શોધખોળ કરો

EMotorad T-Rex Air: ડિસ્ક બ્રેકની સાથે આવી ગઇ નવી ઇલેક્ટ્રિક સાયકલ, 50 કિમીથી વધુની છે રેન્જ, જાણો કિંમત

EMotorad T-Rex Air: દેશમાં ઈલેક્ટ્રિક કાર અને ઈલેક્ટ્રિક સ્કૂટરની વચ્ચે એક નવી ઈલેક્ટ્રિક સાઈકલ પણ લૉન્ચ કરવામાં આવી છે. આ શહેર અથવા ટાઉન રાઈડ માટે યોગ્ય વિકલ્પ માનવામાં આવે છે

EMotorad T-Rex Air: દેશમાં ઈલેક્ટ્રિક કાર અને ઈલેક્ટ્રિક સ્કૂટરની વચ્ચે એક નવી ઈલેક્ટ્રિક સાઈકલ પણ લૉન્ચ કરવામાં આવી છે. આ શહેર અથવા ટાઉન રાઈડ માટે યોગ્ય વિકલ્પ માનવામાં આવે છે. વાસ્તવમાં, EMotoradએ ભારતીય બજારમાં તેની નવી ઇલેક્ટ્રિક સાયકલ T-Rex Air લૉન્ચ કરી છે. આ ઈ-સાઈકલમાં તમને 50 કિમીથી વધુની રેન્જ પણ મળે છે.

શું છે ખાસ - 
કંપનીએ આ નવી ઈલેક્ટ્રિક સાઈકલ T-Rex Airમાં 27.5 ઈંચના વ્હીલ્સ આપ્યા છે. કંપનીએ આ સાયકલને ઓરેન્જ બ્લેઝ અને ટ્રૉપિકલ ગ્રીન એમ બે રંગોમાં બજારમાં ઉતારી છે. આ સિવાય આ ઈલેક્ટ્રિક સાઈકલમાં હાઈ-ટેન્સાઈલ સ્ટીલ ફ્રેમ સાથે ફ્રન્ટ ટેલિસ્કોપિક ફૉર્ક આપવામાં આવ્યા છે. તેમજ આ સાયકલના બંને વ્હીલમાં ડિસ્ક બ્રેક આપવામાં આવી છે.

જોરદાર ફિચર્સ 
હવે આ ઈલેક્ટ્રિક સાઈકલના ફિચર્સ વિશે વાત કરીએ તો કંપનીએ તેમાં 5 ઈંચનું એલસીડી ક્લસ્ટર આપ્યું છે. તેની મદદથી રાઇડર્સ બેટરી, સ્પીડ સાથે પેડલ આસિસ્ટ લેવલ અને ઓડોમીટર વિશે માહિતી મેળવે છે. આ ઉપરાંત તેમાં એક મોટુ હૉર્ન પણ આપવામાં આવ્યું છે. આ ઇલેક્ટ્રિક સાઇકલ 2A ચાર્જર સાથે આવે છે. કંપનીના જણાવ્યા અનુસાર આ બેટરીની મદદથી આ ઈલેક્ટ્રિક સાઈકલ 2 કલાક અને 30 મિનિટમાં 0 થી 80 ટકા સુધી ચાર્જ થઈ જાય છે.

જબરદસ્ત રેન્જ - 
આ નવી ઈલેક્ટ્રિક સાઈકલ T-Rex Airમાં કંપનીએ 250Wની ઇલેક્ટ્રિક મોટર આપી છે. આ ઉપરાંત તેમાં 10.2AH દૂર કરી શકાય તેવી લિથિયમ-આયન બેટરી પણ આપવામાં આવી છે. આ સાયકલ 5-લેવલ પેડલ આસિસ્ટ સાથે બજારમાં ઉપલબ્ધ છે. તેની મદદથી આ ઇલેક્ટ્રિક સાઇકલ 50 કિમીથી વધુની રેન્જ પૂરી પાડે છે. વળી, જ્યારે બેટરી ડિસ્ચાર્જ થાય છે, ત્યારે તમે તેનો ઉપયોગ ગિયરવાળી સાયકલ તરીકે પણ કરી શકો છો. આ ઈલેક્ટ્રિક સાઈકલમાં 25 કિમી પ્રતિ કલાકની ટોપ સ્પીડ પણ આપવામાં આવી છે.

કેટલી છે કિંમત  
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે કંપનીએ ઈમોટોરાડની આ ઈલેક્ટ્રિક સાઈકલ T-Rex Airને 34,999 રૂપિયાની કિંમતે લૉન્ચ કરી છે. તમે આ સાયકલનો ઉપયોગ બેટરી અને ગિયરવાળી સાયકલ બંને તરીકે કરી શકો છો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

New Launching: MG Hector Hawk EVની પહેલી એન્ટ્રી, PHEVને કરવો પડશે ઇન્તજાર
New Launching: MG Hector Hawk EVની પહેલી એન્ટ્રી, PHEVને કરવો પડશે ઇન્તજાર
કારમાં વરસાદનું પાણી ઘૂસી જાય તો શું કરવું, સૌથી પહેલા ખરાબ થાય છે આ પાર્ટ્સ
કારમાં વરસાદનું પાણી ઘૂસી જાય તો શું કરવું, સૌથી પહેલા ખરાબ થાય છે આ પાર્ટ્સ
માત્ર 30 રૂપિયામાં 142 km દોડશે આ નવું ઇલેક્ટ્રિક સ્કૂટર, કાર જેવા છે શાનદાર ફીચર્સ
માત્ર 30 રૂપિયામાં 142 km દોડશે આ નવું ઇલેક્ટ્રિક સ્કૂટર, કાર જેવા છે શાનદાર ફીચર્સ
₹16,000 ના EMI પર ખરીદો Hyundai Creta, જાણો ડાઉન પેમેન્ટ અને લોનની પૂરી ગણતરી
₹16,000 ના EMI પર ખરીદો Hyundai Creta, જાણો ડાઉન પેમેન્ટ અને લોનની પૂરી ગણતરી

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Independence Day 2026: શું તમે જાણો છો આપણા દેશની આઝાદી માટે 15મી ઓગસ્ટનો દિવસ જ કેમ પસંદ કરવામાં આવ્યો હતો?
Independence Day 2026: શું તમે જાણો છો આપણા દેશની આઝાદી માટે 15મી ઓગસ્ટનો દિવસ જ કેમ પસંદ કરવામાં આવ્યો હતો?
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
Embed widget