શોધખોળ કરો

Explained: હવે શેરડીના રસમાંથી બનેલા ઈંધણમાંથી દોડશે તમારી કાર! શું તેના માટે અલગથી ખુલશે પંપ

સમજાવાયેલ: શેરડીના રસમાંથી મેળવેલા બળતણ પર વાહનો ચાલશે! ફ્લેક્સ-ફ્યુઅલ કેવી રીતે કાર્ય કરશે, અને શું અલગ પંપ સ્થાપિત કરવામાં આવશે?

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • મારુતિ અને હીરોએ ભારતમાં ફ્લેક્સ ફ્યુઅલ વાહનો રજૂ કર્યા.
  • આ એન્જિનો 85% સુધી ઇથેનોલ મિશ્રિત બળતણ પર ચાલે છે.
  • હાલ E20 ઇંધણ મળે છે, E85 પંપનું નિર્માણ ભવિષ્યમાં થશે.
  • સસ્તા, પર્યાવરણને અનુકૂળ, પરંતુ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો મોટો પડકાર છે.

Flex Fuel Automobiles: મારુતિ સુઝુકીએ તાજેતરમાં જ ભારતની પ્રથમ ફ્લેક્સ-ફ્યૂલ કાર વેગન-આર (Wagon-R) રજૂ કરીને ઓટો ઇન્ડસ્ટ્રીમાં એક નવી ચર્ચા છેડી દીધી છે. આ કારની સૌથી મોટી ખાસિયત એ છે કે તે 20% થી લઈને 85% સુધી ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ પર કોઈ પણ મુશ્કેલી વગર દોડી શકે છે. લગભગ તેની સાથે જ, હીરો મોટોકોર્પે પણ 3 જૂનના રોજ દેશની પહેલી ફ્લેક્સ-ફ્યૂલ બાઇક લોન્ચ કરી દીધી છે. આ સમાચારોએ સામાન્ય માણસના મનમાં એક સાથે કેટલાય સવાલો ઊભા કરી દીધા છે- આખરે આ મિક્સ્ડ પેટ્રોલ કે ફ્લેક્સ ફ્યૂલ છે શું? શું હવે આપણે પેટ્રોલ પંપ પર જઈને સીધું ઇથેનોલ ભરાવી શકીશું? અને શું ધીમે-ધીમે પેટ્રોલ-ડીઝલનો જમાનો પૂરો થવાનો છે?

 

ફ્લેક્સ-ફ્યૂલ વ્હીકલ આખરે છે શું અને કેટલું અલગ છે?

ફ્લેક્સ-ફ્યૂલનો સાદો મતલબ એવો થાય છે કે એક એવું એન્જિન જે 'લચીલું' (Flexible) છે. એટલે કે તે એક સાથે બે પ્રકારના બળતણ અથવા તેમના કોઈ પણ મિશ્રણ પર ચાલી શકે છે. સામાન્ય કારો માત્ર પેટ્રોલ કે માત્ર ડીઝલ પર ચાલે છે. કેટલીક ગાડીઓ 10% સુધી ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ પચાવી લે છે, જે અત્યારે સામાન્ય રીતે પેટ્રોલ પંપો પર મળી રહ્યું છે. પરંતુ ફ્લેક્સ-ફ્યૂલ એન્જિન 85% ઇથેનોલ અને માત્ર 15% પેટ્રોલ ધરાવતા મિશ્રણને પણ કોઈ પણ ફેરફાર વગર ઉપયોગમાં લઈ શકે છે.

આ પણ વાંચો...હવે પેટ્રોલ-ડીઝલનું ટેન્શન ખતમ: Maruti એ લોન્ચ કરી ભારતની પહેલી ફ્લેક્સ-ફ્યુઅલ કાર,જાણો તેની વિશેષતા

આ કારમાં એક સ્માર્ટ સેન્સર લગાવેલું હોય છે જે ઇંધણની ક્વોલિટી અને તેમાં ઇથેનોલની માત્રાને પારખી લે છે અને તે જ પ્રમાણે એન્જિનની સેટિંગ્સને ઓટોમેટિક એડજસ્ટ કરી લે છે. આ જ એ ટેકનોલોજી છે જે એક જ કારને 20% થી 85% સુધીના કોઈ પણ મિશ્રણ પર આંચકા વગર ચાલવા દે છે.

