EV Scooter: તાઇવાનની આ કંપનીની E2W સેગમેન્ટમાં એન્ટ્રી, બેટરી સ્વેપ નેટવર્ક પર પહેલીથી કરી રહી છે કામ
માહિતી અનુસાર, ગોગોરો પશ્ચિમ મહારાષ્ટ્રમાં એક ફેક્ટરી સાથે 1.5 બિલિયન ડોલરનું રોકાણ કરવાની ઈચ્છા વ્યક્ત કરી ચૂક્યું છે. જ્યાં તે ફોક્સકોન સાથે ભાગીદારીમાં તેનું ક્રોસઓવર ઈ-સ્કૂટર બનાવશે
Electric Two Wheelers: તાઇવાનની મોટી ઓટો કંપની ગોગોરોએ ભારતમાં ઇલેક્ટ્રિક સ્કૂટર ઉત્પાદનમાં ઝંપલાવ્યું છે, આ કંપની પહેલેથી જ બેટરી સ્વેપિંગ નેટવર્ક પર કામ કરી રહી છે અને 2024ના મધ્ય સુધીમાં લગભગ 100 બેટરી સ્વેપિંગ સ્ટેશન સ્થાપશે. હવે ગોગોરી કંપનીનું ભારતમાં આગમન થવાને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે.
માહિતી અનુસાર, ગોગોરો પશ્ચિમ મહારાષ્ટ્રમાં એક ફેક્ટરી સાથે 1.5 બિલિયન ડોલરનું રોકાણ કરવાની ઈચ્છા વ્યક્ત કરી ચૂક્યું છે. જ્યાં તે ફોક્સકોન સાથે ભાગીદારીમાં તેનું ક્રોસઓવર ઈ-સ્કૂટર બનાવશે.
કંપનીએ ઈ-સ્કૂટરનું ઉત્પાદન શરૂ કર્યું છે, જે સૌપ્રથમ ડિલિવરી ફ્લીટ અને બાઇક ટેક્સી ઓપરેટર્સને વેચવામાં આવશે. જ્યારે વ્યક્તિગત ઉપયોગ માટેનું એક વેરિઅન્ટ આવતા વર્ષે લૉન્ચ કરવામાં આવશે. આ સિવાય કંપની તેમને ભારતમાંથી નિકાસ પણ કરશે. કંપનીના મતે, ભારત આવવાનો આ યોગ્ય સમય છે.
ભારતનું ઈ-સ્કૂટર બજાર નાનું છે, જે સ્થાનિક બજારમાં કુલ ટુ-વ્હીલર વેચાણમાં લગભગ 4% હિસ્સો ધરાવે છે. પરંતુ ઓલા ઈલેક્ટ્રીક, એથર અને ટીવીએસ મોટર જેવી કંપનીઓ દ્વારા લૉન્ચ કરાયેલા નવા સ્કૂટર્સને કારણે તે ઝડપથી વધી રહી છે.
સરકાર ઇચ્છે છે કે 2030 સુધીમાં તમામ નવા ટુ વ્હીલરના વેચાણમાં EVનો હિસ્સો 70% સુધી પહોંચવો જોઈએ. જેના માટે ગ્રાહકોને પ્રોત્સાહન પણ આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત દિલ્હી જેવી ઘણી રાજ્ય સરકારો પ્રદૂષણને કાબૂમાં લેવા માટે ફ્લીટ ઓપરેટરો પર માત્ર EV પર સ્વિચ કરવા દબાણ કરી રહી છે.
ગોગોરો તેના બેટરી સ્વેપ મૉડલ દ્વારા, EV યૂઝર્સને સ્કૂટરની ડિસ્ચાર્જ થયેલી બેટરીને સંપૂર્ણ ચાર્જ થયેલી બેટરીથી બદલવાની મંજૂરી આપે છે, જે તેને ડિલિવરી વગેરે માટે બેસ્ટ ઓપ્શન બનાવે છે. કારણ કે પેસેન્જરોના કામમાં નુકસાનથી બચવા માટે બેટરી સેવિંગ સારો ઓપ્શન સાબિત થઈ શકે છે.
કંપની તેના ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર માટે આગામી પાંચ વર્ષમાં તેના EV વેચાણના 50 ટકા, ફ્લીટ અને વ્યક્તિગત બંનેની અપેક્ષા રાખે છે. આ ઉપરાંત, કંપની દેશમાં ઉત્પાદિત લગભગ 20% EVs ને પાડોશી દેશો નેપાળ, દક્ષિણ પૂર્વ એશિયા અને અન્ય પ્રદેશોમાં પણ નિકાસ કરશે.