EVs દ્વારા ભારતમાં કઈ રીતે મળશે 5 કરોડ નોકરીઓ? પીએમ મોદી સમક્ષ ગડકરીએ જણાવ્યો મોટો પ્લાન
Electric Vehicles: પીએમ મોદીના મતે મોટર વાહન ઉદ્યોગ આર્થિક વિકાસને વધુ વેગ આપશે. PM એ કહ્યું કે અમે 2047 સુધીમાં વિકસિત ભારતના અમારા સામૂહિક લક્ષ્ય તરફ આગળ વધી રહ્યા છીએ.
PM Modi and Nitin Gadkari on EVs: PM મોદી અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ 10 સપ્ટેમ્બરના રોજ યોજાયેલી સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ (SIAM)ની વાર્ષિક કોન્ફરન્સમાં હાજરી આપી હતી. આ પ્રસંગે પીએમ મોદીએ મોટર વાહન ઉત્પાદન ઉદ્યોગના પ્રતિનિધિઓને વૈશ્વિક સ્તરે અપનાવવામાં આવેલી પ્રથાઓને ભારતમાં લાવવા જણાવ્યું હતું અને તેમને ગ્રીન અને ક્લીન ટ્રાન્સપોર્ટેશન પર કામ કરવા પણ કહ્યું હતું.
આ સિવાય નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે ભારતનું ઇલેક્ટ્રિક વાહન બજાર 2030 સુધીમાં એક કરોડ યુનિટના વાર્ષિક વેચાણના આંકડાને સ્પર્શશે, જેનાથી 5 કરોડ નોકરીઓનું સર્જન થશે.
PM મોદી અને નીતિન ગડકરીએ શું કહ્યું?
પીએમ મોદીએ સિયામ કોન્ફરન્સમાં પોતાના લેખિત સંબોધનમાં કહ્યું કે ઓટોમોટિવ ઉદ્યોગ આર્થિક વિકાસને વધુ વેગ આપશે. PM એ કહ્યું કે અમે 2047 સુધીમાં વિકસિત ભારતના અમારા સામૂહિક લક્ષ્ય તરફ આગળ વધી રહ્યા છીએ. આ સિવાય કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું કહેવું છે કે લિથિયમ-આયન બેટરીની કિંમતમાં વધુ ઘટાડો થવાની આશા છે, જે અર્થતંત્રમાં મદદ કરશે.
આ પહેલા કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરીએ કહ્યું હતું કે આગામી બે વર્ષમાં ઈલેક્ટ્રિક વાહનોની કિંમત પેટ્રોલ અને ડીઝલ કારની બરાબર થઈ જશે. નીતિન ગડકરીએ 64મા ACMA વાર્ષિક સત્ર દરમિયાન આ વાત કહી.
ગડકરીએ વધુમાં કહ્યું હતું કે નાણામંત્રી દ્વારા ઇલેક્ટ્રિક વાહનો પર સબસિડી આપવામાં આવે તેનાથી તેમને કોઈ સમસ્યા નથી. જો કે, અગાઉ તેમણે સૂચવ્યું હતું કે EV ઉત્પાદકોને હવે સબસિડીની જરૂર નથી કારણ કે તેમની ઉત્પાદન કિંમત ઘટી ગઈ છે અને ગ્રાહકો હવે ઇલેક્ટ્રિક વાહનો પસંદ કરી રહ્યા છે. ગયા વર્ષે ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોનો બજાર હિસ્સો 6.3 ટકા હતો, જે પાછલા વર્ષ કરતાં 50 ટકા વધુ છે.
આગામી વર્ષમાં ઇલેક્ટ્રિક વાહનો પર ભાર મૂકવામાં આવશે. જેથી ગ્રીન અને ક્લીન ટ્રાન્સપોર્ટેશન પર કામ થઈ શકે છે. અને આગામી 2047 સુધી વિકસિત ભારતના લક્ષ્ય તરફ આગળ વધી શકાય.
આ પણ વાંચો : શું આગામી 2 વર્ષમાં પેટ્રોલ અને ડીઝલની કાર બંધ થશે? નીતિન ગડકરીએ ઈવી વિશે આગાહીઓ વ્યક્ત કરી હતી