Rahul Gandhi: ભારતીય સેના વિરુદ્ધ અપમાનજનક નિવેદન મામલે રાહુલ ગાંધીને સમન્સ, 24 માર્ચે થશે સુનાવણી
Rahul Gandhi Summon: આ નોટિસ રાહુલ ગાંધીને લખનઉના એમપી એમએલએ કોર્ટે મોકલી છે

Rahul Gandhi Summon: લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને ઉત્તર પ્રદેશની એક કોર્ટે સમન્સ પાઠવ્યું છે. ભારત જોડો યાત્રા દરમિયાન ભારતીય સેના વિરુદ્ધ કથિત અપમાનજનક ટિપ્પણીના સંદર્ભમાં લખનઉની એક કોર્ટે સમન્સ જાહેર કર્યું છે.
આ નોટિસ રાહુલ ગાંધીને લખનઉના એમપી એમએલએ કોર્ટે મોકલી છે. રાહુલ ગાંધીને માર્ચના છેલ્લા અઠવાડિયામાં એમપી એમએલએ કોર્ટમાં હાજર થવું પડશે. આ કેસ બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન (BRO) ના ભૂતપૂર્વ ડિરેક્ટર ઉદય શંકર શ્રીવાસ્તવે તેમની સામે દાખલ કર્યો છે. એવો આરોપ છે કે 16 ડિસેમ્બર 2022ના રોજ ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ ભારતીય સેના પર ટિપ્પણી કરી હતી, જેના માટે આ કેસ નોંધવામાં આવ્યો છે.
શું છે કેસ?
ફરિયાદીના જણાવ્યા મુજબ, રાહુલ ગાંધીએ પત્રકારોને કહ્યું હતું કે, '9 ડિસેમ્બર, 2022ના રોજ ચીની સૈનિકો દ્વારા ભારતીય સૈનિકોને માર મારવામાં આવ્યા હતા તે વિશે કોઈ કેમ કંઈ પૂછતું નથી?' 12 ડિસેમ્બર, 2022ના રોજ, ભારતીય સેનાએ રાહુલ ગાંધીના નિવેદનનું ખંડન કર્યું. સેનાએ એક સત્તાવાર નિવેદન બહાર પાડ્યું હતું જેમાં કહ્યું હતું કે 'ચીની સેના ગેરકાયદેસર રીતે અરુણાચલમાં પ્રવેશી હતી, જેનો ભારતીય સેનાએ યોગ્ય જવાબ આપ્યો અને ચીની સેના પાછી ફરી ગઈ.'
ઉદય શંકર શ્રીવાસ્તવના મતે તેઓ સેનાનું સન્માન કરે છે અને રાહુલ ગાંધીએ સેનાની મજાક ઉડાવીને તેને બદનામ કરી છે. કેસની સુનાવણી બાદ કોર્ટે રાહુલ ગાંધીને 24 માર્ચે સમન્સ પાઠવ્યું. 24 માર્ચે ACJM કોર્ટે તેમને આરોપી તરીકે સમન્સ પાઠવ્યું હતું.
નિવેદન અંગે હોબાળો થયો હતો
ઘણા ભાજપના નેતાઓએ રાહુલ ગાંધીની ટિપ્પણીને રાષ્ટ્રવિરોધી ગણાવી હતી, જ્યારે વિપક્ષે તેને કોંગ્રેસના નેતા વિરુદ્ધ કાવતરું ગણાવ્યું હતું. ચીનના મુદ્દા પર વિપક્ષી નેતાઓ સરકાર પર હુમલા કરતા રહે છે.
દિલ્હીમાં બે ડેપ્યુટી CM બનાવવા પર BJP માં વિચાર ? આ મહિલા ધારાસભ્યનું નામ રેસમાં સૌથી આગળ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
