Hyundai Exter Knight Edition: હ્યુન્ડાઇ એક્સટરનું નવું એડિશન થયું લોન્ચ, બ્લેક થીમ સાથે કિંમત 8.38 લાખ થી શરૂ
હ્યુન્ડાઈએ તેની કાર એક્સટરનું નવું નાઈટ એડિશન ભારતીય બજારોમાં લોન્ચ કરી દીધું છે. આ કારને કંપની બ્લેક થિમની સાથે સાથે 8 અલગ અલગ વેરિયન્ટ્સમાં લાવી છે.
Hyundai Exter Knight Edition: કાર ઉત્પાદક કંપની હ્યુન્ડાઈએ આજે ભારતમાં Exeterનું નવું નાઈટ એડિશન લોન્ચ કરીયુ છે. કંપનીએ આ કારમાં નવી બ્લેક થીમ આપી છે. તેનો લુક પણ એકદમ સ્ટાઇલિશ છે. કંપનીએ ગયા વર્ષે દેશમાં Hyundai Exeter લોન્ચ કરી હતી, જે બાદ અત્યાર સુધીમાં કારના લગભગ 93 હજાર યુનિટ વેચાઈ ચૂક્યા છે.
Hyundai Exeter નું નવું એડિશન
The perfect fusion of sleek design and high performance. The Hyundai EXTER Knight is here!
— Hyundai India (@HyundaiIndia) July 10, 2024
Think SUV. Think EXTER. #Hyundai #HyundaiIndia #HyundaiEXTER #Knight #SUV #EXTER pic.twitter.com/2b6Kpgp1dc
કંપનીએ SX અને SX(O) વચ્ચે Hyundai Exeter ના ઇટ એડિશન મૂક્યું છે.આ સિવાય, કંપનીએ તેને 5 મોનોટોન અને ડ્યુઅલ ટોન કલર્સ સાથે માર્કેટમાં લોન્ચ કર્યું છે. તેમાં સ્ટેરી નાઇટ, એટલાસ વ્હાઇટ, રેન્જર ખાકી, એવેન્જર બ્લેક રૂફ સાથે રેન્જ ખાકી, એબ્સ બ્લેક, શેડો ગ્રે અને બ્લેક રૂફ સાથે શેડો ગ્રે જેવા રંગો છે.
નવો બાહ્ય દેખાવ
હ્યુન્ડાઈની આ કારમાં નવી બ્લેક ગ્રીલ અને પાછળની સ્કિડ પ્લેટ આપવામાં આવી છે. આ સિવાય તેમાં 15 ઇંચના ડાયમંડ કટ એલોય વ્હીલ્સ છે. આ સિવાય કારમાં લાલ બમ્પર, પિલર અને ટેલગેટને પણ લાલ રંગ આપવામાં આવ્યો છે. કારની અંદર કંપનીએ બ્લેક સાથે લાલ ટાંકા આપ્યા છે. ફૂટવેલ લાઇટિંગ સાથે મેટલ સ્કફ પ્લેટ્સ પણ હાજર છે. તેમાં લાલ સ્ટીચિંગ બ્લેક ફ્લોર મેટ પણ છે.
દમદાર ફીચર્સ
કંપનીએ નવી Hyundai Exeter નાઈટ એડિશનમાં ફીચર્સમાં કોઈ ફેરફાર કર્યો નથી. તેમાં પહેલા જેવા જ ફીચર્સ છે. કારમાં, તમને ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ર હેક્લસ્ટર સિસ્ટમ સાથે મોટી ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ADAS, એરબેગ્સ પણ જોવા મળશે. તેમાં લાલ ફૂટવેલ લાઇટિંગ, બ્લેક સાટિન ડોન્ડલ્સ અને સ્ટીયરિંગ પણ છે.
પાવરફૂલ એન્જિન
કંપનીએ Hyundai Exeter નાઈટ એડિશનમાં 1.2 લીટર 4 સિલિન્ડર કપ્પા પેટ્રોલ એન્જિન આપ્યું છે. આ એન્જિન મહત્તમ 83 BHP પાવર સાથે 113 Nmનો પીક ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે. આ સિવાય તેમાં 5 સ્પીડ મેન્યુઅલ અને સ્માર્ટ ઓટોમેટિક ટ્રાન્સમિશનનો વિકલ્પ પણ છે.
તેની કિંમત કેટલી છે
Hyundai Exeter Night Editionની એક્સ-શોરૂમ કિંમત 8.38 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને 10.43 લાખ રૂપિયા સુધી જાય છે. કંપનીએ તેને 8 અલગ-અલગ વેરિએન્ટમાં માર્કેટમાં લોન્ચ કર્યું છે. આ કાર Tata Punch, Maruti Suzuki Fronx અને Nissan Magnite જેવા વાહનોને સીધી સ્પર્ધા આપવા સક્ષમ છે.