શોધખોળ કરો

Election: બીલીમોરા ખાતે EVMમાં ગરબડીનો આરોપ, કોંગ્રેસના ઉમેદવારનું બટન ન દબાતું હોવાનો દાવો

Gujarat Municipal Election: આજે રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે. એવામાં મોટા ભાગે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે. પરંતુ કેટલીક જગ્યાએ ઈવીએમને લઈને ફરિયાદો સામે આવી છે.

Gujarat Municipal Election: આજે રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે. એવામાં મોટા ભાગે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે. પરંતુ કેટલીક જગ્યાએ ઈવીએમને લઈને ફરિયાદો સામે આવી છે. બીલીમોરા નગરપાલિકાની ચૂંટણીમાં ઇવીએમ મશીનમાં ગરબડીનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.

બીલીમોરા પાલિકાના વોર્ડ નંબર 2 ના બુથ નંબર પાંચમાં ઇવીએમમાં ગડબડી જણાયાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ઇવીએમમાં મતદાન ન થતા હોવાની ફરિયાદ સામે આવી છે. અહીં કોંગ્રેસ તરફથી ઉમેદવાર તરીકે રામબાબુ શુક્લા છે. તેમના કહેવા અનુસાર અહીં કોંગ્રસ પાર્ટીનું નિશાન ઈવીએમમાં પ્રેસ થતું નથી.

કોંગી ઉમેદવાર રામબાબુ શુક્લાએ ઈવીએમ મશીનમાં ગરબડી હોવાના આક્ષેપો કર્યો છે. ઇવીએમમાં ગરબડી જણાતા ઇવીએમ મશીન બદલવાની માગ કરવામાં આવી રહી છે. બીલીમોરાનો વોર્ડ નંબર 2ના બૂથ નંબર પાંચ ઉપર મતદાન અટક્યું છે. કોંગ્રેસનું બટન ઈવીએમ નહીં દબાતા અનેક ચકચાર મચી છે.

10 વાગ્યા સુધી ક્યાં કેટલું થયું મતદાન ?

ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેનું મતદાન યોજાઇ રહ્યું છે. આજે 66 નગરપાલિકા, જૂનાગઢ મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાઇ રહી છે. તમામ મતદાન કેન્દ્રો પર ચૂસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. વહેલી સવારથી લોકો મોટી સંખ્યમાં મતદાન કરવા લાઇનો લગાવી રહ્યાં છે. ત્યારે તાજા આંકડા સામે આવ્યા છે. જુઓ અહીં સવારે 10 વાગ્યા સુધી ક્યાં કેટલા ટકા મતદાન થયું...

ચૂંટણીમાં મતદાનની ટકાવારીના તાજા આંકડા---

જૂનાગઢ મહાનગરપાલિકામાં 4.49 ટકા મતદાન
માણસા નગરપાલિકામાં 11.52 ટકા મતદાન 
કરજણ નગરપાલિકામાં 9.56 ટકા મતદાન 
જૂનાગઢ જિલ્લાની 6 નગરપાલિકામાં 8.66 ટકા મતદાન 
છોટા ઉદેપુર નગરપાલિકામાં 8.52 ટકા મતદાન 
સાબરકાંઠાની ત્રણ નગરપાલિકામાં 8.44 ટકા મતદાન 
આણંદ જિલ્લાની 3 નગરપાલિકામાં 8.17 ટકા મતદાન 
જામનગર જિલ્લાની 3 નગરપાલિકામાં 7.94 ટકા મતદાન 
બોટાદ જિલ્લાની નગરપાલિકામાં 7.75 ટકા મતદાન 
મોરબીની હળવદ નગરપાલિકામાં 7.58 ટકા મતદાન 
સુરેંદ્રનગરની થાનગઢ નગરપાલિકામાં 7.45 ટકા મતદાન 
પાટણ જિલ્લાની 3 નગરપાલિકામાં 7.43 ટકા મતદાન 
મહેસાણા જિલ્લાની 2 નગરપાલિકામાં 7.21 ટકા મતદાન 
દાહોદ જિલ્લાની 2 નગરપાલિકામાં 6.97 ટકા મતદાન 
અમરેલી જિલ્લાની 4 નગરપાલિકામાં 6.70 ટકા મતદાન 
અમદાવાદ જિલ્લાની 3 નગરપાલિકામાં 6.65 ટકા મતદાન 
નવસારીની બીલીમોરા નગરપાલિકામાં 6.61 ટકા મતદાન 
ભાવનગર જિલ્લાની 3 નગરપાલિકામાં 5.97 ટકા મતદાન 
ખેડા જિલ્લાની 5 નગરપાલિકામાં 5.86 ટકા મતદાન 
પોરબંદર જિલ્લાની 2 નગરપાલિકામાં 5.75 ટકા મતદાન 
રાજકોટ જિલ્લાની 5 નગરપાલિકામાં 5.55 ટકા મતદાન 
તાપીની સોનગઢ નગરપાલિકામાં 5.54 ટકા મતદાન 
કચ્છ જિલ્લાની 2 નગરપાલિકામાં 5.42 ટકા મતદાન 
વલસાડ જિલ્લાની 3 નગરપાલિકામાં 4.91 ટકા મતદાન 
પંચમહાલ જિલ્લાની 2 નગરપાલિકામાં 4.60 ટકા મતદાન 
ગીર સોમનાથની કોડિનાર નગરપાલિકામાં 4.40 ટકા મતદાન 
મહિસાગર જિલ્લાની 3 નગરપાલિકામાં 4.27 ટકા મતદાન 
દ્વારકા જિલ્લાની 3 નગરપાલિકામાં 3.42 ટકા મતદાન 

સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું આજે મતદાન, 38 લાખથી વધુ મતદારો કરશે મતાધિકારનો ઉપયોગ 
ગુજરાતભરમાં જેની આતુરતાપૂર્વક રાહ જોવાઇ રહી છે તે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન શરુ થઈ ગયું છે. 66 નગરપાલિકા, જૂનાગઢ મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાઇ રહી છે. તમામ મતદાન કેન્દ્રો પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. આજે સાંજે 6 વાગ્યા સુધી મતદારો તેમનો મત આપી શકશે. સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે કુલ 7036 ઉમેદવારીપત્રો દાખલ થયા હતા, જેમાંથી 1261 પત્રો અમાન્ય ઠર્યા, જ્યારે કે 5775 ઉમેદવારોની ઉમેદવારી માન્ય રાખવામાં આવી. જે બાદ 478 ઉમેદવારોએ ઉમેદવારીપત્ર પરત ખેંચ્યા, જેના કારણે 213 બેઠકો બિનહરીફ થઈ ગઈ. જેના પગલે હરિફાઇ હેઠળની બેઠકો માટે કુલ 5 હજાર 84 ઉમેદવારો ચૂંટણીના જંગમાં મેદાને ઉતર્યા છે.

આ પણ વાંચો...

Local body Election: સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન શરૂ, 5 હજારથી વધુ ઉમેદવારોનું ભાવિ EVMમાં થશે કેદ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Gujarat Rain: સુરેન્દ્રનગર અને અમદાવાદ-રાજકોટ હાઈવે પર વરસાદી ઝાપટાં, વાતાવરણમાં ઠંડક પ્રસરી
Gujarat Rain: સુરેન્દ્રનગર અને અમદાવાદ-રાજકોટ હાઈવે પર વરસાદી ઝાપટાં, વાતાવરણમાં ઠંડક પ્રસરી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

વિડિઓઝ

Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય
Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 
SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Embed widget