7-Seater Car: Fortuner ને ટક્કર આપવા આવી ગઇ નવી Jeep Meridian, શું છે આ ગાડીની કિંમત ?
Jeep Meridian Price: જીપ મેરિડિયનની એક્સ-શોરૂમ કિંમત 24.99 લાખ રૂપિયાથી શરૂ થાય છે. આ વેરિઅન્ટ મેન્યૂઅલ અને ઓટોમેટિક બંને ટ્રાન્સમિશન સાથે ઉપલબ્ધ છે
Jeep Meridian Price: જીપ ઈન્ડિયાએ ભારતીય બજારમાં નવી મેરિડિયન લૉન્ચ કરી છે. લૉન્ચિંગ સમયે આ નવી કારના મેન્યૂઅલ ટ્રાન્સમિશનની કિંમત વિશે માત્ર માહિતી શેર કરવામાં આવી હતી. પરંતુ હવે આ SUVના તમામ વેરિયન્ટની કિંમતની વિગતો સામે આવી છે. જીપ મેરિડિયન ચાર વેરિઅન્ટ સાથે માર્કેટમાં આવી છે. વળી, ઓટોમેકર્સે ફક્ત ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે તેના ટોપ વેરિઅન્ટ્સ લોન્ચ કર્યા છે.
2025 જીપી મેરિડિયનની કિંમત
જીપ મેરિડિયનની એક્સ-શોરૂમ કિંમત 24.99 લાખ રૂપિયાથી શરૂ થાય છે. આ વેરિઅન્ટ મેન્યૂઅલ અને ઓટોમેટિક બંને ટ્રાન્સમિશન સાથે ઉપલબ્ધ છે. તેના મિડ વેરિઅન્ટમાં લૉન્ગીટ્યૂડ પ્લસની એક્સ-શોરૂમ કિંમત રૂ. 27.50 લાખથી શરૂ થાય છે અને લિમિટેડ (O)ની એક્સ-શોરૂમ કિંમત રૂ. 30.49 લાખથી શરૂ થાય છે. જ્યારે તેનું ટોપ-વેરિઅન્ટ માર્કેટમાં 4*2 અને 4*4 એમ બંને મૉડલમાં લાવવામાં આવ્યું છે. જીપનું 4*2 મૉડલ ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે ઉપલબ્ધ છે, જેની એક્સ-શોરૂમ કિંમત રૂ. 36.49 લાખ છે અને 4*4 ATની એક્સ-શોરૂમ કિંમત રૂ. 38.49 લાખ છે.
Jeep Meridian નો પાવર
જીપ ઈન્ડિયાએ નવા મેરિડિયનમાં કોઈ યાંત્રિક ફેરફારો કર્યા નથી. આ વાહન 2.0-લિટર ડીઝલ એન્જિનથી સજ્જ છે, જે 168 bhp પાવર અને 350 Nm ટોર્ક જનરેટ કરે છે. આ વાહનનું એન્જિન 6-સ્પીડ મેન્યૂઅલ ગિયર બૉક્સ અથવા 3-સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે જોડાયેલું છે.
જીપ મેરિડિયનની રાઇવલ
આ વખતે જીપ મેરિડિયન નવું 5-સીટર લૉન્ગીટ્યૂડ વેરિઅન્ટ લાવી છે. આ વાહનના અન્ય તમામ મૉડલ 7-સીટર કન્ફિગરેશન સાથે ઉપલબ્ધ છે. આ નવી જીપ મેરિડિયનની હરીફ કારની વાત કરીએ તો, આ કાર સ્કોડા કોડિયાક, ફોક્સવેગન તાઈગુન, હ્યુન્ડાઈ ટક્સન અને ટોયોટા ફોર્ચ્યૂનર જેવી કાર સાથે સ્પર્ધા કરે છે. ફોર્ચ્યુનર પણ ભારતની સૌથી લોકપ્રિય કારમાંથી એક છે. આ કારની એક્સ-શોરૂમ કિંમત 33.43 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને 51.44 લાખ રૂપિયા સુધી જાય છે.
આ પણ વાંચો
દિવાળી પર કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આઠ લાખ રૂપિયામાં ઘરે લઇ જઇ શકશો આ કાર