આ '85% મિક્સ્ડ પેટ્રોલ' આખરે છે શું?

આને ટેકનિકલ ભાષામાં 'E85 ફ્યૂલ' કહે છે, જેમાં 85% ઇથેનોલ અને 15% પેટ્રોલ ભળેલું હોય છે. ઇથેનોલ એક પ્રકારનું આલ્કોહોલ છે, જે શેરડી, મકાઈ, સડી ગયેલા બટાકા કે કૃષિ કચરામાંથી બને છે. ભારતમાં આને મુખ્યત્વે શેરડીના રસ )અને અનાજમાંથી બનાવવામાં આવે છે. પેટ્રોલમાં ઇથેનોલ મેળવવા પાછળ સરકારના બે મોટા હેતુ છે:

  1. ક્રૂડ ઓઇલ (કાચા તેલ) ની આયાત પર નિર્ભરતા ઓછી કરવી.
  2. ખેડૂતોની આવક વધારવી.

હાલમાં સમગ્ર દેશમાં પેટ્રોલમાં અંદાજે 15% ઇથેનોલ પહેલાથી જ અનિવાર્યપણે ભેળવવામાં આવી રહ્યું છે, જેને E15 કે E20 જેવા નામોથી ઓળખવામાં આવે છે. સરકારનો લક્ષ્યાંક 2025-26 સુધી આને 20% (E20) સુધી લઈ જવાનો હતો અને ત્યારબાદ ધીમે-ધીમે તેને વધુ વધારવાની યોજના છે.

શું પેટ્રોલ-ડીઝલની જગ્યાએ હવે સીધું ઇથેનોલ વપરાશે?

આ વાત પૂરેપૂરી સાચી નથી, ઓછામાં ઓછી અત્યારે તો નહીં જ. ધ્યાનમાં રાખવા જેવી સૌથી મહત્વની વાત એ છે કે E85 કે કોઈ પણ ફ્લેક્સ ફ્યૂલ, સંપૂર્ણપણે પેટ્રોલનો વિકલ્પ બનતું નથી. E85 માં 85% ઇથેનોલ તો હોય છે, પરંતુ 15% પેટ્રોલ પણ હોય છે. શિયાળામાં કે ઠંડા પ્રદેશોમાં ઇથેનોલનું પ્રમાણ ઓછું કરીને 70% પણ કરી શકાય છે જેથી એન્જિન સરળતાથી સ્ટાર્ટ થઈ શકે.

વાસ્તવમાં, શુદ્ધ ઇથેનોલ પર ગાડી સ્ટાર્ટ કરવી ખૂબ મુશ્કેલ હોય છે, ખાસ કરીને ઠંડીની ઋતુમાં. એટલા માટે જ દુનિયામાં પણ ફ્લેક્સ-ફ્યૂલ કારો 100% ઇથેનોલ પર ચલાવવામાં આવતી નથી, પરંતુ ઓછામાં ઓછું 15% પેટ્રોલનું મિશ્રણ હંમેશા રાખવામાં આવે છે. તો એનો અર્થ એ છે કે પેટ્રોલ-ડીઝલનો યુગ અચાનક પૂરો નથી થવાનો, પરંતુ આપણી નિર્ભરતા ધીમે-ધીમે ઓછી ચોક્કસ થશે.

શું ભારતમાં E85 કે ફ્લેક્સ ફ્યૂલના અલગ પેટ્રોલ પંપ છે?

