Delhi Fuel Policy:પેનિકમાં આવેલા લોકોએ પાણીના ભાવે વેચી દીધી લક્ઝરી કાર બાદ સરકારે પરત ખેંચ્યો નિર્ણય
Delhi Fuel Policy: દિલ્હી સરકારે રાજધાનીમાં 10 વર્ષ જૂના ડીઝલ અને 15 વર્ષ જૂના પેટ્રોલ વાહનોને ઇંધણ ન આપવાનો નિર્ણય માત્ર બે દિવસમાં પાછો ખેંચી લીધો છે.

Delhi New Fuel Policy: દિલ્હીમાં 10 વર્ષ જૂના ડીઝલ અને 15 વર્ષ જૂના પેટ્રોલ વાહનો જપ્ત કરવામાં આવતા કાર માલિકો ખૂબ જ નારાજ હતા, પરંતુ હવે સરકારે આ નિર્ણય પાછો ખેંચી લીધો છે. આવી સ્થિતિમાં, દિલ્હીની બહારના લોકો માટે સસ્તા ભાવે લક્ઝરી કાર ખરીદવાની સુવર્ણ તક બની ગઈ હતી. દિલ્હીમાં સેકન્ડ હેન્ડ કારનો વ્યવસાય કરનારાઓને દેશના વિવિધ ભાગોમાંથી ફોન આવવા લાગ્યા.
લક્ઝરી કાર ખરીદનારા લોકો કોઈપણ કિંમતે તેમના વાહનોથી છૂટકારો મેળવવા માંગતા હતા, જેના કારણે તેઓએ સસ્તા ભાવે તેમના વાહનો વેચી દીધા. દિલ્હીનું કરોલ બાગ સેકન્ડ હેન્ડ કાર ખરીદવા અને વેચવા માટે પ્રખ્યાત છે, જ્યાં લક્ઝરી અને સામાન્ય કાર વેચાય છે. NDTVના અહેવાલ મુજબ, 40 વર્ષથી અહીં વ્યવસાય કરનારા લોકો કહે છે કે, તેઓ આ વ્યવસાયમાં ત્રીજી પેઢીમાં છે, પરંતુ દિલ્હીના લોકોમાં આટલો ગભરાટ, આટલો ડર ક્યારેય જોયો નથી.
મર્સિડીઝ જેવી લક્ઝરી કારની આ હાલત છે
ઉદ્યોગપતિએ એમ પણ કહ્યું કે સામાન્ય કાર હોય કે લક્ઝરી કાર, જેની લાઇફ સમાપ્ત થવાનું છે. કાર માલિકો તેમને વેચવા માટે કંઈ પણ કરી રહ્યા છે. કાર માલિકો આ સમયે ખૂબ જ ઝડપથી તેમની કાર વેચી રહ્યા છે, જેમાં ઘણા લક્ઝરી કાર મોડેલનો સમાવેશ થાય છે.
કાર વેચતા લોકો કહે છે કે કાર માટે ગમે તે કિંમત ચૂકવો કારણ કે થોડા દિવસો પછી તે કચરો બની જશે. આમાંની એક કાર મર્સિડીઝ GLS છે, દોઢ કરોડની આ કારની કિંમત ઘટીને માત્ર 12-13 લાખ થઈ ગઈ છે.
જોકે, દિલ્હી સરકારે રાજધાનીમાં 10 વર્ષ જૂના ડીઝલ અને 15 વર્ષ જૂના પેટ્રોલ વાહનોને ઇંધણ ન આપવાનો નિર્ણય માત્ર બે દિવસમાં પાછો ખેંચી લીધો છે. દિલ્હીના પર્યાવરણ મંત્રીએ સ્વીકાર્યું કે નીતિ લાગુ કરવામાં ટેકનિકલ ખામીઓ જોવા મળી હતી, ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.





















