવી રહી છે તો ખુદને ફ્રેશ રાખવા માટે કારને સાઇડમાં ઉભી રાખો અને ચા-પાણી પીવો.
લો બીમ લાઇટ – હાઈ બીમ લાઇટઃ જો તમે રાત્રે ડ્રાઇવિંગ કરી રહ્યા છો તો પછી પુષ્ટિ કરો કે હેડલાઇટ્સ સહિતની બધી લાઇટ્સ યોગ્ય રીતે કાર્યરત છે કે નહીં. જો લાઇટ્સ યોગ્ય રીતે કાર્ય કરતી નથી, તો તેને મિકેનિકને બતાવો અને ઠીક કરો.
ઓવર સ્પીડથી બચોઃ રાત્રે ડ્રાઇવિંગમાં ઓવર સ્પીડના કારણે ઘણી દુર્ઘટના થાય છે. આ સ્થિતિમાં ઓવર સ્પીડિંગને લઈ સાવધાન રહો અને તમારા નિયંત્રણમાં રહી શકે તેટલી સ્પીડે જ વાહન ચલાવો. ઓવર સ્પીડિંગ કરવાથી તમે ડ્રાઇવનો વધારે આનંદ લઈ શકો તેમ બને પણ ક્યારેક ખૂબ ખતરનાક સાબિત થાય છે. તેનાથી બચવું જાઈએ.
કાચ સ્વચ્છ અને યોગ્ય સેટ કરો: રાત્રે ડ્રાઇવ કરતાં પહેલા બધા ગ્લાસ સાફ કરો. ડ્રાઇવમાં વિન્ડશિલ્ડ સાફ ન કરવાથી સમસ્યા આવી છે. સામેથી લાઈટ આવવાના કારણે વધુ મુશ્કેલી આવે છે. તેથી બધા કાચ સાફ કરવા જોઈએ. આની સાથે બહાર અને અંદરના કાચ યોગ્ય રીતે સેટ થવા જોઈએ.