અહીં જ આખી વાર્તાનો સૌથી મોટો વળાંક છે. અત્યારે ભારતમાં સામાન્ય પેટ્રોલ પંપો પર માત્ર E10 કે E20 એટલે કે 10-20% ઇથેનોલ વાળું પેટ્રોલ જ મળે છે. E85 (85% ઇથેનોલ વાળું ઇંધણ) વેચવા માટે પેટ્રોલ પંપો પર અલગથી ડિસ્પેન્સર અને સ્ટોરેજ ટેન્ક લગાવવા પડશે. સરકારે કહ્યું છે કે આગામી સમયમાં આવા પંપ શરૂ કરવામાં આવશે. ઇન્ડિયન ઓઇલ અને ભારત પેટ્રોલિયમ જેવી તેલ કંપનીઓએ આ દિશામાં કામ કરવાનું શરૂ પણ કરી દીધું છે. પરંતુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ના સ્તરે અત્યારે આ ખૂબ જ શરૂઆતનો તબક્કો છે.

તાત્કાલિક ધોરણે જો તમે વેગન-આર ફ્લેક્સ-ફ્યૂલ ખરીદો છો, તો સૌથી મોટો ફાયદો એ જ થશે કે તે સામાન્ય પેટ્રોલ પંપો પર મળી રહેલા E20 ઇંધણ પર પણ ચાલશે અને ભવિષ્યમાં જ્યારે પણ E85 ઉપલબ્ધ થશે, ત્યારે તેના પર પણ ચાલી શકશે. એટલે કે આ કાર ભવિષ્ય માટે તૈયાર પ્રોડક્ટ છે.

તો આખરે ફાયદો અને પડકાર શું?

ફ્લેક્સ-ફ્યૂલ ગાડીઓના ત્રણ મોટા ફાયદા છે:

  • આ પેટ્રોલની સરખામણીમાં ઘણી સસ્તી પડશે કારણ કે ઇથેનોલની કિંમત ઓછી હોય છે.
  • ઇથેનોલ એક રિન્યુએબલ (પુનઃપ્રાપ્ય) ઇંધણ છે, આને આપણે શેરડી અને અન્ય પાકો દ્વારા વારંવાર પેદા કરી શકીએ છીએ, જેનાથી દેશનું વિદેશી હૂંડિયામણ બચશે.
  • તે પેટ્રોલની સરખામણીમાં પ્રદૂષણ પણ ઓછું કરે છે.

પરંતુ પડકારો પણ ઓછા નથી:

  • સૌથી મોટો પડકાર E85 ઇંધણની ઉપલબ્ધતા અને તેના માટે પંપોનું નેટવર્ક ઊભું કરવાનો છે.

  • બીજો મોટો પડકાર એ છે કે ઇથેનોલ મેળવવા માટે વધુ પાણીની જરૂર પડે છે, એટલે કે શેરડીની ખેતીમાં પાણીનો ખૂબ મોટો જથ્થો વપરાય છે.

  • હાલમાં આ ગાડીઓ સામાન્ય પેટ્રોલ મોડલ્સની સરખામણીમાં થોડી મોંઘી આવી શકે છે, જોકે કંપનીઓ આને બજેટમાં રાખવાની વાત કરી રહી છે.

હાલ પૂરતું, મારુતિ અને હીરોએ એક સાચી દિશામાં મોટું પગલું ભર્યું છે, પરંતુ અસલી ક્રાંતિ ત્યારે આવશે જ્યારે સરકાર અને તેલ કંપનીઓ મળીને સમગ્ર દેશમાં ફ્લેક્સ ફ્યૂલને સામાન્ય માણસ સુધી પહોંચાડશે.

Frequently Asked Questions

ફ્લેક્સ-ફ્યૂલ વ્હીકલ એટલે શું?

તે એક એવું એન્જિન છે જે બે પ્રકારના બળતણ અથવા તેમના મિશ્રણ પર ચાલી શકે છે. આ વાહનો 20% થી 85% ઇથેનોલ મિશ્રિત પેટ્રોલનો ઉપયોગ કરી શકે છે.

'E85 ફ્યૂલ' શું છે?

