Kia Carens Facelift: મારુતિ સુઝુકી અર્ટિગાને ટક્કર આપવા આવી રહી છે આ નવી SUV, જાણો કેવી હશે ડિઝાઇન
Kia India ટૂંક સમયમાં ભારતીય બજારમાં Carens ફેસલિફ્ટ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. લોન્ચ થયા બાદ આ કાર મારુતિ સુઝુકી અર્ટિગાને સીધી ટક્કર આપશે. ડિઝાઇનમાં ઘણા ફેરફારો જોવા મળશે.
![Kia Carens Facelift: મારુતિ સુઝુકી અર્ટિગાને ટક્કર આપવા આવી રહી છે આ નવી SUV, જાણો કેવી હશે ડિઝાઇન kia carens facelift car coming soon rival maruti suzuki ertiga 7 seater cars features price details here read article in Gujarati Kia Carens Facelift: મારુતિ સુઝુકી અર્ટિગાને ટક્કર આપવા આવી રહી છે આ નવી SUV, જાણો કેવી હશે ડિઝાઇન](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/23/21277110551c7faa31efb570ffc755e117217151879041050_original.avif?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Kia Carens Facelift: ભારતમાં 7 સીટર વાહનોની ઘણી માંગ છે. લોકો મોટા પરિવારો માટે માત્ર 7 કે 8 સીટર કાર ખરીદવાનું પસંદ કરે છે. મારુતિ સુઝુકી અર્ટિગાએ દેશમાં આ સેગમેન્ટને કબજે કર્યું છે. આ કારને દેશમાં ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. આ દરમિયાન Kia એક નવી 7 સીટર કાર પણ લોન્ચ કરવા જઈ રહી છે. જો કે આ કારનું અપડેટેડ મોડલ હશે. વાસ્તવમાં, કંપની ટૂંક સમયમાં જ Kia Carens ફેસલિફ્ટ માર્કેટમાં લોન્ચ કરી શકે છે.
જાણો આ કારમાં શું ખાસ હશે
જાણકારી અનુસાર, Kia ઈન્ડિયા 2025ના મધ્ય સુધીમાં ભારતીય બજારમાં Carance ફેસલિફ્ટ લોન્ચ કરી શકે છે. આ કારના એક્સટીરીયર અને ઈન્ટીરીયરમાં પણ ઘણા બદલાવ જોવા મળી શકે છે. એવું માનવામાં આવે છે કે કંપની આ નવી 7 સીટર કારમાં નવી LED હેડલાઇટ્સ, નવી ટેલલાઇટ્સ અને એક નવું એલોય વ્હીલ જોવા મળશે. આ સિવાય આ અપકમિંગ કારને નવા કલર ઓપ્શન મળવાની પણ શક્યતા છે.
કિયા કેરેન્સ ફેસલિફ્ટ: ફીચર્સ
હવે આ નવી કારના ફીચર્સ વિશે વાત કરીએ તો Kia Carens ફેસલિફ્ટમાં 360 ડિગ્રી કેમેરા સાથે ADAS, એરબેગ, EBD સાથે ABS, રિયર પાર્કિંગ સેન્સર કેમેરા જેવા ઘણા ફીચર્સ જોઈ શકાય છે. Kia Carens ફેસલિફ્ટના એન્જિનમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. આ સિવાય Kia ઈન્ડિયા આ નવી કારને 10 થી 12 લાખ રૂપિયાની એક્સ-શોરૂમ કિંમતે માર્કેટમાં લોન્ચ કરી શકે છે.
મારુતિ સુઝુકી અર્ટિગાને સ્પર્ધા મળશે
Ertigaને મારુતિ સુઝુકી ઈન્ડિયાની સૌથી ચર્ચિત 7 સીટર કાર માનવામાં આવે છે. મારુતિ સુઝુકી અર્ટિગાએ દેશમાં આ સેગમેન્ટને કબજે કર્યું છે. આ કારને દેશમાં ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. કંપનીએ મારુતિ અર્ટિગામાં 1462 સીસી એન્જિન આપ્યું છે. આ એન્જિન મહત્તમ 86 hp અને 101 bhp પાવર સાથે 136.8 Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. આ ઉપરાંત, તેમાં મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશનનો વિકલ્પ પણ છે. મારુતિ સુઝુકી અર્ટિગાનું સીએનજી વેરિઅન્ટ પણ માર્કેટમાં વેચાય છે. ઉપરાંત, આ કારની એક્સ-શોરૂમ કિંમત 8.69 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને 13.03 લાખ રૂપિયા સુધી જાય છે. કિયા કેરેન્સ લોન્ચ થયા બાદ આ કાર મારુતિ સુઝુકી અર્ટિગાને સીધી ટક્કર આપશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)