Local body Election: સાબરકાંઠાના પ્રાંતિજમાં ભાજપના ઉમેદવારો બોગસ વોટિંગ કરાવતા હોવાનો આરોપ
Local body Election:

Background
Local body Election:આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન થઇ રહ્યું છે. જૂનાગઢ મહાનગર પાલિકા સહિત , 68 નગરપાલિકાઓ, 3 તાલુકા પંચાયત સહિત સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણી માટે આજે વોટિંગ થઈ રહ્યું છે. આ ચૂંટણી પ્રક્રિયા 19,84,730 પુરુષ મતદારો જ્યારે 19,01,410 સ્ત્રી મતદારો તથા 15 અન્ય મતદાતા છે. કુલ 38,86,285 મતદારો છે. આ મતદાન દરમિયાન 5 હજારથી વધુ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં આજે કેદ થશે. 18 ફેબ્રુઆરીએ મતગણતરી યોજાશે અને પરિણામ જાહેર થશે.
ઉલ્લેખનિય છે કે, 66 નગરપાલિકાઓના 461 વોર્ડ પૈકી 24 વોર્ડ સંપૂર્ણ બિનહરિફ થઇ છે. કુલ 1884 બેઠકો પૈકી 1677 પર ચૂંટણી યોજાશે. જૂનાગઢ મહાનગર પાલિકાની 60 બેઠકો પૈકી 8 બેઠકો બિનહરીફ થઈ છે. બોટાદ અને વાંકાનેર નગરપાલિકાની મધ્ય સત્ર ચૂંટણી યોજાઇ રહી છે.ય જેમાં 72માંથી 23 બેઠકો બિનહરીફ થઈ છે.તેથી કુલ મળીને 212 ઉમેદવાર બિન-હરીફ ચૂંટાઈ આવ્યા.આજે મતદાન વચ્ચે રાજ્યમાં લગ્નસરાની પણ સિઝન હોવાથી મતદાન નિરસ રહેવાનો અંદાજ લગાવી રહાયો છે. રાજ્યના 4 હજાર 390 મતદાન મથકો પર મતદાન થશે. 8 હજાર 351 ઈવીએમ બેલેટ યુનિટ અને 28 હજારથી વધુ પોલિંગ સ્ટાફની નિયુક્તિ કરાઈ
સાબરકાંઠાની પ્રાંતિજ ભાજપના ઉમેદવારો બોગસ વોટિંગ કરાવતા હોવાનો આરોપ
સાબરકાંઠાની પ્રાંતિજ પાલિકામાં બપોર થતા મતદારોની કતરો જોવા મળી હતી. બપોર થતા જ મતદાન મતદારો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. જો કે અહીં ભાજપના ઉમેદવારો બોગસ વોટિંગ કરાવતા હોવાનો આરોપ લગ્યો છે. પોલીસ કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારોને પરિસર બહાર કાઢ્યા હતા.
અનિલ પટેલ નામના ઉમેદવારે ભાજપના ઉમેદવાર પર રોષ છઠાલવ્યો
કચ્છની રાપર પાલિકાની ચૂંટણીમાં બપોર થતા મતદારોનો ધસારો
કચ્છની રાપર પાલિકાની ચૂંટણીમાં બપોર થતા મતદારોનો ધસારો જોવા મળ્યો હતો. રાપરના વોર્ડ નં 3 અને 4માં મતદાન કેન્દ્ર બહાર કતાર લાગેલી જોવા મળી. હાલ રાપરમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે. અહીં પૂર્વ ધારાસભ્ય સંતોકબેન અરેઠિયાએ પરિવાર સાથે મતદાન કર્યું





