E85 ફ્યૂલ એટલે 85% ઇથેનોલ અને 15% પેટ્રોલનું મિશ્રણ. ઇથેનોલ શેરડી કે અનાજમાંથી બને છે, જે કાચા તેલની આયાત ઘટાડવામાં મદદ કરે છે.

શું ફ્લેક્સ-ફ્યૂલ વાહનો 100% ઇથેનોલ પર ચાલી શકે છે?

ના, ફ્લેક્સ-ફ્યૂલ વાહનો 100% ઇથેનોલ પર ચાલતા નથી. એન્જિન સરળતાથી સ્ટાર્ટ કરવા માટે ઓછામાં ઓછું 15% પેટ્રોલનું મિશ્રણ જરૂરી છે.

ભારતમાં E85 ફ્યૂલ ક્યારે ઉપલબ્ધ થશે?

હાલમાં માત્ર E10 કે E20 ઇંધણ મળે છે. E85 વેચવા માટે અલગ પંપ અને સ્ટોરેજ ટેન્ક લગાવવા પડશે, જે સરકાર ભવિષ્યમાં શરૂ કરશે.

Advertisement

ટોપ સ્ટોરી

હવે વધુ ડિસ્કાઉન્ટ સાથે મળશે Ather ના સ્કૂટર, આ લોકોને થશે મોટો ફાયદો
હવે વધુ ડિસ્કાઉન્ટ સાથે મળશે Ather ના સ્કૂટર, આ લોકોને થશે મોટો ફાયદો
ફુલ ચાર્જ પર 696 km રેન્જ: આ 2 શાનદાર ઇલેક્ટ્રિક કાર ભારતમાં લોન્ચ થશે
ફુલ ચાર્જ પર 696 km રેન્જ: આ 2 શાનદાર ઇલેક્ટ્રિક કાર ભારતમાં લોન્ચ થશે
10 મિનિટ ચાર્જિંગ અને 161 km ની રેન્જ! આ ફેમિલી સ્કૂટરની માર્કેટમાં છે જબ્બર ડિમાન્ડ
10 મિનિટ ચાર્જિંગ અને 161 km ની રેન્જ! આ ફેમિલી સ્કૂટરની માર્કેટમાં છે જબ્બર ડિમાન્ડ
Cheapest Automatic Cars: આમ આદમી માટે સૌથી સસ્તી ઓટોમેટિક કાર કઈ? જાણો વિકલ્પો
Cheapest Automatic Cars: આમ આદમી માટે સૌથી સસ્તી ઓટોમેટિક કાર કઈ? જાણો વિકલ્પો
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ
IND vs SL: કોણ છે સારાંશ જૈન? 33 વર્ષની ઉંમરે કેવી રીતે મળી ટીમ ઈન્ડિયામાં તક; જાણો વિગતે
IND vs SL: કોણ છે સારાંશ જૈન? 33 વર્ષની ઉંમરે કેવી રીતે મળી ટીમ ઈન્ડિયામાં તક; જાણો વિગતે
IND vs SL 2nd Test: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, સરાંશ જૈનનું ડેબ્યૂ, જાણો કોણ થયું બહાર
IND vs SL 2nd Test: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, સરાંશ જૈનનું ડેબ્યૂ, જાણો કોણ થયું બહાર
ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ 4નાં મોત થતાં મૃત્યુઆંક 12 પહોંચ્યો, , FSL રિપોર્ટથી થયા મોટા ખુલાસા
ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ 4નાં મોત થતાં મૃત્યુઆંક 12 પહોંચ્યો, , FSL રિપોર્ટથી થયા મોટા ખુલાસા
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છ યુનિવર્સિટીમાં તેજસ્વી વિદ્યાર્થીઓના ફોટા હટાવવાના મુદ્દે વિવાદ, જાણો શું છે મામલો
કચ્છ યુનિવર્સિટીમાં તેજસ્વી વિદ્યાર્થીઓના ફોટા હટાવવાના મુદ્દે વિવાદ, જાણો શું છે મામલો
Embed widget