Gujarat Election: છોટા ઉદેપુરમાં બસપા-ભાજપા કાર્યકર્તાઓ વચ્ચે બબાલ, મતદાન મથક પર કરી ગાળાગાળી
Gujarat Local Body Election 2025: છોટાઉદેપુરમાં ચૂંટણીમાં મતદાન દરમિયાન બબાલના દ્રશ્યો સામે આવ્યા છે. છોટા ઉદેપુરમાં બસપા અને ભાજપના સમર્થકો એકબીજા સાથે ઝઘડતા જોવા મળ્યા

Gujarat Local Body Election 2025: ગુજરાતભર આજે 68 ન.પાલિકાઓની ચૂંટણી માટે મતદાન યોજાઇ રહ્યું છે. સમગ્ર ગુજરાતમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાઇ રહ્યું છે. ત્યારે છોટા ઉદેપુરમાંથી બબાલના દ્રશ્યો સામે આવ્યા છે. અહીં મતદાન દરમિયાન બૂથની બહાર ભાજપ અને બસપાના કાર્યકરો વચ્ચે ગાળાગાળી સાથે બબાલ થઇ હતી. ગુજરાતમાં તમામ મતદાન કેન્દ્રો પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે.
મતદાન મથક પર ફરી એકવાર વિવાદિત માહોલ ઉભો થયો છે. મળતી માહિતી પ્રમાણે, છોટાઉદેપુરમાં ચૂંટણીમાં મતદાન દરમિયાન બબાલના દ્રશ્યો સામે આવ્યા છે. છોટા ઉદેપુરમાં બસપા અને ભાજપના સમર્થકો એકબીજા સાથે ઝઘડતા જોવા મળ્યા, પાલિકાની ચૂંટણીમાં મતદાન દરમિયાન મતદાન મથક પર બસપાના મહિલા સમર્થક અસભ્ય વર્તન અને અસભ્ય ભાષાનો પ્રયોગ કરીને બબાલ કરી રહ્યાં હતા, આ દરમિયાન ભાજપ સમર્થક કાર્યકર્તા ગિન્નાયા અને વાણીવિલાસ રોકવા અને સંભાળીને બોલવા ટકોર કરી હતી, આ પછી બન્ને પક્ષના કાર્યકર્તાઓ વચ્ચે બબાલ થઇ હતી. છોટાઉદેપુર નગર પાલિકાના મતદાનની શરૂઆત થઇ છે. નગર પાલિકાના 7 બુથના 28 બેઠક માટે 99 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે.
આજે સાંજે 6 વાગ્યા સુધી મતદારો તેમનો મત આપી શકશે. સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે કુલ 7036 ઉમેદવારીપત્રો દાખલ થયા હતા, જેમાંથી 1261 પત્રો અમાન્ય ઠર્યા, જ્યારે કે 5775 ઉમેદવારોની ઉમેદવારી માન્ય રાખવામાં આવી. જે બાદ 478 ઉમેદવારોએ ઉમેદવારીપત્ર પરત ખેંચ્યા, જેના કારણે 213 બેઠકો બિનહરીફ થઈ ગઈ. જેના પગલે હરિફાઇ હેઠળની બેઠકો માટે કુલ 5 હજાર 84 ઉમેદવારો ચૂંટણીના જંગમાં મેદાને ઉતર્યા છે.
આ પણ વાંચો
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
