3 વર્ષ પછી આ કાર ભારતમાં પાછી આવી રહી છે, આ રાજ્યમાં બની રહ્યો છે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ
Ford Return To India: અમેરિકન કાર નિર્માતા કંપની ફોર્ડ ફરીવાર ભારતીય બજારમાં પાછી આવવા જઈ રહી છે. કંપની તેના ચેન્નઇમાં સ્થિત પ્લાન્ટને ફરીવાર શરૂ કરી ત્યાંથી ગાડીઓ એક્સપોર્ટ કરશે.
Ford Chennai Plant Reopens: ફોર્ડ મોટર કંપનીએ ભારતમાં તેનો પ્લાન્ટ ફરીથી ખોલવાની યોજના બનાવી છે. આ પ્લાન્ટ તમિલનાડુ રાજ્યની રાજધાની ચેન્નાઈમાં ફરી શરૂ થવા જઈ રહ્યો છે. કંપની આ પ્લાન્ટમાંથી વાહનોનું ઉત્પાદન કરશે. ફોર્ડે આ સંબંધમાં રાજ્ય સરકારને એક 'લેટર ઓફ ઈન્ટેન્ટ' સુપરત કર્યો છે, જેમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે કંપની ભારતમાં તેની કામગીરી ફરી શરૂ કરવાની દિશામાં કામ કરી રહી છે.
તમિલનાડુ સરકાર સાથે વાટાઘાટો
થોડા દિવસો પહેલા, તમિલનાડુના મુખ્યમંત્રીએ કહ્યું હતું કે તેમની સરકાર અને ફોર્ડ વચ્ચે વાતચીત ચાલી રહી છે, ત્યારબાદ ફોર્ડે તેની યોજના જાહેર કરી. કંપનીએ કહ્યું કે હવે પ્લાન્ટમાં વાહનોનું ઉત્પાદન કરવામાં આવશે. આ પ્લાન્ટમાં કયા વાહનોનું ઉત્પાદન કરવામાં આવશે તેની માહિતી કંપની પછીથી શેર કરશે.
વર્ષ 2021માં ઉત્પાદન બંધ કરવામાં આવ્યું હતું
ફોર્ડે વર્ષ 2021માં ભારતમાં વેચાણ માટે વાહનોનું ઉત્પાદન બંધ કરી દીધું હતું, કારણ કે કંપનીને તેના વાહનોના વેચાણમાં વધારો ન મળ્યો. આ પછી, કંપનીએ વર્ષ 2022 માં ભારતમાંથી નિકાસ પણ બંધ કરી દીધી, જેના કારણે ફોર્ડે વિશ્વના ત્રીજા સૌથી મોટા ઓટો માર્કેટમાંથી સંપૂર્ણપણે બહાર નીકળવાનો નિર્ણય કર્યો.
Had a very engaging discussion with the team from @Ford Motors! Explored the feasibility of renewing Ford’s three decade partnership with Tamil Nadu, to again make in Tamil Nadu for the world!@TRBRajaa @Guidance_TN @TNIndMin #InvestInTN #ThriveInTN #LeadWithTN #DravidianModel pic.twitter.com/J2SbFUs8vv
— M.K.Stalin (@mkstalin) September 11, 2024
નિકાસ પર ફોકસ રહેશે
ફોર્ડે સ્પષ્ટતા કરી છે કે આ નિર્ણય હેઠળ પ્લાન્ટને ફરીથી બનાવવામાં આવશે જ્યાંથી આંતરરાષ્ટ્રીય બજાર માટે વાહનોની નિકાસ કરવામાં આવશે. અગાઉ ફોર્ડ કાર અને એન્જિનનું ઉત્પાદન ચેન્નાઈ પ્લાન્ટમાં થતું હતું. હવે જોવાનું એ રહે છે કે ફોર્ડ આ પ્લાન્ટમાંથી કયા મોડલ્સ બનાવે છે અને કંપનીની ભવિષ્યની યોજનાઓ શું હશે.
તમિલનાડુના મુખ્યમંત્રીએ માહિતી આપી
તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને ફોર્ડ સાથેની આ ડીલની માહિતી સોશિયલ મીડિયા પર પણ શેર કરી હતી. તમિલનાડુના સીએમએ ટ્વિટર પર લખ્યું કે ફોર્ડ ટીમ સાથે તેમની સારી ચર્ચા થઈ. ફોર્ડ સાથે તમિલનાડુની ત્રણ દાયકા જૂની ભાગીદારીને ફરી શરૂ કરવા અંગે વાતચીત થઈ રહી છે. હવે તમિલનાડુના પ્લાન્ટમાં ફરીથી વિશ્વ માટે ઉત્પાદન શરૂ કરવામાં આવશે.
આ પણ વાંચો : EVs દ્વારા ભારતમાં કઈ રીતે મળશે 5 કરોડ નોકરીઓ? પીએમ મોદી સમક્ષ ગડકરીએ જણાવ્યો મોટો પ્લાન