Honda એ લોન્ચ કર્યુ Vario 160cc સ્કૂટર, Yamaha Aerox 155 ને આપશે ટક્કર, જાણો કિંમત અને ફીચર્સ
2022 Honda Vario 160cc: હોન્ડાએ તેનું નવું સ્કૂટર લોન્ચ કર્યું છે. કંપનીએ આ સીરિઝનું પ્રથમ સ્કૂટર 2006માં લોન્ચ કર્યુ હતું.
2022 Honda Vario 160cc Launch: વાહન નિર્માતા હોન્ડાએ તેનું સ્કૂટર Vario 160cc લોન્ચ કર્યું છે. કંપનીએ તેને ઇન્ડોનેશિયન માર્કેટમાં બે ટ્રીમમાં લોન્ચ કર્યું છે. તેમાં CBS અને ડ્યુઅલ ચેનલ ABS છે. આ સીરિઝ હોન્ડાએ 2006માં શરૂ કરી હતી. તે સમયથી અત્યાર સુધી તેને અપડેટ કરવામાં આવી રહ્યું છે. એવું માનવામાં આવે છે કે આ સ્કૂટર સીધી Yamaha Aerox 155 સાથે સ્પર્ધા કરશે. Honda Vario 125 અને Honda Vario 150ને ઈન્ડોનેશિયાના માર્કેટમાં ખૂબ પસંદ કરવામાં આવે છે.
ફીચર્સ
Honda Vario 160 ના ફીચર્સ વિશે વાત કરીએ તો, આ સ્કૂટર સંપૂર્ણ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ સાથે ઉપલબ્ધ છે. તેમાં USB ચાર્જર અને ડિસ્ક બ્રેક પણ આપવામાં આવી છે. ડિસ્પ્લે પર મીટર, ઇંધણ સ્તર અને સરેરાશ ઇંધણ વપરાશની સંપૂર્ણ વિગતો ઉપલબ્ધ છે. કંપનીએ તેમાં 18 લીટરની બૂટ સ્પેસ આપી છે. Honda Vario 160ccમાં 14 ઇંચના એલોય વ્હીલ્સ છે. વધુ સારી રીતે હેન્ડલિંગ કરવા માટે ઘણા શાનદાર ફીચર્સ આપવામાં આવ્યા છે. તેમાં ડ્યુઅલ ચેનલ ABS પણ છે.
એન્જિન અને કિંમત
જો તમે Honda Vario 160 ના એન્જિન પર નજર નાંખો તો તમને તેમાં 160 cc સિંગલ સિલિન્ડર, લિક્વિડ કૂલ્ડ એન્જિન મળે છે. તે 15bhp પાવર અને 13.4Nm ટોર્ક જનરેટ કરી શકે છે. તમને તેને ચલાવવામાં વધુ સારો અનુભવ મળશે. કિંમત વિશે વાત કરીએ તો Honda Vario 160cc CBS મોડલની કિંમત RP 25,800,000 (લગભગ 1.34 લાખ રૂપિયા) છે. તે જ સમયે, ડ્યુઅલ ચેનલ ABSની કિંમત RP 28,500,000 (લગભગ 1.48 લાખ રૂપિયા) છે.
હોન્ડા વેરિયો 160 ડિઝાઇન
જૂના મોડલ Vario 150ccની સરખામણીમાં તેની ડિઝાઇન એકદમ અલગ અને શાર્પ છે. તેને રગ્ડ લુક આપવા માટે ખાસ પ્રકારની ડિઝાઇનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં આગળના ભાગમાં ટ્વિન બીમ LED હેડલેમ્પ્સ છે. આ LED DRL આઇબ્રો સાથે આવે છે. તમને તેમાં એક્ઝોસ્ટ મફલર, એલોય વ્હીલ્સ અને રીઅર વ્યુ મિરર પણ મળે છે.