કેરલના આ મંત્રીને મળી Tata Sierra ની પ્રથમ ડિલીવરી, VIDEO આવ્યો સામે
ટાટા મોટર્સની નવી SUV ટાટા સીએરાની ડિલિવરી 15 જાન્યુઆરી, 2026 ના રોજ શરૂ થઈ હતી. હવે દેશભરના ગ્રાહકોને ડિલિવરી શરૂ થઈ ગઈ છે.

ટાટા મોટર્સની નવી SUV ટાટા સીએરાની ડિલિવરી 15 જાન્યુઆરી, 2026 ના રોજ શરૂ થઈ હતી. હવે દેશભરના ગ્રાહકોને ડિલિવરી શરૂ થઈ ગઈ છે. નોંધનીય છે કે, કેરળના પરિવહન મંત્રી કેબી ગણેશ કુમાર ટાટા સીએરા ખરીદનારા રાજ્યના પ્રથમ ગ્રાહક બન્યા. આ ડિલિવરીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
સોશિયલ મીડિયા પર શેર કરાયેલ વિડિયો
ગોકુલમ મોટર્સ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર શેર કરાયેલ એક વિડિયોમાં કેરળના પરિવહન મંત્રી કેબી ગણેશ કુમાર તેમની કારમાંથી બહાર નીકળીને તેમની ટાટા સીએરાની ડિલિવરી લેતા જોવા મળે છે. મંત્રીએ કેક કાપીને અને સીએરાનું કવર હટાવ્યું હતું. ગાડીની ચાવી મળ્યા પછી મંત્રી પોતે એસયુવી કાર ચલાવતા જોવા મળ્યા હતા.
View this post on Instagram
Tata Sierra પાવરટ્રેન
ટાટા સીએરા પેટ્રોલ અને ડીઝલ બંને પાવરટ્રેન વિકલ્પો સાથે બજારમાં લોન્ચ કરવામાં આવી હતી. કારમાં બે પેટ્રોલ એન્જિન વિકલ્પો પણ છે. કાર 1.5-લિટર ટર્બો પેટ્રોલ એન્જિન દ્વારા સંચાલિત છે જે 160 પીએસ પાવર અને 255 એનએમ ટોર્ક ઉત્પન્ન કરે છે. આ એન્જિન 6-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે જોડાયેલું છે.
Tata Sierra માં 1.5-લિટર નેચરલી એસ્પિરેટેડ એન્જિનનો વિકલ્પ પણ છે જે 106 પીએસ પાવર અને 145 Nm ટોર્ક ઉત્પન્ન કરે છે. આ એન્જિન 6-સ્પીડ મેન્યુઅલ અને 7-સ્પીડ DCA ટ્રાન્સમિશન સાથે જોડાયેલું છે. નવી SUVમાં 1.5-લિટર ડીઝલ એન્જિનનો વિકલ્પ પણ છે જે મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે 118 પીએસ પાવર અને 260 Nm ટોર્ક અને 6-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે 280 Nm ટોર્ક ઉત્પન્ન કરે છે.
Tata Sierra પેટ્રોલ વર્ઝન સૌથી વધુ Best Selling બની શકે છે, જોકે ડીઝલ એન્જિનનો ચાહક વર્ગ પણ મોટો હોવાથી તેના વેચાણના આંકડા પણ ઊંચા રહેશે. Tata Sierra ની સફળતાએ સાબિત કર્યું છે કે ગ્રાહકો હવે સેફ્ટી અને ટેકનોલોજીના કોમ્બિનેશનને વધુ પસંદ કરી રહ્યા છે.
ભારતીય બજારમાં Tata Sierra નો સીધો મુકાબલો Hyundai Creta અને Maruti Suzuki Victoris સાથે થશે.





















