સ્પોર્ટી લૂક અને શાનદાર એન્જિન સાથે લોન્ચ થઈ Hyundai Venue N Line, જાણો ફીચર્સ
હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયાએ ભારતીય બજારમાં નવી Venue N Line 2025 લોન્ચ કરી છે. આ SUV ખાસ કરીને એવા લોકો માટે ડિઝાઇન કરવામાં આવી છે.

હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયાએ ભારતીય બજારમાં નવી Venue N Line 2025 લોન્ચ કરી છે. આ SUV ખાસ કરીને એવા લોકો માટે ડિઝાઇન કરવામાં આવી છે જેઓ ડ્રાઈવિંગ, સ્પિડ, સ્ટાઈલ અને પ્રીમિયમ અનુભૂતિનું મિશ્રણ ઇચ્છે છે. નવા વર્ઝનમાં ત્રણેય પાસાઓમાં નોંધપાત્ર સુધારા કરવામાં આવ્યા છે: ડિઝાઇન, ટેકનોલોજી અને એન્જિન જે SUV ને પહેલા કરતા વધુ અદ્યતન બનાવે છે.
ડિઝાઇન
નવી Venue N Line ને પરફોર્મન્સ-ઈન્સ્પાયર્ડ ડિઝાઇન લૈગ્વેજ સાથે ડિઝાઇન કરવામાં આવી છે. ડાર્ક ક્રોમ રેડિયેટર ગ્રિલ, LED સિક્વન્શિયલ ટર્ન ઇન્ડિકેટર્સ અને રેડ બ્રેક કેલિપર્સ SUV ને સ્ટાઇલિશ લૂક આપે છે. વધુમાં, R17 ડાયમંડ-કટ એલોય વ્હીલ્સ, ટ્વીન-ટિપ એક્ઝોસ્ટ સિસ્ટમ અને N લાઇન-એક્સક્લુઝિવ વિંગ સ્પોઇલર જેવા એલિમેન્ટ્સ તેની ડિઝાઇનને વધુ એટ્રેક્ટિવ બનાવે છે. કલર્સના મામલે Venue N Line પાંચ મોનો-ટોન અને ત્રણ ડ્યુઅલ-ટોન કલર વિકલ્પમાં ઉપલબ્ધ છે.
પ્રીમિયમ બ્લેક કેબિન અને હાઇ-ટેક ફીચર્સ
Venue N Line નું ઈન્ટીરિયર પણ એટલું જ ડાયનામિક છે જેટલું તેનું એક્સટીરિયર. તેમાં બ્લેક ઈન્ટીરિયર થીમ આપવામાં આવી છે જેમાં રેડ એક્સેંટ્સ અનેN Line બ્રાન્ડિંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ટેકનોલોજીની દ્રષ્ટિએ નવી વેન્યુ એન લાઇન ખૂબ જ એડવાન્સ્ડ છે, જેમાં 12.3-ઇંચ ccNC નેવિગેશન ટચસ્ક્રીન સિસ્ટમ, Bose પ્રીમિયમ સાઉન્ડ સિસ્ટમ, એમ્બિયન્ટ લાઇટિંગ, સ્માર્ટ એરોમા ડિફ્યુઝર, વાયરલેસ ચાર્જિંગ અને કનેક્ટેડ કાર ટેકનોલોજી જેવી ફિચર્સ સામેલ છે.
એન્જિન અને પરફોર્મન્સ
નવી Venue N Line માં કંપનીનું વિશ્વસનીય છતાં પ્રદર્શન-ટ્યુન કરેલ Kappa 1.0-લિટર ટર્બો GDi પેટ્રોલ એન્જિન દ્વારા સંચાલિત છે. આ એન્જિન 120 PS પાવર અને 172 Nm ટોર્ક ઉત્પન્ન કરે છે, જે SUV ને શહેરમાં અને હાઇવે બંને પર ઉત્તમ પ્રદર્શન આપે છે. ટ્રાન્સમિશન વિકલ્પોમાં 6-સ્પીડ મેન્યુઅલ અને 7-સ્પીડ DCT (Dual-Clutch Transmission) સામેલ છે. ડ્રાઇવિંગ અનુભવને વધારવા માટે ડ્રાઇવ મોડ સિલેક્ટર (Normal, Eco, Sport) અને ટ્રેક્શન કંટ્રોલ મોડ્સ (Snow, Mud, Sand) પણ છે. પેડલ શિફ્ટર્સ સાચા સ્પોર્ટ્સ ડ્રાઇવિંગ અનુભવ પ્રદાન કરે છે.
સુરક્ષા
હ્યુન્ડાઇએ સલામતીની દ્રષ્ટિએ Venue N Lineને પણ સંપૂર્ણપણે અપગ્રેડ કરી છે. આ SUVમાં હવે છ એરબેગ્સ, સરાઉન્ડ વ્યૂ મોનિટર અને બ્લાઇન્ડ સ્પોટ વ્યૂ મોનિટર (BVM) જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે. આ સાથે જ તેમાં TPMS (Tyre Pressure Monitoring System) , હિલ સ્ટાર્ટ આસિસ્ટ કંટ્રોલ (HAC) અને ESC (Electronic Stability Control) જેવા ફીચર્સ સામેલ છે. આ અદ્યતન સુરક્ષા સિસ્ટમ Venue N Line ને તેના સેગમેન્ટમાં સૌથી સુરક્ષિત અને સૌથી વધુ ટેકનોલોજી-લોડેડ SUV બનાવે છે.
કલર વેરિઅન્ટ અને કિંમત
નવી Venue N Line 2025 બે વેરિઅન્ટમાં N6 (MT/DCT) અને N10 (DCT) માં લોન્ચ કરવામાં આવી છે. બંને વેરિઅન્ટ વિવિધ કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે, જે ગ્રાહકોને તેમના મનપસંદ સ્પોર્ટી દેખાવને પસંદ કરવાની મંજૂરી આપે છે. જોકે હ્યુન્ડાઇએ હજુ સુધી સત્તાવાર કિંમત જાહેર કરી નથી, ઓટો નિષ્ણાતોનો અંદાજ છે કે વેન્યુ N લાઇનની કિંમત 12 લાખથી 14 લાખની વચ્ચે હશે. કંપની ટૂંક સમયમાં તેને ભારતના તમામ મુખ્ય શહેરોમાં તેના ડીલરશીપ નેટવર્ક દ્વારા ઉપલબ્ધ કરાવશે.





















