શોધખોળ કરો
Mahindraની આ કારના ડિઝલ વેરિએન્ટમાં ખામી આવતા 1500થી વધુ યુનિટ્સ ફરીથી મંગાવ્યા
કંપની દ્વારા કહેવામાં આવ્યું છે કે, "સપ્લાયરના પ્લાન્ટમાં એક મશીનની સેટિંગમાં ભૂલના કારણે મહિન્દ્રા થારના કેટલાક ડીઝલ મોડલમાં ખામી આવી શકે છે.

નવી દિલ્હી: દિગ્ગજ ઓટોમોબાઇલ કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની Mahindra tharના ડિઝિલ વેરિએન્ટમાં ખામી આવતા કંપનીએ 1,577 યુનિટને રિકોલ કર્યા છે. મહિન્દ્રા કંપનીએ ગુરુવારે કહ્યું કે, તેની એસયૂવીથ થારના ડીઝલ એન્જીની ખામીને દૂર કરવા રિકોલ કરવામાં આવ્યા છે જેનું વિનિર્માણ 7 સપ્ટેમ્બરથી 25 ડિસેમ્બર 2020ની વચ્ચે થયું હતું.
કંપની દ્વારા કહેવામાં આવ્યું છે કે, "સપ્લાયરના પ્લાન્ટમાં એક મશીનની સેટિંગમાં ભૂલના કારણે મહિન્દ્રા થારના કેટલાક ડીઝલ મોડલમાં ખામી આવી શકે છે. જેનાથી એન્જીનની ગુણવત્તા પ્રભાવિત થઈ શકે છે. એવામાં યુનિટના ખરાબ કેમશાફ્ટને બદલવા માટે રિકોલ કરવામાં આવી છે.
કંપનીએ વધુમાં કહ્યું કે, ગુણવત્તાના માપદંડોને ધ્યાનમાં રાખીને કંપનીએ નિરીક્ષણ અને સુધાર કરવાની રજૂઆત કરી છે, જે નિશુલ્ક છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ કહ્યું કે, ખામીવાળી થારના ગ્રાહકોને કંપની દ્વારા વ્યક્તિગત સંપર્ક કરવામાં આવશે.

વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ગુજરાત
Advertisement
