શોધખોળ કરો

Hyundai Creta: હ્યુન્ડાઈ ક્રેટાનું ધડાધડ થઈ રહ્યું છે વેંચાણ, ફરી બનાવ્યો સેલનો નવો રેકોર્ડ

Hyundai Motor Sales Report: હ્યુન્ડાઈ ક્રેટાનું વેચાણ દરેક અપડેટ સાથે નવા સીમાચિહ્નો સેટ કરી રહ્યું છે. આ વર્ષે જાન્યુઆરીમાં લૉન્ચ કરાયેલી ક્રેટા ફેસલિફ્ટે ગયા મહિને વેચાણમાં 12.5 ટકાની વૃદ્ધિ નોંધાવી છે

Hyundai Motor Sales Report: હ્યુન્ડાઈ ક્રેટાનું વેચાણ દરેક અપડેટ સાથે નવા સીમાચિહ્નો સેટ કરી રહ્યું છે. આ વર્ષે જાન્યુઆરીમાં લૉન્ચ કરાયેલી ક્રેટા ફેસલિફ્ટે ગયા મહિને વેચાણમાં 12.5 ટકાની વૃદ્ધિ નોંધાવી છે, જે દર મહિને સરેરાશ 15,000 એકમો કરતાં વધુ છે. એપ્રિલમાં જ હ્યુન્ડાઈ ઈન્ડિયાએ ક્રેટાના 15,447 યુનિટ્સનું વેચાણ કર્યું હતું.

70,000 યુનિટનું બુકિંગ બાકી છે
હ્યુન્ડાઈનું કહેવું છે કે તેની કુલ ઓર્ડર બુકમાં ક્રેટાનો હિસ્સો 50 ટકાથી વધુ છે, જે લગભગ 70,000 યુનિટ છે. હ્યુન્ડાઈનું કહેવું છે કે ફેસલિફ્ટ લોન્ચ થયા બાદ કંપનીને આ મિડસાઈઝ એસયુવી માટે એક લાખથી વધુ નવા ઓર્ડર મળ્યા છે.

ભારતમાં તેની 67 ટકા SUV વેચે છે
હ્યુન્ડાઈએ એ પણ જાહેરાત કરી છે કે એપ્રિલ 2024માં વેચાયેલા 67 ટકા અથવા લગભગ 35,140 યુનિટ એસયુવી હતા. તેમાં ક્રેટાના 15,447 યુનિટ, વેન્યુના 9,122 યુનિટ અને એક્સેટરના 7,756 યુનિટનો સમાવેશ થાય છે.

કંપનીએ શું કહ્યું?
હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાના સીઓઓ તરુણ ગર્ગે વર્ચ્યુઅલ મીડિયા ઈન્ટરએક્શનમાં જણાવ્યું હતું કે, ઘરેલું બજારમાં 12.5 ટકાની વાર્ષિક વૃદ્ધિ ગયા વર્ષે નોંધાયેલી સમાન વૃદ્ધિ કરતાં પણ વધુ છે. તેથી, ક્રેટા સ્થાનિક બજારમાં જે પ્રકારની માંગ જનરેટ કરવામાં સક્ષમ રહી છે તે આશ્ચર્યજનક છે અને ક્રેટા દેશમાં વધતી જતી SUV માંગનું પ્રતીક છે.

વધુમાં, હ્યુન્ડાઈ ઈન્ડિયા અર્ધ-શહેરી અને શહેરી બંને બજારોમાં હ્યુન્ડાઈની ફ્લેગશિપ SUV સાથે SUVનું મજબૂત ટેકઓવર જોઈ રહી છે; ક્રેટા, વેન્યુ, એક્સેટર અને અલ્કાઝારનો 67 ટકા ફાળો નોંધવામાં આવ્યો છે. ગર્ગે જણાવ્યું હતું કે,“વધતી આકાંક્ષાઓ, ડિસ્પોજેબલ આવક અને બંને બજારોના ગ્રાહકો વચ્ચેનું સંકુચિત પ્રેફરન્સ ગેપ  ઓછો કરવો આ ઘટના પ્રમુખ જવાબદાર છે. અર્ધ-શહેરી ભારતીય ક્ષેત્રમાં આકાંક્ષાઓ સતત વધી રહી છે, રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે જે શહેરી વિકાસને આગળ લઈ જઈ રહી છે.

Hyundai પાસે 43,000 તૈયાર SUV કાર છે
હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા પાસે હાલમાં 43,000 યુનિટ્સ અથવા લગભગ 22 દિવસનો સ્ટોક છે, એપ્રિલ 2024ના અંત સુધીમાં ઉદ્યોગનો સ્ટોક 3,60,000 યુનિટ્સ રહેવાનો અંદાજ છે. તેમણે કહ્યું, અમે 22 દિવસના સ્ટોક પર ટકેલા છીએ, જે શ્રેષ્ઠ સ્તર છે, જ્યારે ઉદ્યોગ પાસે છ સપ્તાહનો સ્ટોક છે. અમે આગળ જતા સ્ટોકનું આ સ્તર જાળવી રાખીશું. મજબૂત ઓર્ડર બુક હોવા છતાં, HMIL તેના બાકી બુકિંગને ઝડપથી ક્લિયર કરવાનો વિશ્વાસ ધરાવે છે કારણ કે સપ્લાય ચેઇનની સ્થિતિમાં સુધારો થયો છે, ખાસ કરીને ચિપ્સ માટે.

હ્યુન્ડાઈની આવનારી કાર
Hyundai ભારત માટે બે નવા ઉત્પાદનો તૈયાર કરી રહી છે, જેમાં Alcazar SUV અને નવી Creta EV આ વર્ષના અંતમાં મોટા અપડેટ સાથે બજારમાં આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget