દિવાળી પર કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આઠ લાખ રૂપિયામાં ઘરે લઇ જઇ શકશો આ કાર
Cars Under 8 Lakh: લોકો કાર ખરીદતા પહેલા સૌથી પહેલા પોતાના બજેટ પર ધ્યાન આપે છે. જો કાર ખરીદવા માટે તમારું બજેટ 8 લાખ રૂપિયાની આસપાસ છે, તો ભારતીય બજારમાં આ રેન્જમાં ઘણી કાર છે.
Best Cars Under 8 Lakh In India: ધનતેરસ-દિવાળીના અવસર પર ઘણા લોકો સોના અને ચાંદીની વસ્તુઓ સાથે નવી કાર ખરીદે છે. લોકો માને છે કે ધનતેરસ પર નવી કાર ખરીદવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. લોકો કાર ખરીદતા પહેલા સૌથી પહેલા પોતાના બજેટ પર ધ્યાન આપે છે. જો કાર ખરીદવા માટે તમારું બજેટ 8 લાખ રૂપિયાની આસપાસ છે, તો ભારતીય બજારમાં આ રેન્જમાં ઘણી કાર છે. ટાટા-મારુતિથી લઈને મહિન્દ્રા સુધીની કાર પણ આ યાદીમાં સામેલ છે.
મારુતિ સ્વિફ્ટ (Maruti Swift)
મારુતિ સ્વિફ્ટ એક એવી કાર છે જે 8 લાખ રૂપિયાની રેન્જમાં આવે છે. આ કારની એક્સ-શોરૂમ કિંમત 6.49 લાખ રૂપિયાથી શરૂ થાય છે. આ કાર નવ કલર વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. આ વાહનમાં 1.2-લિટર Z-સીરિઝ એન્જિન છે. આ કાર મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે 24.80 kmplની માઈલેજ આપે છે. મારુતિ ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે આ વાહનમાં 25.75 kmplની માઈલેજ આપવાનો દાવો કરે છે. આ મારુતિ કારમાં સુરક્ષા માટે 6 એરબેગ્સ પણ આપવામાં આવી છે.
ટાટા નેક્સન
Tata Nexon ભારતીય બજારમાં વેચાતી સૌથી લોકપ્રિય કાર છે. આ કારના કુલ 100 વેરિયન્ટ બજારમાં ઉપલબ્ધ છે. આ કાર પાંચ કલર વેરિઅન્ટ સાથે બજારમાં ઉપલબ્ધ છે. ટાટા વાહનો સલામતીની ખાતરી આપે છે. આ કારને ગ્લોબલ NCAP તરફથી 5-સ્ટાર સેફ્ટી રેટિંગ પણ મળ્યું છે. કારમાં 6 એરબેગ્સ લગાવવામાં આવી છે. આ સાથે ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ પણ આપવામાં આવ્યો છે. Tata Nexonની એક્સ-શોરૂમ કિંમત 7,99,990 રૂપિયાથી શરૂ થાય છે.
Mahindra XUV 3XO
Mahindra XUV 3XO ત્રણ પાવરટ્રેન વિકલ્પો સાથે બજારમાં ઉપલબ્ધ છે. આ કારમાં 1.2-લિટર ટર્બો-પેટ્રોલ એન્જિન છે, જે 82 કેડબલ્યુની પાવર મળે છે અને 200 Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ વાહનમાં 1.2-લિટર TGDi પેટ્રોલ એન્જિનનો વિકલ્પ પણ સામેલ છે. આ એન્જિન 96kWનો પાવર અને 230 Nmનો ટોર્ક જનરેટ કરે છે.
મહિન્દ્રાની આ કારમાં 1.5-લિટર ટર્બો ડીઝલ પણ છે, જે 86kWનો પાવર અને 300 Nmનો ટોર્ક આપે છે. Mahindra XUV 3XO ની એક્સ-શોરૂમ કિંમત 7.79 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને 15.49 લાખ રૂપિયા સુધી જાય છે.
Hyundai Exter vs Tata Punch: દિવાળીના અવસરે આ બંનેમાંથી કઇ કાર ખરીદવાનો વિકલ્પ છે શ્રેષ્ઠ